Tuesday, May 5, 2020

શંકર મહાદેવને ‘દિલ ચાહતા હૈં’ સોંગ રીક્રિએટ કર્યું, આમિર ખાન-ફરહાન અખ્તર પણ જોવા મળ્યાં

વર્ષ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દિલ ચાહતા હૈં’નું ટાઈટલ સોંગ ‘દિલ ચાહતા હૈં’ને રીક્રિએટ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ઓરિજિનલ સિંગર શંકર મહાદેવને જ આ સોંગને રીક્રિએટ કર્યું છે. તેમણે આ બર્કલી ઈન્ડિયન સાથે મળીને સોંગ બનાવ્યું છે. આ સોંગ પહેલાં આમિર ખાન તથા ફરાહન અખ્તરે એક મેસેજ પણ આપ્યો છે.

આમિર ખાને કહ્યું હતું કે આ ગીત તેનું ફેવરિટ ગીત છે. જાવેદ અખ્તરે લખ્યું છે અને શંકર મહાદેવને સંગીત આપ્યું હતું. તેને ખુશી છે કે બર્કલી કોલેજ ઓફ મ્યૂઝિકના વિદ્યાર્થીઓએ આ ગીતનું નવું વર્ઝન બનાવીને ગરીબ ગાયકો તથા સંગીતકારોની મદદ કરવાનું નક્કી કર્યું. તો ફરહાન અખ્તરે કહ્યું હતું કે કોરોનાવાઈરસ સામે લડવા માટે તથા સંગીતકારોની મદદ માટે આ ગીત બનાવામાં આવ્યું છે.

112 સંગીતકારો જોવા મળ્યાં
આ ગીતમાં 112 સંગીતકારો, એક્ટર્સ તથા બર્કલીના વિશ્વભરના 21 દેશનો વિદ્યાર્થીઓ જોવા મળ્યાં હતાં. તેઓ પ્લે કાર્ડ લઈને ઊભેલા હતાં અને તેમાં તેમણે સ્પેશિયલ મેસેજ આપ્યો હતો. આ સોંગ કોવિડ ફંડ માટે બનાવવામાં આવ્યું છે. ટી-સીરિઝ સાથે મળીને આ સોંગ રીક્રિએટ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આમિર ખાન, ફરહાન અખ્તર તથા શંકર મહાદેવ હાલમાં જ આઈ ફોર ઈન્ડિયા કોન્સર્ટમાં જોવા મળ્યાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shankar Mahadev recreates 'Dil Chahta Hain' song, Aamir Khan-Farhan Akhtar also seen


from Divya Bhaskar https://ift.tt/35yIsCm
https://ift.tt/2xynLKi

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...