Tuesday, May 19, 2020

રવિના ટંડને શૂટિંગનો અનુભવ શૅર કરતાં કહ્યું, નવાઈ લાગે છે આપણે આ ન્યૂ નોર્મલને આદત બનાવી શકીશું?

રવિના ટંડને હાલમાં જ સોશિયલ મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. લૉકડાઉન હોવા છતાં રવિનાએ શૂટિંગ કર્યું હતું. રવિનાએ કોરોનાવાઈરસને કારણે શૂટિંગમાં કેવો બદલાવ આવ્યો તે અંગે વાત કરી હતી. રવિનાએ હાલમાં પીએમ કેઅર્સ ફંડ માટેના શોનું શૂટિંગ કર્યું હતું.

સોશિયલ મીડિયામાં તસવીર શૅર કરી
રવિના ટંડન પ્રિન્ટેડ યલો તથા રેડ આઉટફિટમાં જોવા મળે છે અને સાથે જ હેવી ઈયરરિંગ્સ પહેરી છે. આ તસવીર શૅર કરીને એક્ટ્રેસે કહ્યું હતું, અત્યારે અમારું શૂટિંગ આ રીતે થઈ રહ્યું છે, અમે જાતે જ ફોનમાં અમારો મેકઅપ જોઈએ છીએ. સોશિયલ ડિસ્ટન્સ સાથે શૂટિંગ કરીએ છીએ. પીએ કેઅર્સ ફંડ માટેના શોને હોસ્ટ કર્યો હતો. કેમેરા અંદાજે 50 ફૂટ દૂર રાખવામાં આવ્યા હતાં અને ઝૂમ લેન્સથી શૂટિંગ કરવામાં આવ્યું હતું. નવાઈ લાગે છે કે આ ન્યૂ નોર્મલને આપણે સહજતાથી અપનાવી શકીશું કે નહીં. આ સમય પસાર થઈ જાય તેની રાહ જોઉં છું.

હાલમાં જ રવિના મ્યૂઝિક વીડિયો ‘ગુઝર જાયેંગા’માં પણ જોવા મળી હતી. આ વીડિયોમાં ઘણાં સેલેબ્સે ભાગ લીધો હતો. આ વીડિયોમાં આ સમય પણ પસાર થઈ જશેની વાત કરવામાં આવી હતી.

લૉકડાઉનને લઈ રવિનાએ કહ્યું હતું કે બાળકો હાલમાં ઓનલાઈન ક્લાસમાં વ્યસ્ત છે. તે બાળકોને હાલમાં કચરા-પોતા કેમ કરવા, બેડની ચાદર બદલવી, શાકભાજી કેવી રીતે ગોઠવવી વગેરે બાબતો શીખવી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sharing the experience of shooting, Raveena Tandon said, "I wonder if we can make this new normal a habit?"


from Divya Bhaskar https://ift.tt/2XhUeO6
https://ift.tt/2XaBPma

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...