Sunday, May 17, 2020

કરન જોહરના દીકરા યશે લૉકડાઉનમાં વાળ કાપવાનો યુનિક આઈડિયા આપ્યો

લૉકડાઉનમાં કરન જોહર પોતાના બંને બાળકો યશ તથા રૂહીના વીડિયો શૅર કરતો હોય છે. હાલમાં જ કરનના દીકરા યશે લૉકડાઉનમાં વાળ કેવી રીતે કાપવા તેનો ઉપાય આપ્યો હતો. આ વીડિયો પર દીપિકા પાદુકોણ સહિતના સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી.
શું છે વીડિયોમાં?
વીડિયોમાં કરન યશને પૂછે છે કે તને લાગે છે કે તારે વાળ કપાવવા જોઈએ? જેના પર યશ કહે છે કે તેણે વાળ કાપ્યાં. ત્યારબાદ કરન ફરી સવાલ કરે છે કે ડેડીના પણ વાળ લાંબા થઈ ગયા છે અને તેના વાળ પણ લાંબા જ છે. વાળ કેવી રીતે કપાવીશું? આ સવાલ સાંભળીને યશે દવાની બોટલ લીધી અને પિતાને બતાવી હતી. કરને દવાની બોટલ જોઈને સવાલ કર્યો હતો કે આ દવાની બોટલથી વાળ કાપીશું? તો યશે હા પાડી હતી તો કરને સામે પૂછ્યું હતું કે દવાની બોટલથી કેવી રીતે વાળ કાપી શકાય? તો યશે કટ કટ કટ એવો જવાબ આપ્યો હતો. આ જોઈને કરન હસવા લાગ્યો હતો.

દીપિકા સહિતના સેલેબ્સે કમેન્ટ્સ કરી
કરન આ વીડિયોથી માત્ર ચાહકોઓનું જ નહીં પણ ઈન્ડસ્ટ્રીના લોકોનું પણ મનોરંજન કરે છે. આ વીડિયો પર દીપિકાએ કમેન્ટ કરી હતી કે પાછળ રૂહી સંતાઈ રહી છે. ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વા મહેતાએ કમેન્ટ કરી હતી કે બહુ જ ક્યૂટ.

લૉકડાઉન શરૂ થયું ત્યારથી વીડિયો શૅર કરે છે
જ્યારથી લૉકડાઉન શરૂ થયું ત્યારથી કરન જોહર બંને બાળકોના વીડિયો શૅર કરે છે. વીડિયોમાં બંને બાળકો ઘણીવાર કરન જોહરની મજાક ઉડાવતા હોય છે. હાલમાં જ કરન જોહરે એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં કરન જોહરે યશને દેશનું નામ પૂછ્યું હતું, જેના જવાબમાં યશે શાહરુખ ખાન તથા અમિતાભ બચ્ચન એવું કહ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Karan Johar's son Yash came up with the unique idea of cutting hair in a lockdown


from Divya Bhaskar https://ift.tt/3bDEfiu
https://ift.tt/2WX0Fpi

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...