Thursday, May 7, 2020

સોનાક્ષી સિંહાએ કહ્યું, ‘રામાયણ’ની ભૂલ પર લોકો હજી પણ ટ્રોલ કરે છે, આ દુઃખની વાત છે

સોનાક્ષી સિંહા ગયા વર્ષે અમિતાભ બચ્ચનના‘કૌન બનેગા કરોડપતિ’માં ગઈ હતી. આ સમયે એક્ટ્રેસને ‘રામાયણ’ને લઈ એક સવાલ પૂછવામાં આવ્યો હતો અને તેને જવાબ આવડ્યો નહોતો. આ સવાલ માટે સોનાક્ષીએ લાઈફલાઈનનો ઉપયોગ કર્યો હતો. ‘રામાયણ’ને લગતા સવાલનો જવાબ ના આવડતા તેને સોશિયલ મીડિયામાં ઘણી જ ટ્રોલ કરવામાં આવી હતી. હાલમાં જ આર્ટ ઓફ લિવિંગના ફાઉન્ડર શ્રી શ્રી રવિ શંકર સાથેના એક ઈન્ટરેક્શનમાં સોનાક્ષી સિંહાએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે આજે પણ તેને આ વાતને લઈ ટ્રોલ કરવામાં આવે છે અને તેનાથી તેને ઘણું જ દુઃખ થાય છે.

શું કહ્યું સોનાક્ષીએ?
સોનાક્ષીએ કહ્યું હતું, હું શોમાં સ્પર્ધક રૂમા દેવી સાથે ગઈ હતી. શોમાં સંજીવની જડીબુટ્ટીને લઈ એક સવાલ પૂછવામાં આવ્યો હતો. એક ક્ષણ માટે હું અને રૂમા બંને બ્લેન્ક થઈ ગયા હતાં. સાચું કહું તો આ ઘણું જ શરમજનક હતું, કારણ કે આપણે રામાયણ વાંચીએ છીએ, સિરિયલ જોઈને મોટા થયા છીએ. પરંતુ તે સમયે મને કંઈ જ ખબર ના પાડી. જોકે, આ વાતને લઈ મને આજે પણ ટ્રોલ કરવામાં આવે છે.

સોનાક્ષીએ આગળ કહ્યું હતું કે ટ્રોલર્સ ભગવાન રામને કેવી રીતે ના સમજી શક્યા. ‘રામાયણ’માં ભગવાન રામ અંગે કહેવામાં આવ્યું છે. તેઓ કેવા સારા પુત્ર, પિતા તથા મનુષ્ય છે. તેમનામાંથી આ બધુ શીખવા મળે છે. જોકે, ટ્રોલર્સે આ બધું શીખવાને બદલે રોજ તેને ટ્રોલ જ કરે છે.

મુકેશ ખન્નાએ મજાક ઉડાવી હતી
એક્ટર મુકેશ ખન્નાએ દૂરદર્શન પર ‘રામાયણ’ તથા ‘મહાભારત’ સિરિયલ બીજીવાર બતાવવામાં આવી તે દરમિયાનએક ઈન્ટરવ્યૂમાં સોનાક્ષી સિંહાની મજાક ઉડાવી હતી. મુકેશ ખન્નાએ કહ્યું હતું કે આ શો જેમણે પહેલાં નહોતો જોયો તે લોકો માટે ઘણો જ ફાયદાકારક રહેશે. આ શો સોનાક્ષી સિંહા જેવા લોકોને પણ લાભદાયી રહેશે, જેમને આપણા ધર્મ વિશે કોઈ માહિતી નથી. તેના જેવા લોકોને એ ખ્યાલ નથી કે હનુમાન કોના માટે સંજીવની જડીબુટ્ટી લાવ્યા હતાં.

સોનાક્ષી સિંહા વિવાદમાં ફસાઈ હતી
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સોનાક્ષી સિંહા ‘કૌન બનેગા કરોડપતિ’માં આવી હતી. સોનાક્ષીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ‘રામાયણ’ પ્રમાણે, હનુમાન કોના માટે જડીબુટ્ટી લેવા ગયા હતાં? આ સવાલના ચાર ઓપ્શન (સુગ્રીવ, લક્ષ્મણ, સીતા તથા રામ) સાંભળીને સોનાક્ષી મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી. સોનાક્ષીએ આ સવાલના જવાબ માટે લાઈફલાઈન લીધી હતી. શોના હોસ્ટ અમિતાભ બચ્ચને પણ સોનાક્ષીને કહ્યું હતું, તમારા પિતાજીનું નામ શત્રુધ્ન છે, તમે જે ઘરમાં રહો છો તેનું નામ રામાયણ છે. તમારા જેટલાં પણ કાકા છે, તે તમામના નામ રામાયણ સાથે સંબંધિત છે. તમને એ ખબર નથી કે હનુમાન લક્ષ્મણ માટે જડીબુટ્ટી લાવે છે. સોનાક્ષીએ કહ્યું હતું કે તેને લાગ્યું હતું પરંતુ તે નર્વસ થઈ ગઈ હતી અને તે કોઈ ચાન્સ લેવા માગતી નહોતી. શોમાં સોનાક્ષીની માતા પૂનમ સિંહા પણ આવી હતી. દીકરીની વાત સાંભળીને તેઓ હસી પડ્યાં હતાં. જોકે, સોનાક્ષી સોશિયલ મીડિયામાં ઘણી જ ટ્રોલ થઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sonakshi Sinha on Ramayana ‘Disheartening that people still troll me over one honest mistake’


from Divya Bhaskar https://ift.tt/3cd4fSP
https://ift.tt/2SM0USS

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...