Friday, May 15, 2020

શ્રદ્ધા કપૂરે લોકડાઉન ઝૂ પહેલ માટે તેનો અવાજ આપ્યો, પ્રાણીઓની આઝાદી માટે સપોર્ટ કર્યો

એનિમલ લવર અને તેમના માટે અવાજ ઉઠાવતી શ્રદ્ધા કપૂર ફરીવાર પ્રાણીઓના હક અને આઝાદી માટે આગળ આવી છે. લોકડાઉનને કારણે ઘરમાં બંધ રહીને માણસો કંટાળી જાય છે તો પાંજરામાં પુરાઈને રહેતા પ્રાણીઓની શું હાલત થતી હશે? પ્રાણીસંગ્રહાલયમાં પાંજરામાં રહીને જીવન વિતાવતા પ્રાણીઓનો એક વીડિયો શેર કરીને શ્રદ્ધાએ લોકડાઉન ઝૂ નામની પહેલમાં ફાળો આપ્યો છે. આ વીડિયોમાં તેણે તેનો અવાજ આપ્યો છે અને તે આ પ્રાણીઓની સ્ટોરી કહી રહી છે.

View this post on Instagram

A lot of us are feeling anxious and “caged” during this lockdown. Imagine being taken away from your family, your home and being locked up for your entire life? . Animals have feelings just like us. They get depressed when separated from their natural habitats and loved ones. Why should we believe that we have the right to take away their freedom? . When @shazamorani asked me to be a part of this cause, I immediately jumped on board because I realized I could lend my voice to those who don’t have one. Animals can’t speak for them selves, we need to become their voice. I would truly hope that all of you do the same.✨💜 . . “Until one loves an animal, a part of ones soul remains unawakened.” - Anatole France. #LockdownZoos @petaindia @worldforallanimaladoptions @samaajscope @sachinsbangera @tweeeked @yodacreates @kiara.sougrakpam @aditya_star_being @salvageaudiocollective @viraajsaxena @rhnr @varun_lalwani

A post shared by Shraddha (@shraddhakapoor) on May 14, 2020 at 11:29pm PDT

હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષામાં વીડિયો શેર કરી શ્રદ્ધાએ કેપ્શનમાં લખ્યું હતું કે, આપણામાંથી ઘણા બધા આ લોકડાઉનમાં ઘરમાં પૂરાઈને કંટાળી ગયા છે. વિચારો કે પરિવારથી દૂર, ઘરથી દૂર તમને આખી જિંદગી પૂરી રાખવામાં આવે તો? પ્રાણીઓને પણ આપણી જેમ લાગણી હોય છે. પરિવારથી અલગ થતા તેઓ પણ ડિપ્રેસ થઇ જાય છે. આપણે એવું શું કામ માનવું જોઈએ કે આપણને તેમની આઝાદી લઇ લેવાનો હક છે? આ પ્રોજેક્ટ માટે મેં તરત હા પાડી દીધી કારણકે મને લાગે છે કે હું તેમનો અવાજ બની શકીશ જે બોલી નથી શકતા. આપણે મૂંગા પ્રાણીઓ માટે બોલવાની જરૂર છે. મને આશા છે કે તમે બધા પણ આમ જ કરશો.

શ્રદ્ધા હાલ લોકડાઉનમાં ઘરે પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. તે થ્રોબેક ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. કોરોના વોરિયર્સનો આભાર માનવા માટે પણ તે પોસ્ટ શેર કરતી રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shraddha Kapoor lends her voice to support the Lockdown Zoos initiative


from Divya Bhaskar https://ift.tt/3dS7Kyf
https://ift.tt/3bDDPZg

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...