Wednesday, June 3, 2020

પ્રિયંકાની કઝિન બહેન મીરા ચોપરાએ જુનિયર NTRના ચાહકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી

પ્રિયંકા ચોપરાની કઝિન તથા બોલિવૂડ-સાઉથ એક્ટ્રેસ મીરા ચોપરાએ હાલમાં જ તેલુગુ સિનેમાના એક્ટર જુનિયર NTRના ચાહકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. સોશિયલ મીડિયામાં NTRના ચાહકોએ મીરાને મારી નાખવાની, દુષ્કર્મ તથા એસિડ અટેકની ધમકી આપી હતી. મીરા ચોપરા છેલ્લે હિંદી ફિલ્મ ‘સેક્શન 375’માં જોવા મળી હતી.

ટ્વિટર પર AskMeera સેશન હોસ્ટ કર્યું હતું
મીરા ચોપરાએ ટ્વિટર પર AskMeera હેશટેગ સાથે એક સેશન હોસ્ટ કર્યું હતું. આ સમય દરમિયાન એક ચાહકે તેલુગુ સિનેમામાં તેના ફેવરિટ એક્ટર અંગે સવાલ કર્યો હતો અને જુનિયર NTRને એક શબ્દમાં વર્ણવવાની વાત કરી હતી. આના પર મીરાએ કહ્યું હતું કે તે તેમને ઓળખતી નથી. તે તેમની ચાહક નથી. અન્ય એક ચાહકે મીરાને જુનિયર NTRની ફિલ્મ ‘શક્તિ’ તથા ‘દમ્મુ’નો ઉલ્લેખ કરીને આ જોવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે આ જોયા બાદ તે એક્ટરની ફૅન બની જશે. આના પર મીરાએ જવાબ આપ્યો હતો કે આભાર પરંતુ કોઈ રસ નથી. મીરાએ પોતાનો ફેવરિટ એક્ટર મહેશબાબુ હોવાનું કહ્યું હતું.

મીરાના આ જવાબથી જુનિયર NTRના ચાહકોએ એક્ટ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. આ ચાહકોએ મીરાને અશ્લિલ ગાળો આપી હતી અને દુષ્કર્મ કરવાની ધમકી આપી હતી.

મીરાએ જુનિયર NTRને સવાલ કર્યો
ગાળો તથા ટ્રોલિંગથી થાકીને મીરાએ જુનિયર NTRને ટેગ કરીને ટ્વીટ કરી હતી, મને ખ્યાલ નહોતો કે તમારા કરતાં વધારે મહેશબાબુને પસંદ કરવા પર મને ગાળો આપવામાં આવશે. તમારા ચાહકો મારા પેરેન્ટ્સને આવી ગંદી વાતો કહે છે. આ પ્રકારનું ફૅન ફોલોઈંગ તમને સફળ બનાવે છે? આશા છે કે તમે મારી આ ટ્વીટની અવગણના કરશો નહીં.

પોલીસ તથા ટ્વિટરને ફરિયાદ કરી
સતત ટ્રોર્લ્સ થવા પર મીરાએ સાઈબર ક્રાઈમ પોલીસ તથા હૈદરાબાદ પોલીસને ટેગ કરીને કહ્યું હતું, ‘હું આ તમામ અકાઉન્ટ્સને રિપોર્ટ કરવા ઈચ્છું છું. આ અકાઉન્ટ્સમાંથી મને દુષ્કર્મ તથા જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. કમનસીબે આ તમામ જુનિયર NTRની ફૅન ક્લબ છે. ટ્વિટર, હું તમને આ મામલો જોવાની અપીલ કરું છું. આ અકાઉન્ટ્ને સસ્પેન્ડ કરો. આ સાથે જ મેં પોલીસમાં લેખિત ફરિયાદ પણ કરી છે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Priyanka's cousin Meera Chopra lodges police complaint against Junior NTR fans


from Divya Bhaskar https://ift.tt/2XvihKK
https://ift.tt/3cvplei

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...