અમિતાભ બચ્ચનના શો‘કૌન બનેગા કરોડપતિ’ની 12મી સિઝનની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા નવ મેના રોજ શરૂ કરવામાં આવી છે. શનિવાર, નવ મેના રોજ અમિતાભ બચ્ચને રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે સૌ પહેલોસવાલ પૂછ્યો હતો. આ સવાલ કોરોનાવાઈરસ સંબંધિત હતો.
બિગ બીએ સવાલ પૂછ્યો હતો, વર્ષ 2019માં ચીનમાં સૌથી પહેલાં કઈ જગ્યા પર કોરોનાવાઈરસ (Covid 19)ની બીમારીની ઓળખ કરવામાં આવી હતી?
- શેનજોઉં
- વુહાન
- બેઈજિંગ
- શાંઘાઈ
આ સવાલનો સાચો જવાબ વુહાન છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 22 મે સુધી ચાલશે. 22 મે સુધી રોજ અમિતાભ બચ્ચન એક સવાલ પૂછશે. સ્પર્ધકે સાચો જવાબ એસએમએસ અથવા સોનીલિવ એપની મદદથી આપવાનો રહેશે.
સોની લિવ એપ પર આરીતે રજિસ્ટ્રેશન કરો
- સોની લિવ એપ ઓપન કરો
- ‘કેબીસી’ લિંક પર ક્લિક કરો
- રજિસ્ટ્રેશન સવાલનો જવાબ આપો
- જે ફોર્મ સામે આવે તેમાં ડિટેલ્સ ભરો
- ફોર્મ સબમિટ કરો
- ત્યારબાદ તમારી સ્ક્રીન પર ‘કેબીસી’ રજિસ્ટ્રેશન કમ્પ્લિટ કરવા માટે આભાર’ એવો મેસેજ આવશે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3du5sp0
https://ift.tt/2WArqja
No comments:
Post a Comment
If you have any doubts please let me know!