Sunday, May 10, 2020

સલીમ ખાને કહ્યું- સલમાનને માતા પાસેથી સારા અને ખરાબની ટ્રેનિંગ મળી, ભૂલ થાય ત્યારે સલમા એ પાઠ પણ ભણાવ્યા છે

મધર્સ ડે પર સલમાન ખાનના પિતા રાઇટર સલીમ ખાને દિવ્ય ભાસ્કર એપ સાથે તેમના બાળકોની માતા અને તેમની માતા સલમા વચ્ચે કેવા સંબંધ હતા તેની વાત કરી. સલીમે કહ્યું કે, સલમાન હોય કે પછી બીજું કોઈ, દરેક માટે પહેલી ટીચર માતા જ હોય છે. સલમાનને પણ સારા નરસાની ટ્રેનિંગ તેમની માતાથી જ મળી છે. ઘરમાંથી સારા સંસ્કાર મળ્યા છે. તેમની માતા એમને સમજાવતી રહી છે અને ભૂલ થાય ત્યારે પાઠ પણ ભણાવતી રહી છે.

સલમાન માતા સાથે

તેમની માતા કે હું ક્યારેય બાળકોને બહુ લાડ કરવામાં માનતા નથી. આજકાલની મા તો બાળકોના નાના એવા સારા કામ પર વખાણનો ઢગલો કરી દે છે. અમારે ત્યાં એવું નથી થતું. સારું કામ કરવું એ તો કોઈપણ બાળકનો ધર્મ છે, ફરજ છે. કોઈ અંધને રસ્તો ઓળંગવામાં મદદ કરી, તરસ્યાને પાણી પીવડાવી દીધું, કોઈપણ પરિસ્થિતિમાં આ તો કરવાનું જ છે. આ બાબતે તેમના વખાણ શું કામ? આ વાત સલમા હંમેશાં સલમાનના મગજમાં નાખતા રહ્યા છે.

દરેક માતામાં યોદ્ધાથી વધારે માણસાઈ છુપાયેલ હોય છે. સલમામાં પણ આ જ વાત છે ને તેમણે હંમેશાં એવી ઈચ્છા રાખી કે સલમાન, સોહેલ અને અરબાઝ પણ આ જ વાતમાં આગળ વધે. બાકી ત્રણેય બાળકો સાથે સલમા માતાની જેમ રહે છે. સાથે જ જે બાળક આર્થિક અને શારીરિક રીતે વધારે નબળો હોય તેની સાથે વધુ સારી રીતે વર્તન કરે છે.

સલીમ ખાન દીકરા સલમાન, સોહેલ અને અરબાઝ સાથે

સલમાનની પહેલી કમાણી 75 રૂપિયાની હતી. તેમણે હસતા કહ્યું કે, તે હજુ આજે પણ એટલી જ છે. આજેપણ પોકેટ મની ઘણીવાર અમારી પાસેથી લે છે. બધી કમાણી માતાપિતાને આપી દે છે અને જ્યારે ખર્ચ કરવા હોય ત્યારે અમારી પાસેથી લઇ લે છે. હસીને તેમણે કહ્યું કે, માફ કરજો પણ પહેલી કમાણી તેને પોતાના પર જ વાપરી હતી. માતાપિતા માટે શું લાવી શકવાના હતા? હવે નિઃસંદેહ સારું કમાય છે એટલે કંઈકને કંઈક બધા માટે લાવતા રહે છે. જ્યારે સલમાન એરપોર્ટ પર આવે છે ત્યારે તેને ખાસ યાદ હોય છે કે માતા, પિતા, બહેન, ભાણ્યા, ભત્રીજા માટે શું લેવાનું છે.

સલમાન હોય અરબાઝ હોય કે સોહેલ, તેમને હંમેશાં એ વાત યાદ રહે છે કે એવું કોઈ કામ ન કરે જેનાથી અમારાં માતાપિતાને ખરાબ લાગે. તેમની માતા પણ હંમેશાં આ જ કહેતા કે એવા કામ ન કરતા જેનાથી તેમની નજરમાં પડી જાવ. મને બાળકોની કોઈ વાતનું ખોટું લાગે તો હું દોઢ મહિના સુધી વાત કરવાનું બંધ કરી દઉં છું. મેં ક્યારેય કોઈપણ ખોટી વાત પર મારા બાળકોને ક્યારેય જસ્ટિફાય નથી કર્યા. આ વાતને સલમાએ પણ મેન્ટેન કરી છે. સલમાનની લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવ્યા પણ અમે ક્યારેય એમ નથી કહ્યું કે અમારો દીકરો નિર્દોષ છે.

માતાપિતા સાથે સલમાન

સલમા અને મેં નક્કી કર્યું હતું કે બાળકો સાથે મિત્રની જેમ રહેશું. એ વાત અલગ છે કે ત્રણેય બાળકો આજે પણ અમારી ઈજ્જત કરે છે. તેમની લાઈફમાં સલમા માતા તરીકે હંમેશાં બફર ઝોનમાં રહે છે. બાળકોની વાત ખોટી લાગતા હું જરૂર દોઢ મહિના વાત નથી કરતો પણ સલમા તેમ નથી રહ્યા તેઓ બધાને માફ કરી દે છે.

તેઓ ઘરમાં 3-4 પ્રકારનું જમવાનું એટલે નથી બનાવતા કે તેઓ અમીર થઇ ગયા છે પણ એટલે બનાવે છે જે વસ્તુ અરબાઝને ભાવે છે તે સોહેલને નથી ભાવતી. એટલે કે ત્રણેય ભાઈઓની પસંદ અલગ-અલગ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Salim Khan Talks About The Bonding Between Salman Khan And His Mother


from Divya Bhaskar https://ift.tt/2AfZvxJ
https://ift.tt/2YOwO4Z

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...