Monday, June 22, 2020

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બે ફિલ્મમેકર્સે બાયોપિક બનાવવાની જાહેરાત કરી

એન્જિનિયરિંગનો વિદ્યાર્થી, બેકગ્રાઉન્ડ ડાન્સર, ટીવી એક્ટર અને પછી બોલિવૂડ એક્ટર રહી ચૂકેલો સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. હવે, તેના પર બે ફિલ્મ બનવાની છે. બે મેકર્સે આ ફિલ્મને લઈ જાહેરાત કરી હતી. પહેલી બાયોપિક છે, જેની જાહેરાત ડિરેક્ટર નિખિલ આનંદે કરી હતી. આ ફિલ્મ 2022માં રિલીઝ થશે. આ ફિલ્મ માટે પબ્લિક ફંડ પાસેથી પૈસા ભેગા કરવામાં આવશે. બીજી ફિલ્મની જાહેરાત ડિરેક્ટર શમિક મૌલિકે કરી છે.

ત્રણ ભાષાઓમાં ફિલ્મ બનશે
નિખિલ આનંદ સુશાંતના જીવન પરથી ત્રણ ભાષામાં ફિલ્મ બનાવશે. આ ફિલ્મ હિંદી, તેલુગુ તથા તમિળમાં હશે. આ ઉપરાંત ફિલ્મનું ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ બનાવવામાં આવશે. ન્યૂઝ પેપર મિડ ડેના પ્રમાણે, નિખિલઆ ફિલ્મ સુશાંતને ડેડિકેટ કરશે. નિખિલે કહ્યું હતું કે તે સિનેમામાં સુશાંતને અમર કરવા માગે છે. તેમને આશા છે કે આ બધાને લઈ બોલિવૂડ નેપોટિઝ્મને બદલે ટેલેન્ટને મહત્ત્વ આપશે.

વધુમાં નિખિલે કહ્યું હતું કે હાલની પરિસ્થિતિ થોડી સામાન્ય થશે ત્યારબાદ ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવશે. આ દરમિયાન ટીમ સ્ટોરી તથા કાસ્ટિંગ પર કામ કરશે. આ ફિલ્મ પૂરા દેશમાં રિલીઝ થશે. તેઓ પ્રયાસ કરશે કે ફિલ્મ વિશ્વભરમાં રિલીઝ થાય, જેથી ચાહકોને સુશાંતના જીવનમાંથી પ્રેરણા મળે. ફિલ્મની તૈયારી માટે નિખિલ આનંદે સુશાંતના સંબંધીઓ, પરિવાર તથા મિત્રોને મળવાનું આયોજન કર્યું છે.

શમિકે કહ્યું, બોલિવૂડને એક્સપોઝ કરીશ
વિજય શેખર ગુપ્તા તથા શમિક મૌલિકે પણ સુશાંત પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. ફિલ્મનું ટાઈટલ ‘સુસાઈડ યા મર્ડરઃ અ સ્ટાર વોઝ લોસ્ટ.’ શમિક પોતાની ફિલ્મમાં એ જણાવશે કે કેવી રીતે એક નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવનાર સુશાંતે ઈન્ડસ્ટ્રીમાં આગવી જગ્યા બનાવી હતી. શમિકે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે આ ફિલ્મમાં બોલિવૂડને એક્સપોઝ કરશે. આ ફિલ્મમાં સુશાંત સાથે થયેલી દરેક ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવશે.

સુશાંત પ્રોડ્યૂસર બનવા માગતો હતો
સ્પોટ બોયના રિપોર્ટ પ્રમાણે, સુશાંતની યોજના પ્રોડ્યૂસર બનવાની હતી. તે પોતાના મિત્ર તથા ડિરેક્ટર સંદીપ સિંહ સાથે ફિલ્મ ‘વંદે માતરમ’થી પ્રોડ્યૂસર તરીકે ડેબ્યૂ કરવાનો હતો. હાલમાં જ સંદીપે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શૅર કર્યું હતું. આ પોસ્ટરમાં સુશાંત તિરંગામાં જોવા મળે છે. સંદીપના મતે, સુશાંત આ ફિલ્મમાં એક્ટિંગ પણ કરવાનો હતો.

View this post on Instagram

You made me a promise. We, the Bihari brothers, will one day rule this industry and be the inspiration/support system for all young dreamers like you and me bhai. You promised me that my directorial debut will be with you. Raaj Shaandilyaa wrote this and we were to produce this together. I need your belief, that faith you showed, that was my strength. Now, with you gone...I'm lost...but I promise you this my brother. Now tell me how do I fulfil this dream? Who will hold my hand like you did? Who will give me the power of SSR, my brother? I promise you this... I will make this film! And it will be a tribute to the loving memory of SSR who inspired millions and gave them hope that anything is possible! Just dream it and believe it! Those hours of discussions on this film we dreamed to make together...the film 'Vande Bharatam'...now all I am left with is your memories and this poster which was our dream starting to come true, this film my brother, will be the symbol of the undying light of your soul ❤️

A post shared by Sandip Ssingh (@officialsandipssingh) on Jun 20, 2020 at 5:05am PDT



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After the death of Sushant Singh Rajput, two filmmakers announced to make a biopic


from Divya Bhaskar https://ift.tt/2V3zDg8
https://ift.tt/3doMCPy

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...