Sunday, May 17, 2020

રિદ્ધિમાએ કપૂર પરિવારની જૂની તસવીર શૅર કરીને કહ્યું, ક્લાસિક

રિશી કપૂરની દીકરી રિદ્ધિમા પિતાના નિધન બાદથી જૂની તસવીરો શૅર કરે છે. ક્યારેક તે પરિવારની તો ક્યારેક પિતાની જૂની તસવીરો શૅર કરે છે. હાલમાં જ રિદ્ધિમાએ ઈન્સ્ટા સ્ટોરીમાં કપૂર પરિવારની એક જૂની તસવીર શૅર કરી હતી.

તસવીર શૅર કરીને કહ્યું, ક્લાસિક
રિદ્ધિમાએ કપૂર પરિવારની જૂની તસવીર શૅર કરી હતી. આ તસવીર પર રિદ્ધિમાએ ક્લાસિક લખ્યું હતું. તસવીરમાં રાજ કપૂર શમ્મી કપૂર, શશિ કપૂર, રણધીર કપૂર, રિશી કપૂર, નીતુ કપૂર, નીલા દેવી, નાનકડી કરિશ્મા-રિદ્ધિમા સહિત કપૂર પરિવારના અન્ય સભ્યો જોવા મળ્યાં હતાં.

પરિવાર સાથેની તસવીર શૅર કરી
ઈન્સ્ટા સ્ટોરી બાદ રિદ્ધિમાએ માતા નીતુ, દીકરી સમારા તથા ભાઈ રણબીર સાથેની તસવીર શૅર કરી હતી.

View this post on Instagram

❤️

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on May 17, 2020 at 4:48am PDT

પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકી નહોતી
30 એપ્રિલના રોજ રિશી કપૂરનું એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. લૉકડાઉન હોવાને કારણે રિદ્ધિમા દિલ્હીથી બાય રોડ મુંબઈ બીજીમેના રોજ આવી હતી. રિશી કપૂરના 30 એપ્રિલના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આથી જ રિદ્ધિમાએ વીડિયો કોલની મદદથી પિતાના અંતિમ દર્શન કર્યાં હતાં અને અંતિમ સંસ્કાર જોયા હતાં.હાલમાં જ રિશી કપૂરના તેરમાની પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. આ પ્રાર્થના સભામાં કરિશ્મા કપૂર, રણધીર કપૂર, આલિયા ભટ્ટ, અરમાન-આદર જૈન, રાજીવ કપૂર તથા શ્વેતા નંદા સહિતના પરિવારના સભ્યો સામેલ થયા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Riddhima shared an old photo of the Kapoor family saying, classic


from Divya Bhaskar https://ift.tt/2WCykFW
https://ift.tt/3dWAdTY

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...