Thursday, June 11, 2020

અનુપમ ખેરને તેના ભાઈ રાજુ ખેરે ઘરે હેરકટ કરી આપ્યા, અનુપમે કહ્યું- સૌથી ઝડપી હેરકટ

કોરોના મહામારીમાં લોકડાઉનમાં સલૂન બંધ હતા માટે ઘણા સેલેબ્સે ઘરે પરિવારની મદદથી તો કોઈએ જાતે હેરકટ કર્યા છે. હવે આ લિસ્ટમાં બાલ્ડ અનુપમ ખેરે તેમનું નામ એડ કરાવ્યું છે. અનુપમ ખેરને ઘરે તેના ભાઈ રાજુ ખેરે હેરકટ કરી આપ્યા છે. આ ફની વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો છે.

અનુપમ ખેરે વીડિયો શેર કર્યો છે જેમાં રાજુ ખેર તેમના ટકા પર ટ્રીમર ફેરવી રહ્યા છે. હેરકટ થઇ જતા અનુપમ મસ્તીમાં બોલે છે કે યાર જલ્દી થઇ ગયું. વીડિયો શેર કરી તેમણે લખ્યું કે, અમે બાલ્ડ નથી, અમે બસ અમારા વાળ કરતા મોટા છીએ. સૌથી ઝડપી હેરકટ.

અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે. તેઓ ઘરે રહીને વિવિધ મુદ્દાઓ પર તેમના મત રજૂ કરતા રહે છે. તેમણે પોતાની વેબસાઈટ લોન્ચ કરી છે. તેમણે તેનો બાયોગ્રાફિકલ શો ‘કુછ ભી હો સકતા હૈ’ ડિજિટલી લોન્ચ કર્યો છે. પાછલા 15 વર્ષમાં અનુમપે આ નાટકના દુનિયાભરમાં 450થી વધુ શો કર્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Anupam Kher gets the "quickest haircut" from brother Raju Kher


from Divya Bhaskar https://ift.tt/3dUXZQr
https://ift.tt/2B2HEdN

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...