Wednesday, June 24, 2020

દીપિકા પાદુકોણે સુશાંતના વીડિયો શૅર કરવા બદલ ફોટોગ્રાફરને આડેહાથ લીધો, કહ્યું- તમે તેના પરિવારની લેખિત સંમતિ લીધી?

સ્વર્ગીય એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કરવા તથા તેમાંથી પૈસા કમાવવાને લઈને દીપિકા પાદુકોણે બોલિવૂડ ફોટોગ્રાફરની ઝાટકણી કાઢી નાખી હતી. દીપિકાએ કહ્યું હતું કે સુશાંતના પરિવારની લેખિત સંમતિ વગર તેનો એક પણ વીડિયો શૅર કરવાનો તથા તેને મોનેટાઈઝ કરવાનો અધિકાર કોઈને નથી.

શું છે મામલો?
બોલિવૂડના ફોટોગ્રાફરે સોશિયલ મીડિયા પોસ્ટમાં સુશાંતનો એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં સુશાંતનો પાર્થિવ દેહ સ્મશાન લઈ જવામાં આવ્યો હતો. આ કેપ્શનમાં ફોટોગ્રાફરે કહ્યું હતું, ‘પ્લીઝ ધ્યાન આપો. મારી તસવીરો તથા વીડિયો મારી લેખિત મંજૂરી વગર કોઈ પણ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી શકાશે નહીં.’

દીપિકાએ આ પોસ્ટ પર કમેન્ટ કરી હતી. તેણે કહ્યું હતું, ‘સાચું છે પરંતુ શું તમારા માટે એ ઠીક છે કે તમે વીડિયો બનાવો છે અને તેને માત્ર તમે પોસ્ટ જ નથી કરતાં પરંતુ શક્ય છે ત્યાં સુધી મોનેટાઈઝ પણ કરો છો. તે પણ તેના પરિવારની લેખિત સંમતિ વગર.’ દીપિકાના ચાહકોએ એક્ટ્રેસની આ વાતનું સમર્થન કર્યું હતું. એક ચાહકે કહ્યું હતું, ‘એકદમ સાચું કહ્યું.’ અન્ય એકે કમેન્ટ કરી હતી કે ‘તમારી સાથે સહમત છું.’

દીપિકા મેન્ટલ હેલ્થને લઈ સજાગ કર્યાં
14 જૂનના રોજ મુંબઈમાં સુશાંત સિંહે પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. તે ડિપ્રેશનમાં હતો. દીપિકા પાદુકોણે આને લઈને સીધી રીતે તો કંઈ જ નથી લખ્યું પરંતુ ત્યારબાદ તેણેમાનસિક સ્ટ્રેસ પર વાત કરી હતી.

દીપિકાએ એક પોસ્ટમાં કહ્યું હતું, ‘માનસિક તણાવમાંથી પસાર થઈ ગયેલી વ્યક્તિ તરીકે હું તમારી મદદ માટે આગળ આવીશ અને સમસ્યાને શૅર કરવા પર ભાર મૂકી રહી છું. વાત કરો, કમ્યુનિકેટ કરો, એક્સપ્રેસ કરો અને મદદ માગો. યાદ રાખો કે તમે એકલા નથી. આપણે બધા સાથેછીએ અને સૌથી જરૂરી વાત કે આશા અમર છે..’

View this post on Instagram

🤝 #youarenotalone

A post shared by Deepika Padukone (@deepikapadukone) on Jun 14, 2020 at 6:51am PDT



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Deepika Padukone slammed the photographer for sharing actor Sushant's video, saying- Did you get the written consent of his family?


from Divya Bhaskar https://ift.tt/3eyNQcw
https://ift.tt/3fT4TGx

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...