Monday, May 25, 2020

કંગના રનૌતનો મુંબઈ સ્થિત ‘મણિકર્ણિકા’ સ્ટૂડિયો પ્લાસ્ટિક ફ્રી છે

કંગના રનૌત હાલમાં મનાલીમાં પોતાના બંગલામાં પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. હાલમાં જ કંગનાએ મુંબઈમાં પાલી હિલ સ્થિત પોતાની નવી ઓફિસ અને સ્ટૂડિયોની એક ઝલક સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કંગનાએ પોતાના પ્રોડક્શનહાઉસ મણિકર્ણિકાની જાહેરાત કરી હતી. આટલું જ નહીં પોતાના સ્ટૂડિયોમાં પૂજા પણ કરી હતી.

વીડિયો શૅર કર્યો
એલ ડેકોર મેગેઝિને કંગનાની ઓફિસનો વીડિયો શૅર કર્યો હતો. સ્ટૂડિયો 1920ના દાયકાની ડિઝાઈન યાદ અપાવે છે. કંગનાએ કહ્યું હતું કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી તે પર્યાવરણને લઈ ઘણી જ સચેત થઈ ગઈ છે. તેની ઓફિસ પ્લાસ્ટિક ફ્રી છે. સ્ટૂડિયોની દરેક બારીમાંથી ગ્રીનરી દેખાય છે.

View this post on Instagram

#Repost @elledecorindia . Wondering what we’ve been working on for our latest issue? Go behind the scenes with Kangana Ranaut (@team_kangana_ranaut)—see how the Bollywood actor’s crisp brief to Shabnam Gupta (@shabnamguptainteriors) of The Orange Lane (@theorangelane) led to the making of this dreamy workplace…#bts#comingsoon # Editor:@mrudul.pathak Photography by@fabien_charuau BTS video by@redkite_studio Art direction by@pinkyakola Assisted by@soulful_devil Text by@annagram.b Styling by@karunalaungani Hair by@hairbyhaseena Makeup by@loveleen_makeupandhair Styling assisted by@ruchikapoor # Apparel by Aartivijay Gupta (@aartivijaygupta), Bodice (@bodicebodice), Chola by Sohaya Misra (@chola_the_label), Jodi (@thejodilife), Meadow, Quod (@quodnewyork); Earrings by Lune and Vintage (@shoplune); Furnishings by AA Living (@aa.living), Asian Paints (@asianpaints), AtoZ Furnishings (@atoz_furnishings), Bhartiya Marble, Cona Lights (@cona.lighting), Cottons and Satins (@cottonsandsatins), Good Earth (@goodearthindia), Jaipur Rugs @jaipurrugs), Notion Flooring @notionflooring), Oma (@omaliving), Peacock Life (@peacocklifein), Smeg (@smegitalia), Tooth Mountain Nursery (@toothmountainfarms) # #elledecorindia#exclusive#coverstory#20years#kanganaranaut#shabnamgupta#theorangelane#peacocklife#mumbai#interiordesign#inspiration#bollywood#celebrity#design#firstlook#sneakpeek

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on May 24, 2020 at 8:47pm PDT

ઉલ્લેખનીય છે કે કંગનાએ થોડાં વર્ષ પહેલાં આ બિલ્ડિંગ 48 કરોડમાં ખરીદ્યું હોવાની ચર્ચા છે. 565 સ્કેવર ફિટમાં પાર્કિંગની વ્યવસ્થા છે. આ બિલ્ડિંગને ઈન્ટિરિયર ડિઝાઈનર શબનમ ગુપ્તાએ ડિઝાઈન કર્યું છે. શબનમે કહ્યું હતું કે કુદરતી પ્રકાશ આવે તે માટે બિલ્ડિંગમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

કંગનાએ પોતાની બિલ્ડિંગને યુરોપિયન સ્ટાઈલ ટચ આપ્યો છે. કંગનાએ હેન્ડમેડ ફર્નિચર પર વધારે ભાર મૂક્યો છે. કંગનાની બહેન રંગોલીએ પોતાનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થાય તે પહેલાં આ સ્ટૂડિયોની કેટલીક તસવીર શૅર કરી હતી. તેણે તસવીર શૅર કરીને કહ્યું હતું કે કંગનાએ આ સપનું 10 વર્ષ પહેલાં જોયું હતું. સત્ય તથા પ્રામાણિકતાથી બધું જ હાંસિલ કરી શકાય છે તો પછી ખબર નહીં લોકો નાની-મોટી બંડલબાજી કેમ કરતા હોય છે અને શા માટે અપ્રામાણિક બનતા હોય છે.

2019માં કંગનાની ફિલ્મ પરથી સ્ટૂડિયોનું નામ
કંગનાની ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ જાન્યુઆરી, 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના નામ પરથી કંગનાએ પોતાના પ્રોડક્શન હાઉસનું નામ રાખ્યું છે. કંગના છેલ્લે અશ્વિની ઐય્યર તિવારીની ફિલ્મ ‘પંગા’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એવરેજ રહી હતી. આ પહેલાં કંગના એક્ટર રાજકુમાર રાવ સાથે ‘જજમેન્ટલ હૈં ક્યા’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. કંગના તમિળનાડુના સ્વ. મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક ‘થલાઈવી’માં કામ કરી રહી છે. આ ફિલ્મ 26 જૂને રિલીઝ થવાની હતી. જોકે, શિડ્યૂઅલ ડેટ પર ફિલ્મ રિલીઝ થાય છે કે નહીં તેને લઈ આશંકા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kangana Ranaut's Mumbai-based Manikarnika studio is plastic free


from Divya Bhaskar https://ift.tt/3ggFoA5
https://ift.tt/3gklyE4

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...