Monday, May 25, 2020

લૉકડાઉનની વચ્ચે અક્ષય કુમારે કોરોનાવાઈરસ જાગૃતિ અભિયાન માટે સ્ટૂડિયોમાં શૂટિંગ કર્યું

અક્ષય કુમાર તથા ફિલ્મમેકર આર બાલ્કીએ 22-23 તથા 25 મેના રોજ મુંબઈના કમાલિસ્તાન સ્ટૂડિયોમાં શૂટિંગ કર્યું હતું. અહીંયા સાવધાની સાથે શૂટિંગ કરવામાં આવ્યું હતું. અક્ષય કુમાર તથા આર બાલ્કી માસ્કમાં જોવા મળ્યાં હતાં.

આર બાલ્કીએ કહ્યું હતું કે અક્ષય કુમાર સાથે શોર્ટ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. શૂટિંગ દરમિયાન પૂરતી કાળજી લેવામાં આવી હતી. તમામે માસ્ક પહેર્યાં હતાં અને 20 લોકો જ સેટ પર હાજર હતાં.

વધુમાં ફિલ્મમેકરે કહ્યું હતું કે સરકારના જળ મંત્રાલય માટે કોવિડ 19 સામે કેવી રીતે સુરક્ષા રાખવી તે મેસેજ આપતી શોર્ટ ફિલ્મ શૂટ કરવામાં આવી હતી. શૂટિંગ કમાલિસ્તાન સ્ટૂડિયોમાં કરવામાં આવ્યું હતું.અક્ષય કુમાર સ્વસ્છ ભારત અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર છે. આ શોર્ટ ફિલ્મમાં લોકોને સ્વચ્છતાને લઈ જાગૃત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ મુંબઈ પોલીસ કમિશ્નર પાસે પરમિશન માગી હતી.

પોલીસની પરવાનગી માગતો પત્ર

બાલ્કીએ કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝર તથા માસ્ક વગેરે સાથે શૂટિંગ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ બધા સાથે મેનેજ કરવું અઘરું લાગ્યું હતું. જોકે, પછી વાંધો આવ્યો નહોતો. પ્રોડ્યૂસર અનિલ નાયડુએ વધુમાં વધુ સલામતી સાથે ઓછામાં ઓછા માણસો સાથે શૂટિંગ કેવી રીતે થાય તે વાત શીખવી હતી. શૂટિંગ પોલીસની મંજૂરી બાદ જ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખીય છે કે અક્ષય કુમાર તથા બાલ્કીએ આ પહેલાં ‘પેડમેન’ તથા ‘મિશન મંગલ’માં સાથે કામ કર્યું હતું.

સેટ પરની તસવીરો તથા વીડિયો વાયરલ થયા છે. એક વીડિયોમાં ક્રૂ મેમ્બર ડિસઈન્ફેક્શન ટનલમાંથી પસાર થાય છે. ત્યારબાદ તે હાથ પર સેનિટાઈઝર લગાવે છે. માસ્ક પહેરે છે, ફેસ શીલ્ડ પહેરે છે અને પછી એક વ્યક્તિ તેનું ટેમ્પ્રેચર માપે છે.

સરકારે પ્રોડ્યૂસર્સ ગિલ્ડના ગાઈડલાઈનને મંજૂરી આપી
ઈદના દિવસે મહારાષ્ટ્ર સરકારે બોલિવૂડને ગિફ્ટ આપી છે. સરકારે પ્રોડ્યૂસર્સ ગિલ્ડની ગાઈડ લાઈન્સને મંજૂરી આપી છે. આ ગાઈડ લાઈન સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર છે. શૂટિંગ દરમિયાન દરેક પ્રોડક્શન હાઉસે આ ગાઈડ લાઈન ફોલો કરવાની છે. આ ગાઈડ લાઈન બનાવવામાં એક મહિનાથી વધુનો સમય થયો હતો. પ્રોડ્યૂસર્સ ગિલ્ડે મહારાષ્ટ્ર સરકારનો આભાર માન્યો છે. ટૂંક સમયમાં શૂટિંગ ક્યારથી શરૂ થશે, તેની જાહેરાત કરવામાં આવશે. આ ગાઈડ લાઈન 37 પાનાની છે. ઉલ્લેખનીય છે કે 19 માર્ચથી ફિલ્મ તથા ટીવીના શૂટિંગ બંધ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Akshay Kumar shoots in studio for coronavirus awareness campaign amid lockdown


from Divya Bhaskar https://ift.tt/3ejI65I
https://ift.tt/36u5dIr

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...