Saturday, June 13, 2020

કાર્તિક આર્યનને માતાએ ટ્રોલ કર્યો, કહ્યું- અમિતાભ બચ્ચનના ખરાબ દિવસો આવ્યા કે તને ટેગ કર્યો, કરણ જોહર લખતા ભૂલથી કાર્તિક લખાઈ ગયું હશે

લોકડાઉનમાં શૂટિંગ બંધ થતા હાલ સેલેબ્સ ઘરે જ સમય પસાર કરી રહ્યા છે. કાર્તિક આર્યન ઘરે તેના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. કાર્તિક તેની માતા અને બહેન સાથેના ફની વીડિયો શેર કરતો રહે છે. કાર્તિકની માતા અને બહેને હવે તેને ટ્રોલ કર્યો છે. કાર્તિકે વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો જેમાં તેની માતા તેની મજાક ઊડાવે છે. કાર્તિકે વીડિયો શેર કરી લખ્યું કે, લોકો કહે છે કે ફેમિલી સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ હોય છે.

વાત એમ છે કે ગુલાબો સિતાબો ફિલ્મના પ્રમોશન માટે અમિતાભ બચ્ચને ટંગ ટ્વિસ્ટર ચેલેન્જમાં અન્ય સેલેબ્સની સાથે કાર્તિક આર્યનને પણ ટેગ કર્યો હતો. કાર્તિકે આ ચેલેન્જ સ્વીકારી વીડિયો બનાવ્યો પણ તેમાં તેની માતાએ તેને ટ્રોલ કર્યો કે, આ શું કરે છે? ત્યારે કાર્તિક કે છે કે ખુદ અમિતાભ બચ્ચન સરે મને ટેગ કર્યો છે. તો માતા તેની મસ્તી કરતા કહે છે કે, તેમના એટલા ખરાબ દિવસો આવી ગયા કે તને ટેગ કર્યો, તો કાર્તિક કહે છે કે, મમ્મી મારા સારા દિવસો પણ આવી શકે છે ને. કાર્તિકની બહેન તેના પર હસે છે અને માતા કહે છે કે કરણ જોહર ટાઈપ કરતા હશે ને ભૂલથી તારું નામ લખાઈ ગયું હશે.

કાર્તિક લોકડાઉનમાં ઘરે રહીને સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. ડિરેક્ટર શૂજિત સરકારની ગુલાબો સિતાબો ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે આયુષ્માન ખુરાના પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 12 જૂને એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થઇ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kartik Aaryan gets trolled by mother, sister: ‘Amitabh Bachchan will tag you? Unke itne bure din aa gaye hai


from Divya Bhaskar https://ift.tt/2YxwN3S
https://ift.tt/2XUQJ1s

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...