‘પ્રસ્થાનમ’ ફિલ્મમાં જોવા મળેલ એક્ટર સત્યજીત દુબેની માતા સવિતા દુબેનો કોરોના રિપોર્ટ બે દિવસ પહેલાં જ પોઝિટિવ આવ્યો હતો. તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સત્યજીત પોતાની બહેન સાથે ઘરમાં જ આઈસોલેટ થયો છે. સોશિયલ મીડિયામાં સત્યજીતે પોસ્ટ શૅર કરીને માતાની તબિયત અંગે વાત કરી હતી.
પોસ્ટ શૅર કરી
સત્યજીતે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે છેલ્લાં થોડાંક દિવસો તેની માતા, બહેન તથા તેના માટે મુશ્કેલ રહ્યાં હતાં. તેની માતા ઠીક નથી. શરૂઆતમાં માઈગ્રેન, તાવ તથા શરીરમાં દુખાવો થતો હતો. ત્યારબાદ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો અને રિઝલ્ટ પોઝિટિવ આવ્યું હતું.
View this post on InstagramWe shall over come, sooner than later. Love and light.
A post shared by सत्यजीत/Satyajeet Dubey (@satyajeetdubey) on May 14, 2020 at 2:53am PDT
નાણાવટી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ
સત્યજીતે કહ્યું હતું કે તેની માતાને નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તેને વિશ્વાસ છે કે તે સારા અને મજબૂત થઈને બહાર આવશે. તે તથા તેની બહેન ઘરમાં પૂરી રીતે આઈસોલેટ છે. તેમનામાં હજી સુધી કોઈ લક્ષણ જોવા મળ્યાં નથી.
કોરોના વોરિયર્સનો આભાર માન્યો
સત્યજીતે અન્ય એક પોસ્ટમાં કોરોના વોરિયર્સના વખાણ કર્યાં હતાં. સત્યજીતે કહ્યું હતું કે તે પોતાના મિત્રો પડોશીઓ, BMC (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના વર્કર્સ તથા ડોક્ટર્સનો આભાર વ્યક્ત કરે છે. તેમનો પ્રેમ અભૂતપૂર્વ છે. સત્યજીતે પોસ્ટમાં એક રસપ્રદ કિસ્સો શૅર કર્યો હતો. તેણે કહ્યું હતું કે તેને ચિંતાગ્રસ્ત જોઈને એક પોલીસવાળાએ તેને ચિંતા ના કરવાનું કહ્યું હતું. આટલું જ નહીંતે પોલીસ કર્મીએ સત્યજીતને ગમે ત્યારે ફોન કરવાનો તથા મદદ માગવાની વાત કરી હતી.
View this post on InstagramBas kuch dino ki baat hai. Hang in there. Never let a bully win. Even if it’s a fucking virus.
A post shared by सत्यजीत/Satyajeet Dubey (@satyajeetdubey) on May 16, 2020 at 4:39am PDT
સત્યજીતે કહ્યું હતું કે તેની માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો પરંતુ તેમને શ્વાસ લેવામાં તકલીફ નહોતી અને સતત તાવ પણ આવતો નહોતો. તેની માતાને માઈગ્રેનની બીમારી હતી. તે વીડિયો કોલ દ્વારા માતાના સંપર્કમાં રહે છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘પ્રસ્થાનમ’માં સત્યજીતે સંજય દત્તના દીકરાનો રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત સત્યજીત ‘મહારાજ કી જય હો’ ટીવી સિરિયલમાં લીડ રોલમાં જોવા મળે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3e5iJVx
https://ift.tt/367bEAH
No comments:
Post a Comment
If you have any doubts please let me know!