Sunday, May 17, 2020

અજય દેવગણ, રકૂલ પ્રીત અને તબુ સ્ટારર દે દે પ્યાર દે ફિલ્મને 1 વર્ષ થયું, અજયે પોસ્ટ શેર કરી

અજય દેવગણ, રકૂલ પ્રીત અને તબુ સ્ટારર દે દે પ્યાર દે ફિલ્મને 1 વર્ષ થયું છે. અજયે આ ફિલ્મને લઈને એક પોસ્ટ શેર કરી છે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મે બોક્સઓફિસ પર સારી કમાણી કરી હતી. વીડિયો શેર કરી અજયે લખ્યું કે, એક વર્ષ એ ફિલ્મને જેને અસાધારણ સંબંધોને સ્વીકારી શકાય તેવી રીતે બતાવ્યા અને બતાવ્યું કે પરિવાર હંમેશાં પહેલા આવે છે.

આ ફિલ્મને લવ રંજને પ્રોડ્યુસ કરી હતી જેણે પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટી જેવી ફિલ્મ્સ પ્રોડ્યુસ કરી છે. અકીવ અલીએ આ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. ફિલ્મની સ્ટારકાસ્ટમાં આલોક નાથ, જાવેદ જાફરી અને જિમી શેરગિલ પણ મહત્ત્વના રોલમાં હતા.

અજય દેવગણ હાલ લોકડાઉનમાં પરિવાર સાથે ઘરે સમય પસાર કરી રહ્યો છે. તેણે દીકરા યુગની મદદથી ઘરે એક સોન્ગનું શૂટિંગ કરીને સોન્ગ પણ રિલીઝ કર્યું હતું. આ મહામારીમાં લોકોની મદદ માટે તેણે આર્થિક યોગદાન પણ આપ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
De De Pyaar De turns 1: Ajay Devgn says it showed ‘uncustomary relationships in an acceptable way’


from Divya Bhaskar https://ift.tt/2zMGRNs
https://ift.tt/2Td9GJP

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...