ટીવી એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં સીતાનો રોલ પ્લે કર્યો હતો. હાલમાં જ દીપિકાએ સિરિયલના શૂટિંગને લઈ રસપ્રદ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ શૂટ કરતાં હતાં ત્યારે ઝાડ પર સાપ લટકતો હતો.
સોશિયલ મીડિયામાં વાત શૅર કરી
દીપિકાએ સોશિયલ મીડિયામાં સિરિયલની બે તસવીર શૅર કરી છે. આ તસવીરમાં રામ (અરૂણ ગોવિલ), સીતા તથા લક્ષ્મણ (સુનીલ લહરી) ઝાડની નીચે બેઠા હોય છે. દીપિકાએ કહ્યું હતું, આ સીન પાછળ એક વાર્તા છે, જે હું તમારી સાથે શૅર કરું છું. અમે શૂટિંગમાં વ્યસ્ત હતાં. અમે અમારી લાઈન શીખતા હતાં... તે દિવસ પણ અન્ય દિવસની જેમ સામાન્ય જ હતો. સીન જેવો પૂરો થયો ત્યારે કેમેરા મેન અજીત નાયક (સિનેમેટોગ્રાફર) તરત જ અમારી પાસે આવ્યા અને બોલ્યા કે જલ્દીથી આ જગ્યા ખાલી કરો અને ઝાડ નીચે કોઈ ઊભા રહેશો નહીં. અમનેત્રણેય એક્ટરને નવાઈ લાગી હતી કે કેમ આટલી ઉતાવળ કરાવે છે. તેમણે ટેક્નિશિયન્સને પણ તરત જ આ જગ્યા ખાલી કરવાનું કહ્યું. સાગરસાહેબને નવાઈ લાગી હતી કે આ બધું આખરે થઈ શું રહ્યું છે. ત્યારબાદ અજીત નાયકે ઝાડ પર રહેલાં મોટા સાપ તરફઆંગળી ચિંધી હતી અને ત્યારબાદ અમે બધા દોડીને જતા રહ્યાં હતાં. આ શો સાથે બહુ બધી યાદો જોડાયેલી છે.’
View this post on InstagramA post shared by Dipika (@dipikachikhliatopiwala) on Jun 11, 2020 at 7:21pm PDT
ઉલ્લેખનીય છે કે રામાનંદ સાગરનો આ શો ઓરિજિનલી 1987માં દૂરદર્શન પર પ્રસારિત થયોહતો. કોરોનાવાઈરસને કારણે દેશલૉકડાઉન કરવામાં આવ્યોત્યારે દૂરદર્શન પર આ સિરિયલ બીજીવાર પ્રસારિત કરવામાં આવી હતી. દૂરદર્શન પર આ સિરિયલ દર્શકોને ઘણી જ પસંદ આવી હતી. હાલમાં આ સિરિયલ સ્ટાર પ્લસ પર આવી રહી છે.
દીપિકા અવાર-નવાર સિરિયલ ને અંગત જીવનની વાતો શૅર કરે છે
દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. તેમણે હાલમાં જ પોતાના લગ્નની તથા નાનપણની તસવીરો શૅર કરી હતી. આ ઉપરાંત સિરિયલની તસવીરો પણ શૅર કરતાં રહે છે.
View this post on InstagramA post shared by Dipika (@dipikachikhliatopiwala) on Jun 5, 2020 at 9:39am PDT
View this post on InstagramA post shared by Dipika (@dipikachikhliatopiwala) on May 31, 2020 at 8:11pm PDT
View this post on InstagramA post shared by Dipika (@dipikachikhliatopiwala) on May 17, 2020 at 8:42pm PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2UBvIXn
https://ift.tt/3fttilZ
No comments:
Post a Comment
If you have any doubts please let me know!