દેશભરમાં લૉકડાઉનના ત્રીજા તબક્કામાં ચાર મેથી દારૂ તથા પાન-તમાકુનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. દારૂની દુકાનો પર લાંબી લાંબી લાઈન જોવા મળી હતી. દુકાન બહાર થયેલી લાઈનમાં માત્ર પુરુષો જ નહીં મહિલાઓ પણ જોવા મળી હતી. સોશિયલ મીડિયામાં આ તસવીરો વાયરલ બની હતી. આ તસવીરોને લઈ ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ કટાક્ષ કર્યો હતો, જેના પર સિંગર સોના મહાપાત્રાએ તેમને ખરું-ખોટું સંભળાવ્યું હતું.
રામગોપાલે શું ટ્વીટ કરી હતી?
રામગોપાલ વર્માએ ટ્વીટ કરી હતી, જુઓ દારૂની દુકાનની બહાર લાઈનમાં કોણ છે? આ એ જ લોકો છે, જે દારૂડિયા લોકોનો વિરોધ કરે છે.
સોના મહાપાત્રાએ જવાબ આપ્યો
રામ ગોપાલ વર્માની આ ટ્વીટ પર સિંગર સોનાએ રિપ્લાય આપ્યો હતો. તેણે કહ્યું હતું, પ્રિય મિસ્ટર રામ ગોપાલ વર્મા, હવે સમય આવી ગયો છે કે જ્યાં અસલી જ્ઞાન અપાતું હોય ત્યાં તમે લાઈન લગાવીને ઊભા રહો, જેથી તમને ખ્યાલ આવે કે આ જે ટ્વીટ તમે કરી છે, તે મહિલાઓ સાથેના ભેદભાવને પ્રોત્સાહનઆપે છે અને સમાજના નૈતિક માપદંડમાં પણ યોગ્ય નથી. મહિલાઓને પણ પુરુષોની જેમ જ દારૂ ખરીદવાની તથા પીવાની છૂટ છે. જોકે, પીધા બાદ કોઈને પણ હિંસાત્મક વર્તન કરવાનો હક નથી.
Dear Mr RGV,time for u to get into the line of people who desperately need a real education.1 that lets u understand why this tweet of yours reeks of sexism & misplaced morality.Women have a right to buy & consume alcohol just like men. No one has a right to be drunk & violent. https://t.co/5AUcTrAJrZ
— ShutUpSona (@sonamohapatra) May 4, 2020
યુઝર્સે પણ વિરોધ કર્યો
રામુની આ ટ્વીટનો માત્ર સોનાએ જ નહીં સોશિયલ મીડિયા યુઝર્સે પણ વિરોધ કર્યો હતો. એક યુઝરે કહ્યું હતું, આ સાંભળો, આમના મતે, જે મહિલા ડ્રિંક કરે છે, તેને હેરાન કરી શકાય છે. અન્ય એકે કહ્યું હતું, મિસ્ટર વર્મા તમે એમ કહેવા માગો છો કે જે મહિલા ડ્રિંક કરે છે, તેને દારૂડિયા પુરુષો હેરાન કરતા હોય તો તે ફરિયાદ ના કરી શકે? આવું લોજિક કોણ આપી શકે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35Ao3gd
https://ift.tt/35wEaeS
No comments:
Post a Comment
If you have any doubts please let me know!