Sunday, May 10, 2020

ફિલ્મમાં રીતિક-શાહરુખની માતાનો રોલ પ્લે કરનાર ઝરીના વહાબે કહ્યું, આ પાત્ર ભજવું ત્યારે આપોઆપ મમતા ઊભરાઈ આવે છે

‘ચિતચોર’ તથા ‘ઘરોંદા’ જેવી ફિલ્મની એક્ટ્રેસ ઝરીના વહાબે ‘અગ્નિપથ’ તથા ‘માય નેમ ઈઝ ખાન’ જેવી ફિલ્મમાં પણ કામ કર્યું છે. મધર્સ ડેપર તેમણે દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે ઓનસ્ક્રીન માતા બનવાના અનુભવો શૅર કર્યાં હતાં.

તમે આ પાત્રોમાંથી સૌથી વધારે શું પસંદ કરો છો?
આમ તો હું જ્યારે પણ સ્ક્રીન પર માતાનો રોલ પ્લે કરું છું તો મારા હૃદયમાં આપોઆપ જ મમતા આવી જાય છે. નવી ફિલ્મમાં બે પાત્ર એવા છે, જે મારા દિલની નિકટ છે. એક તો રીતિક રોશન સાથે ‘અગ્નિપથ’માં કામ કરેલું. આ ફિલ્મમાં તેની માતાનો રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ શાહરુખ ખાનની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’માં એક્ટરની માતા બની હતી.

આજકાલની ઓનસ્ક્રીન માતા અલગ છે?
આજકાલ માતાને બિગ સ્ક્રીન પર અલગ રીતે બતાવવામાં છે. ફિલ્મનીમાતા લિબરલ તથા બ્રોડ માઈન્ડેડ હોય છે. આવી માતા પોતાના બાળકો સાથે મિત્રતા કરવાનું પસંદ કરે છે અને તેમની સાથે ચાલે છે. આજકાલ ફિલ્મમાં માતાનું પાત્રવર્તમાન પરિસ્થિતિ સાથે ઘણું જ મળતું આવે છે.

રીતિક સાથેનો એવો એક સીન કે તમારી આંખો ભરાઈ આવી હોય?
આ તે દિવસોની વાત છે, જ્યારે અમે દમણમાં ‘અગ્નિપથ’નું શૂટિંગ કરતા હતાં. અહીંયા ત્રણ મહિના શૂટિંગ ચાલ્યું હતું. અમે બધા અહીંયા રહેતા હતાં. મને આજે પણ યાદ છે કે રીતિક મને મેમ કહીને બોલાવતો હતો. તે ફિલ્મમાં એક સીન છે, જ્યારે રીતિક રોશન હારીને મરતાં સમયે માતાના ખોળામાં પડે છે. આ ઘણો જ ઈમોશનલ સીન હતો. જ્યારે સીન પૂરો થયો ત્યારે હું મારી વેનિટી વેનમાં જઈને રડવા લાગી હતી. અનેકવાર એવું બને છે કે તમે કેટલાંક ભાવુક સીન કરો તો તમે વાસ્તવમાં તે સીન સાથે કનેક્ટ થઈ જાવ છો અને ભાવુક બની જાવ છો.

બાળક સાથે એટેચમેન્ટ થઈ ગયું હતું
માતાનું પાત્ર પ્લે કરવું મારા માટે સૌભાગ્યની વાત છે. ‘માય નેમ ઈઝ ખાન’માં શાહરુખ ખાન સાથે કામ કરતી હતી ત્યારે મારા મોટાભાગના સીન શાહરુખ ખાનના નાનપણનો રોલ પ્લે કરતાં બાળક સાથે હતાં. આ બાળક સાથે હું ઘણી જ એટેચ થઈ ગઈ હતી. ઈમોશનલ થઈને તે બાળકનું ઘણું જ ધ્યાન રાખતી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
mothers day special interview of zarina wahab


from Divya Bhaskar https://ift.tt/35Q5ZPE
https://ift.tt/2SSYOka

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...