Thursday, June 11, 2020

બોલિવૂડ સિંગર મોનાલી ઠાકુરના લગ્નને ત્રણ વર્ષ થયા, હવે ઓફિશિયલી જાહેરાત કરી

બોલિવૂડ સિંગર મોનાલી ઠાકુરે હાલમાં જ પોતાનો નવો મ્યૂઝિક વીડિયો ‘દિલ કા ફિતૂર’ રિલીઝ કર્યો હતો. મોનાલીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે ત્રણ વર્ષ પહેલાં જ સ્વિટ્ઝરલેન્ડ બેઝ્ડ માઈક રિચર સાથે લગ્ન કરી લીધા હતાં. નવા મ્યૂઝિક વીડિયોમાં માઈક પણ જોવા મળે છે.

શું કહ્યું મોનાલીએ?
મોનાલીએ કહ્યું હતું કે તેણે પોતાના લગ્નની વાત હજી સુધી સોશિયલ મીડિયા કે અન્ય કોઈ જગ્યાએ ઓફિશિયલ કરી નહોતી. ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ભૂલથી તેની વેડિંગ રિંગ દેખાઈ ગઈ હતી. આ સમયે તેને અનેક લોકોએ સવાલ કર્યો હતો કે આ તેની વેડિંગ રિંગ છે પરંતુ તેણે સહજતાથી આ સવાલ ટાળી દીધા હતાં. આ રીતે તેણે તથા માઈકે ત્રણ વર્ષ સુધી લગ્નની વાત છુપાવીને રાખી હતી.

હાલમાં સ્વિટ્ઝરલેન્ડમાં પતિ સાથે
મોનાલી હાલમાં પતિ સાથે સ્વિટ્ઝરલેન્ડમાં છે. મોનાલીએ કહ્યું હતું કે તેણે વિધિપૂર્વક હજી સુધી લગ્ન કર્યાં નથી અને તેથી જ તેણે આ વાત કહી નહોતી. તેને ખ્યાલ છે કે તેના લગ્નની વાત સાંભળીને ઈન્ડસ્ટ્રીના તેના મિત્રોને ઘણો જ આઘાત લાગશે. તેણે હજી સુધી લગ્નની વાત તથા વેડિંગ સેરેમની અંગે કોઈ જાહેરાત કરી નહોતી. વધુમાં મોનાલીએ કહ્યું હતું કે તેને ખ્યાલ છે કે તેને બહુ બધી ગાળો પડશે. જોકે, તે વિચારે છે કે તે વેડિગ સેરેમનીમાં બધાને બોલાવશે અને પછી તેઓ ગુસ્સો ભૂલી જશે.

પરિસ્થિતિ સામાન્ય થતાં વેડિંગ સેરેમની યોજશે
મોનાલીએ કહ્યું હતું કે તે લગ્ન કરવાની છે પરંતુ તેણે હજી સુધી તારીખ અંગે વિચાર્યું નથી. હાલની પરિસ્થિતિ સામાન્ય બને ત્યારબાદ જ તે આ અંગે વિચારી શકે તેમ છે.

2016માં પ્રપોઝ કર્યું હતું
માઈક રેસ્ટોરાંનો માલિક છે અને સ્પોર્ટ્સમાં તેને રસ છે. મોનાલીએ કહ્યું હતું કે જ્યારે તે સ્વિટ્ઝરલેન્ડ ગઈ હતી ત્યારે તે માઈકને મળી હતી અને તે તરત જ તેના પ્રેમમાં પડી હતી. માત્ર માઈક જ નહીં તેના પરિવાર સાથે પણ તે જોડાઈ ગઈ હતી. વર્ષ 2016માં ક્રિસમિસની સાંજે ઝાડની નીચે માઈકે તેને પ્રપોઝ કર્યું હતું અને તેણે તરત જ હા પાડી દીધી હતી. તેને અને માઈક બંનેને ફૂડ બહુ જ પસંદ છે.

મોનાલી નેશનલ અવોર્ડ જીતી ચૂકી છે
કોલકાતામાં જન્મેલી મોનાલીએ ‘ઈન્ડિયન આઈડલ 2’માં ભાગ લીધો હતો. તે ટોપ 10માં સામેલ થઈ હતી. ત્યારબાદ વર્ષ 2000માં બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી સિગિંગ કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2006માં મોનાલીએ ‘જાન-એ-મન’માં ગીત ‘કૂબૂલ કર લે’ ગીતથી બોલિવૂડમાં સિગિંગમાં ડેબ્યૂ કર્યું હતું. મોનાલીને વર્ષ 2014માં ફિલ્મ ‘લૂટેરા’ના ગીત ‘સવાર લૂં’ માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. માર્ચ, 2016માં મોનાલીને ફિલ્મ ‘દમ લગાકે હઈશા’ના ગીત ‘મોહ મોહ કે ધાગે’માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. મોનાલીએ વર્ષ 2014માં નાગેશ કૂકનૂરની ફિલ્મ ‘લક્ષ્મી’થી બોલિવૂડમાં એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. મોનાલીએ છેલ્લે ગયા વર્ષે ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’નું ગીત ‘હો જા આવારા’ ગાયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood singer Monali Thakur has been married for three years; makes it official


from Divya Bhaskar https://ift.tt/2YrkQMO
https://ift.tt/2zlUyTN

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...