Wednesday, May 13, 2020

આમિર ખાનના આસિસ્ટન્ટ અમોસ પોલનું 60 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે નિધન

આમિર ખાન સાથે લાંબા સમયથી કામ કરતાં તેના આસિસ્ટન્ટ અમોસ પોલનું મંગળવાર, 12 મેના રોજ નિધન થયું હતું. 60 વર્ષીય અમોસને હાર્ટ અટેક આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેમણે રાની મુખર્જી સાથે પણ કામ કર્યું હતું.

25 વર્ષથી કામ કરતા હતાં
અમોસ છેલ્લાં 25 વર્ષથી આમિર ખાન સાથે કામ કરતાં હતાં. આમિરના ક્લોઝ ફ્રેન્ડ તથા ‘લગાન’ના કો-સ્ટાર કરીમ હાજીએ કહ્યું હતું કે અમોસ સવારે અચાનક જ પડી ગયા હતાં. આમિર ખાન, કિરણ રાવ તથા તેની ટીમ અમોસને તાત્કાલિક હોલી ફેમિલી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જોકે, ડોક્ટર્સ તેમને બચાવી શક્યા નહીં અને અમોસે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં.

એકદમ સરળ હતાં
કરીમે કહ્યું હતું કે અમોસ સુપરસ્ટાર સાથે કામ કરતાં હતાં પરંતુ તેઓ એકદમ સરળ હતાં. તે માત્ર આમિર સાથે જ નહીં દરેક વ્યક્તિ સાથે સહજતાથી વાત કરતા હતાં. તેઓ હૃદયથી તદ્દન ભલા વ્યક્તિ હતાં.

આમિર-કિરણ રાવને ઘેરો આઘાત લાગ્યો
અમોસને કોઈ અન્ય બીમારી નહોતી. તેમના નિધનથી આમિર ખાન તથા કિરણ રાવને ઘેરો આઘાત લાગ્યો હતો. આમિર ખાને પોતાના નિકટના મિત્રોને અમોસના અવસાનને લઈ મેસેજ કર્યાં હતાં.

કરીમે કહ્યું હતુ કે અમોસ હાલમાં જ દાદા બન્યા હતાં. તેમના નિધનથી માત્ર પરિવારને જ નહીં પરંતુ આમિર ખાનને પણ ઘણી મોટી ખોટ પડી છે. અમોસના પરિવારમાં પત્ની તથા બે બાળકો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Aamir Khan's assistant Amos Paul dies of heart attack at age 60


from Divya Bhaskar https://ift.tt/2zA7QM6
https://ift.tt/3fJe1OH

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...