Saturday, June 6, 2020

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ડિવોર્સના ફેક ન્યૂઝ બાદ ટ્વિટર પર હેશટેગnVirushkaDivorce ટ્રેન્ડ થયું, ફેન્સે મીમ્સ શેર કરી સપોર્ટ કર્યો

પાતાલ લોકો વેબ સિરીઝ રિલીઝ થયા બાદથી જ અનુષ્કા શર્માને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. આ વચ્ચે વિરાટ અને અનુષ્કાના ડિવોર્સની ખબર અમુક દિવસથી સોશિયલ મીડિયામાં ફરી રહી છે. આ ખબર એટલી ફેલાઈ ગઈ કે ટ્વિટર પર #VirushkaDivorce ટ્રેન્ડ થવા લાગ્યું. આવું 2016માં આવેલ એક ન્યૂઝ ફરી વાઇરલ થવાને કારણે થયું જેમાં માહિતી હતી કે વિરાટ અને અનુષ્કા અલગ થઇ રહ્યા છે.

કઈ રીતે ટ્રેન્ડ શરૂ થયો
અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં બનેલ વેબ સિરીઝ પાતાલ લોકના કન્સેપ્ટને ઘણા લોકોએ ખરાબ ગણાવ્યો છે. તેને બેન કરવાની માગ કરીને બીજેપી પાર્ટીના એમએલએ નંદકિશોર શર્માએ એવું પણ કહી દીધું કે આવી સિરીઝ બનાવવા માટે વિરાટે અનુષ્કાને ડિવોર્સ આપી દેવા જોઈએ. ત્યારબાદ તેમનાં લગ્ન પહેલાંના એક ન્યૂઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયા. આ ન્યૂઝ ફેબ્રુઆરી, 2016ના હતા અને ત્યારપછીથી હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ થયો.

2016માં પબ્લિશ થયેલ આર્ટિકલ

ટ્વિટર પર મીમ્સનો વરસાદ
અમુક લોકો આ ખરાબ સમાચારથી શોકમાં છે તો અમુક લોકો મીમ્સ મારફતે આવી ખબર ફેલાવનારાને વળતો જવાબ આપી રહ્યા છે. બોલિવૂડ ફિલ્મ્સના ડાયલોગ મારફતે વિરાટ કોહલીના રિએક્શન શેર કરવાની ટ્રાય કરી છે.

લગ્ન પહેલાં બ્રેકઅપ થયું હતું
અનુષ્કા વિરાટની લવ સ્ટોરી 2013માં શરૂ થઇ હતી. બંનેએ અમુક સમય સુધી તેમના રિલેશન છુપાવીને રાખ્યા પણ પછીથી બંને સાથે દેખાવા લાગ્યા હતા. અમુક વર્ષ બાદ બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા હતા. ત્યારે સમાચાર એવા હતા કે બંને અલગ થઇ ચૂક્યા છે. એક મેચ દરમ્યાન વિરાટ કોહલીના ખરાબ પરફોર્મન્સ પાછળ લોકોએ તેના બ્રેકઅપને જવાબદાર ગણાવ્યું હતું. ત્યારબાદ અનુષ્કાને ઘણી આલોચના સહન કરવી પડી હતી. વિરાટે ત્યારબાદ અનુષ્કાને સપોર્ટ કર્યો હતો. અમુક સમય બાદ ફરીવાર તેઓ સાથે આવી ગયા અને ત્યારબાદ લગ્ન કર્યાં.

અનુષ્કા અને વિરાટે 11 ડિસેમ્બર 2017માં લગ્ન કર્યાં. ઇટલીમાં નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં તેમણે લગ્ન કર્યાં હતાં. હાલ લોકડાઉનને કારણે બંને સાથે ઘરે સમય પસાર કરી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After the news of divorce of Anushka Sharma and Virat Kohli #VirushkaDivorce trending on Twitter, fans supported through memes


from Divya Bhaskar https://ift.tt/3dBXryU
https://ift.tt/2XBnnVC

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...