Thursday, June 11, 2020

મુંબઈ એરપોર્ટ પર એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ PPE, ગ્લવ્સ અને માસ્કમાં જોવા મળી

દેશભરમાં અનલૉક ફેઝ 1 શરૂ થઈ ગયોછે. બોલિવૂડ સેલેબ્સ પણ હવે શહેરની બહાર જઈ રહ્યાં છે. કરીના કપૂર, સૈફ અલી ખાન, દિશા પટની, સોહેલ ખાન, તારા સુતરિયા, અનિલ કપૂર તથા અન્ય સેલેબ્સ ઘરની બહાર જોવા મળ્યાં હતાં. હવે, રકુલ પ્રીત સિંહ મુંબઈ એરપોર્ટ પર PPE કિટમાં જોવા મળી હતી.

મુંબઈથી દિલ્હી જતી હતી
રકુલ પ્રીત સિંહ દિલ્હી જતી હતી. આ સમયે તેણે કોવિડ 19થી બચવા માટે પૂરતી સાવધાની રાખી હતી. રકુલે PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપ્મેન્ટ), ફેસ શીલ્ડ, ગ્લવ્ઝ, માસ્ક પહેર્યાં હતાં.

ઈન્સ્ટા સ્ટોરીમાં વીડિયો શૅર કર્યાં
રકુલે ઈન્સ્ટા સ્ટોરીમાં ફ્લાઈટમાં બેસતા પહેલાં ન્યૂ નોર્મલ અંગે વાત કરી હતી. એરપોર્ટ પર તે ડિરેક્ટર લક્ષ્યરાજ આનંદને મળી હતી. રકુલ ડિરેક્ટર લક્ષ્યરાજની ફિલ્મ ‘અટેક’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ તથા જેક્લીન ફર્નાન્ડિઝ છે. ઈન્સ્ટા સ્ટોરીમાં શૅર કરેલા એક વીડિયોમાં રકુલે કહ્યું હતું કે આ બધું પહેર્યાં બાદ તેને એવું લાગ્યું કે તે અવકાશમાં જઈ રહી છે.

એરપોર્ટ પર ફોટોગ્રાફર્સને આ વાત કહી
રકુલ મુંબઈ એરપોર્ટ પર આવી ત્યારે તે ટ્રોલીમાં પોતાનો સામાન મૂકતી હતી. આ સમયે ફોટોગ્રાફરે એક્ટ્રેસને પોઝ આપવાનું કહ્યું હતું. આ સાંભળીને રકુલે કહ્યું હતું કે તમને શુ દેખાશે? વધુમાં રકુલે કહ્યું હતું કે આવું ના કરો અને તેના પર વધુ પડતું ધ્યાન ના આપો.

લૉકડાઉન ખુલતા રકુલ જોગિંગ કરતાં જોવા મળી હતી
અનલૉક ફેઝ 1 શરૂ થતાં રકુલ મુંબઈ સ્થિત પોતાના ઘરે જોગિંગ તથા સાઈક્લિંગ કરતાં જોવા મળી હતી. ‘અટેક’ ઉપરાંત રકુલપ્રીત સિંહ એક્ટર અર્જુન કપૂર સાથે એક ફિલ્મમાં જોવા મળશે. ‘ઈન્ડિયન 2’માં પણ રકુલ કામ કરી રહી છે. રકુલ છેલ્લે ફિલ્મ ‘દે ધના ધન’માં અજય દેવગન તથા તબુ સાથે અને ‘મરજાવા’માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી.

લૉકડાઉનમાં 200 પરિવારને મદદ કરી
લૉકડાઉનમાં રકુલ તથા તેના પરિવારે મુંબઈમાં તેના ઘરની નજીક રહેતા 200 પરિવારને મદદ કરી હતી. રકુલે કહ્યું હતુ કે તેના પિતાએ લૉકડાઉનમાં જે પરિવાર પાસે કંઈ જ ના હોય તેવા લોકોને બે ટાઈમ જમવાનું આપવાનું નક્કી કર્યું હતું. બે ટાઈમનું ભોજન તેની સોસાયટીમાં બનતું અને પછી જરૂરિયાતમંદ 200 પરિવાર સુધી પહોંચાડવામાં આવતું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Actress Rakul Preet Singh was spotted at the Mumbai airport in PPE, gloves and a mask


from Divya Bhaskar https://ift.tt/2BRoLeh
https://ift.tt/3fko2kx

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...