Thursday, May 14, 2020

હિના ખાન રમઝાનમાં બીમાર પડી, એક્ટ્રેસે દવા ના લીધી તો પિતાએ ધમકાવી

હિના ખાન હાલમાં પરિવાર સાથે સમય પસાર કરીરહી છે. હાલમાં જ એક્ટ્રેસે એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેના પિતા તેને ધમકાવે છે. હિના ખાનના પિતાએ કહ્યું હતું કે એક્ટ્રેસને નાનપણથી જ દવા લેવી પસંદ નથી અને દવા ના લેવાના બહાના શોધે છે.

ઈન્સ્ટા સ્ટોરીમાં વીડિયો શૅર કર્યાં
હિનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વીડિયોની એક સીરિઝ શૅર કરી હતી. આ વીડિયોમાં હિના ખાન તથા તેના પિતા વચ્ચે બોલાચાલી થાય છે. પિતાની ફરિયાદ હતી કે દવા લીધા વગર ઠીક કેવી રીતે થવાશે. જેના પર એક્ટ્રેસ કહે છે કે તેણે એક ટેબલેટ ફેંકી દીધી હતી પરંતુ બીજી લઈ લીધી હતી. થોડીક દલીલો બાદ પિતા હિના ખાનને કહે છે કે તે નાનપણથી દવા લેવામાં બહાના બનાવે છે.

10 વર્ષમાં પહેલીવાર પરિવાર માટે સમય મળ્યો
હિનાએ થોડાં દિવસ પહેલાં જ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં કહ્યું હતું કે દર વર્ષે કામને કારણે તે વ્યસ્ત રહેતી હતી. આથી જ તે ક્યારેય પરિવાર સાથે રમઝાનમાં રહી શકતી નહોતી. જોકે, લૉકડાઉન દરમિયન રમઝાન મહિનો આવતા હિના ઘણી જ ખુશ છે. એક્ટ્રેસ સતત રમઝાનને લઈ તસવીરો શૅર કરતી હોય છે.

હાલમાં જ શોર્ટ ફિલ્મમાં જોવા મળી હતી
હિના ખાને ટીવી પર પોતાની અલગ ઓળખ બનાવી છે. ત્યારબાદ તેણે બોલિવૂડ ફિલ્મ ‘હેક્ડ’માં કામ કર્યું હતું. હાલમાં જ રિલીઝ થયેલી ‘સ્માર્ટફોન’માં હિના ખાન જોવા મળી હતી. આ શોર્ટ ફિલ્મમાં હિના ખાને નાનકડાં શહેરની યુવતીની ભૂમિકા ભજવી હતી. આ યુવતી મોટા શહેરના રીત-રિવાજોથી તદ્દન અજાણી હતી. ફિલ્મમાં કુનાલ કપૂર તથા અક્ષય ઓબેરોય પણ હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Hina Khan fell ill during Ramadan,share a insta story


from Divya Bhaskar https://ift.tt/3cs1rkR
https://ift.tt/35W5YcX

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...