Wednesday, June 24, 2020

કુમાર સાનુ બોલ્યા- આશા છે કે સુશાંતને કારણે આવનારી પેઢીને સરખું કામ મળશે, તે મૃત્યુ પામીને પણ અમર થઇ ગયો

બોલિવૂડમાં ચાલી રહેલ સગાવાદના વિવાદ પર હવે કુમાર સાનુએ પણ તેમના મત રજૂ કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને સુશાંત સિંહને શ્રદ્ધાંજલિ આપી છે. સાથે તેમણે કહ્યું કે સગાવાદ બોલિવૂડમાં જ નહીં અન્ય જગ્યાઓ પર પણ છે. તેમણે સુશાંતને અમર ગણાવી આશા વ્યક્ત કરી કે તેના લીધે જે ક્રાંતિ આવી છે તેને કારણે આવનારી પેઢીને સરખું કામ મળશે.

સુશાંતને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યો
કુમારે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, સુશાંત સિંહ રાજપૂત: એક પ્રેરણાસ્ત્રોત. તેમાં તેમણે કહ્યું હતું કે, મને હજુ પણ વિશ્વાસ નથી થતો કે સુશાંત સિંહે આત્મહત્યા કરી લીધી. જ્યાં સુધી મેં સાંભળ્યું છે ત્યાં સુધી તે ઘણો સારો એક્ટર, પોઝિટિવ માણસ અને ઘણો દયાળુ હતો. ઘણા ઓછા સમયમાં તેણે આટલું સારું કામ કર્યું હતું. ખુદની અલગ જગ્યા બનાવી હતી.

બિહારથી આવેલ આવા કેટલા ટેલેન્ટેડ લોકો આપણી ઇન્ડસ્ટ્રીએ જોયા, દેશે જોયા, જેમકે શત્રુઘ્ન સિંહ, મનોજ બાજપેયી સાહેબ, શેખર સુમન જી, ઉદિત નારાયણ જી અને બીજા ઘણા પણ અને અંતમાં સુશાંત સિંહ રાજપૂત. ઉંમરમાં તે મારા દીકરા જેવો છે. કાશ તેણે આવું પગલું ન ભર્યું હોત.

સગાવાદ બધે છે
તેમણે કહ્યું કે, સુશાંતના મૃત્યુથી એક ક્રાંતિ જોવા મળી રહી છે. સગાવાદ બધી જગ્યા પર છે. આપણા બોલિવૂડમાં વધુ છે. તમે બધું જાણો છો. કોણ કોને બનાવશે? કોણ કોને ઈન્ડસ્ટ્રીમાંથી કાઢશે? આ અમારી ફિલ્મ બનાવવા વાળા કે ઉપરના લોકો નક્કી નથી કરી શકતા. આ તમારા હાથમાં છે. બધા આર્ટિસ્ટને તમે જ બનાવો છો.

સંઘર્ષ કરનારા લોકોને સલાહ
મુંબઈ આવીને સંઘર્ષ કરનારા લોકોને સલાહ આપી કે, જે બહારથી સ્ટ્રગલ કરવા માટે બોમ્બે આવે છે તે પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી અથવા ફિલ્મ સાથે જોડાયેલ કોઈપણ ઇન્ડસ્ટ્રી. હું તેમને એક સલાહ આપીશ કે મુંબઈ પહોંચીને તમે પહેલા એક જોબ લઇ લો. ત્યારબાદ સ્ટ્રગલ કરો.

મેં પણ આવું કર્યું હતું. મેં પણ એક જોબ પકડી ત્યારબાદ સ્ટ્રગલ કર્યું. આનાથી તમને ખાવા પીવાનું ટેંશન રહેશે નહીં. તમારે કોઈ સામે નમીને રહેવું પડશે નહીં. તમારા ટેલેન્ટને તમે ભરપૂર દેખાડી શકશો.

સુશાંત મૃત્યુ પામીને પણ અમર થઇ ગયો
સાનુએ વીડિયોના અંતમાં કહ્યું કે, મને આશા છે કે સુશાંતને કારણે આવનારી પેઢીને સરખું કામ મળશે. હું એમ કહીશ કે આજે સુશાંત મૃત્યુ પામીને પણ અમર થઇ ગયો. ભગવાન તેની આત્માને શાંતિ આપે. આજે હું બસ આટલું જ કહી શકું છું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kumar Sanu has expresses grief on Sushant Singh Rajput death, talks about nepotism also


from Divya Bhaskar https://ift.tt/3dysqLg
https://ift.tt/2VfeQpR

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...