Wednesday, May 13, 2020

‘રામાયણ’ ફૅમ દીપિકા ચિખલિયાએ કન્નડ ફિલ્મ સ્ટાર શંકર નાગને યાદ કરીને કહ્યું, તેમના નિધનથી ઘેરો આઘાત લાગ્યો હતો

‘રામાયણ’ ફૅમ દીપિકા ચિખલિયાએ હાલમાં જ સોશિયલ મીડિયામાં પોતાની કન્નડ ફિલ્મ ‘હોસા જીવના’ના ગીત ‘લાલી લાલી’નો વીડિયો શૅર કરીને કો-સ્ટાર શંકર નાગને યાદ કર્યાં હતાં.

વીડિયો શૅર કરીને આ વાત કહી
દીપિકાએ ફિલ્મના ગીતનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, મેજર થ્રોબેક, ‘હોસા જીવના’નું આ ગીત છે. ફિલ્મના લાસ્ટ શિડ્યૂઅલ બાદ શંકર નાગનો અકસ્માત થયો અને તેમનું અવસાન થયું. તેમના નિધનના સમાચાર મળ્યાં ત્યારે આઘાતને કારણે હું થોડો સમય સુધી કંઈ જ બોલી શકી નહોતી. આ ફિલ્મ હિટ રહી હતી પરંતુ તેમના જવાથી ઘણી જ ખોટ પડી હતી. નોંધનીય છે કે તે સમયે આ ગીત ઘણું જ હિટ રહ્યું હતું.

1990માં ફિલ્મ રિલીઝ થઈ હતી
‘હોસા જીવના’ 26 જુલાઈ, 1990માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને એચ આર ભાર્ગવે ડિરેક્ટ કરી હતી અને એસ શૈલેન્દ્ર બાબુએ પ્રોડ્યૂસ કરી હતી. ફિલ્મમાં દીપિકા ચિખલિયા, શંકર નાગ, સુધીર તથા રમેશ ભાટ લીડ રોલમાં હતાં.

કોણ હતાં શંકર નાગ?
કન્નડ એક્ટર શંકર નાગનો જન્મ નવ નવેમ્બર, 1954માં કર્ણાટકમાં થયો હતો. તેમને મોટી બહેન શ્યામલા તથા મોટો ભાઈ અનંત નાગ હતાં. અનંત નાગ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના જાણીતા કલાકાર છે. શંકર નાગે મુંબઈમાં મરાઠી થિયેટરથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. અહીંયા જ તેઓ એક નાટકના રિહર્સલ દરમિયાન અરૂંધતીને મળ્યાં હતાં અને પછી તેની સાથે લગ્ન કર્યાં હતાં. થોડો સમય મરાઠી નાટકોમાં કામ કર્યાં બાદ શંકર કર્ણાટક શિફ્ટ થયા હતાં. 1978માં તેમણે મરાઠી ફિલ્મ ‘સર્વસાક્ષી’માં કામ કર્યું હતું. આ જ વર્ષે તેમણે ગિરિશ કર્નાડની ફિલ્મ ‘Ondanondu Kaladalli’થી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મને ‘નેશનલ ફિલ્મ અવોર્ડ ફોર બેસ્ટ ફીચર ફિલ્મ ઈન કન્નડ’ અવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ તેમણે વિવિધ કન્નડ ફિલ્મમાં કામ કર્યું હતું. શંકર નાગે દૂરદર્શનના જાણીતા શો ‘માલગુડી ડેઝ’માં વેંકટેશનો રોલ પ્લે કર્યો હતો. 1990માં 30 સપ્ટેમ્બરના રોજ શંકર નાગ ફિલ્મ ‘જોકુમારસ્વામી’ના પ્રી પ્રોડક્શનનું કામ પૂર્ણ કરીને પરત આવતા હતાં ત્યારે કર્ણાટકના દાવણગેરે નજીક કાર અકસ્માતમાં તેમનું નિધન થયું હતું.

દીપિકા ચિખલિયા ફિલ્મ ‘સરોજિની’માં જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું પોસ્ટર શૅર કરવામાં આવ્યું હતું. આ પહેલાં દીપિકા ફિલ્મ ‘બાલા’માં યામી ગૌતમના માતાના રોલમાં જોવા મળી હતી. ગુજરાતી ફિલ્મ ‘નટસમ્રાટ’માં પણ કામ કર્યુ હતું. તાજેતરમાં જ દીપિકાએ કહ્યું હતું કે ‘સરોજિની’ બાદ તેમની પાસે ઘણી ફિલ્મ્સની ઓફર્સ આવી છે પરંતુ હજી સુધી કોઈ ઓફર સ્વીકારી નથી. જ્યારે તેઓ કોઈ ઓફર સ્વીકારશે ત્યારે ઓફિશિયલી જાહેરાત કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Ramayana' fame Deepika Chikhalia recalls Kannada film star Shankar Nag, saying she was deeply shocked by his demise.


from Divya Bhaskar https://ift.tt/3cFloVD
https://ift.tt/2YYlPWT

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...