Wednesday, May 13, 2020

અમિતાભ બચ્ચનની અપીલ, કોવિડ 19 સર્વાઈવર્સથી ડરો નહીં, તેમને માનસિક સપોર્ટ આપો

અમિતાભ બચ્ચનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ કોરોનાવાઈરસ સર્વાઈવર્સને મેન્ટલ સપોર્ટ કરવાનો આગ્રહ કરે છે. 77 વર્ષીય અમિતાભ બચ્ચન કહે છે કે કોરોના આપણી પર બે રીતે હુમલો કરે છે, એક શારીરિક તથા બીજો માનસિક. તેમણે એમ પણ કહ્યું હતું કે માનસિક હુમલાની અસર કેવી હોય છે?

માનસિક હુમલો આપણી અંદર શંકા ઉત્પન્ન કરે છે
અમિતાભે કહ્યું હતું, માનસિક હુમલો આપણી અંદર એક શંકા ઉત્પન્ન કરે છે. જે વ્યક્તિ હોસ્પિટલથી ઠીક થઈને આવ્યો હોય આપણે તે વ્યક્તિથી ડરવા લાગીએ છીએ. તે વ્યક્તિને હોસ્પિટલ તથા ડોક્ટર્સે તાળી પાડીને ઘરે મોકલ્યો હોય છે. તમે ટીવી પર જોયું હશે કે હોસ્પિટલથી ઠીક થઈને જ્યારે તે ઘરે આવે છે ત્યારે ઘરના તથા સમાજના લોકો તેની પર ફૂલોનો વરસાદ કરે છે.

માનસિક લડાઈ આપણે જ જીતવી પડશે
બિગ બીએ વીડિયોમાં કહ્યું હતું, માનસિક લડાઈ જીતવાની જવાબદારી આપણી જ છે. શારીરિક લડાઈ માટે તો વિશ્વભરના નિષ્ણાતો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ માનસિક લડાઈ આપણે જ જીતવી પડશે. જો આપણે હારી ગયા તો કોરોના જીતી જશે. આ આપણે ક્યારેય થવા દઈશું નહીં. આપણા લોકોનો સ્વીકાર કરીશું, સહી સલામત ઘર લાવીશું.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે વીડિયો રિલીઝ કર્યો
આ વીડિયો ભારત સરકારના માહિતી તથા પ્રસારણ મંત્રાલયે કોરોના અપડેટ માટે બનાવવામાં આવેલા ટ્વિટર હેન્ડલ IndiaFightsCorona પર રિલીઝ કર્યો છે. આ વીડિયો શૅર કરીને કહેવામાં આવ્યું હતું, અમિતાભ બચ્ચનની કોરોના મહામારીમાં વધતા માનસિક તણાવને લઈ દેશવાસીઓને એક અપીલઃ કોરોનાથી થનારા માનસિક હુમલાનીલડાઈ આપણે જ જીતવી પડશે, કારણ કે જો આપણે હારી જઈશું તો દેશ જીતી જશે. આપણાં લોકોનો સ્વીકાર કરીએ, સહી સલામત રીતે ઘરે લાવીએ.

અજય દેવગને પણ વીડિયો શૅર કર્યો
અજય દેવગને પણ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શૅર કર્યો હતો અને કહ્યું હતું, કોરોના સર્વાઈવર્સ કોવિડ 19ને હરાવીને ઘરે પરત ફરે છે. ચાલો તેમની હિંમતની પ્રશંસા કરીએ. તેમને અને તેમના પરિવારને સપોર્ટ કરીએ. ચાલો પોઝિટિવ રહીએ અને આ કલંકને સાથે મળીને દૂર કરીએ.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમિતાભ બચ્ચને શોર્ટ ફિલ્મ ‘ફેમિલી’માં કામ કર્યું હતું. આ ફિલ્મથી કોરોનાવાઈરસ રીલિફફંડ ભેગું કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં અમિતાભ ઉપરાંત રજનીકાંત, ચિરંજીવી, મોહનલાલ, મામૂટી, રણબીર કપૂર, દિલજીત દોસાંજ, આલિયા ભટ્ટ તથા પ્રિયંકા ચોપરા સહિતના સેલેબ્સ હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amitabh Bachchan's appeal, don't be afraid of covid 19 Survivors, give them mental support


from Divya Bhaskar https://ift.tt/2WQ04G6
https://ift.tt/3fN8Kpd

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...