બિગ સ્ક્રીન પર માતાનો રોલ કરનાર અનેક કલાકારો છે, જેમાં સીમા પાહવાનું નામ પણ સામેલ છે. તેમણે ‘દમ લગા કે હઈશા’, ‘શુભ મંગલ સાવધાન’ તથા ‘બાલા’માં ભૂમિ પેડનેકરની માતાની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ ‘બરેલી કી બરફી’માં ક્રિતિ સેનનની માતા બન્યા હતાં. મધર્સ ડે પર નવા જમાનાની આ બંને એક્ટ્રેસ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો તેની વાત સીમા પાહવાએ દિવ્ય ભાસ્કર સાથે શૅર કરી હતી.
વર્કશોપમાં ભૂમિ પાસે ચા બનાવડાવી હતી
સીમાએ કહ્યું હતું, ભૂમિ સાથે ‘દમ લગા કે હઈશા’નું શૂટિંગ કરતાં પહેલાં અમે એક વર્કશોપ કરી હતી. અહીંયા પહેલી મુલાકાત મેં ભૂમિ પાસે ચા બનાવડાવી હતી. ત્યારે ભૂમિને એમ લાગ્યું પણ હશે કે હું કેમ આમ કરાવું છું? પણ હું ઈચ્છતી હતી કે તેની સાથે એક્ટર તરીકેના સંબંધો એકદમ સહજ થાય અને કેમેરાની સામે અમે સારી રીતે પર્ફોર્મ કરી શકીએ. આ વર્કશોપ બાદ અમારી વચ્ચે માતા-દીકરી તરીકે સારું બોન્ડિંગ થઈ ગયું હતું.
‘શુભ મંગલ સાવધાન’માં ભૂમિની સાથે ગુફાવાળો સીન હોય કે પછી ‘દમ લગા કે હઈશા’માં પતિને કેવી રીતે મનાવવો તે સીન હોય, આ બધું એટલા માટે થઈ શક્યું કારણ કે અમે બંને એકબીજા સાથે ઘણાં જ કમ્ફર્ટેબલ હતાં.
મેં ડિરેક્ટરને પણ કહ્યું હતું કે મારા પાત્રને માસૂમ અને થોડું મૂર્ખ રીતે રજૂ કરવામાં આવે, જેથી આ અશ્લીલ ના લાગે અને દર્શકોને આ પાત્રની માસૂમિયત તથા મૂર્ખામી સાથે પ્રેમ થઈ જાય. ભૂમિએ ઓફ સ્ક્રીન પણ સારી રીતે સંબંધ રાખ્યો છે. ‘બાલા’ના સમયે અમે લોકો સાથે ભોજન શૅર કરતાં હતાં.
ક્રિતિ સેનનના વખાણ કર્યાં
સીમાએ કહ્યું, ક્રિતિ સેનન સાથે ઈનફોર્મલ સંબંધ બંધાઈ શકતો હોત પણ સમય મળ્યો નહીં. અમે સીધા લખનઉ સેટ પર જ મળ્યાં. સાથે જ તે જે સ્કૂલ ઓફ એક્ટિંગમાંથી આવે છે, તેનાથી હું બિલકુલ અલગ છું. ‘બરેલી કી બરફી’ના સમયે તે નવી હતી, શીખતી હતી. આવામા હું મારા અનુભવનો ભાર તેના પર નાખવા ઈચ્છતી નહોતી.
તે ઘણી જ સારી યુવતી છે. તે મોટા લોકોનું સન્માન કરે છે. તે સમયે પંકજ ત્રિપાઠી, ક્રિતિ અને મારી વચ્ચે સારું બોન્ડિંગ હતું. અમે જે સીન કરતાં, ક્રિતિ તેને જોતી હતી. જે સીન ક્રિતિ કરે, તેને અમે લોકો જોતા હતાં. આવામાં અમે લોકો એકબીજા માટે મિસ્ટ્રી નહોતાં.
આપણાં ત્યાં સેટ પર સ્ટાર અલગ બેસે છે. શૂટિંગ સિવાય તેમની સાથે કોઈ ગાઢ સંબંધ હોતા નથી. જોકે, ક્રિતિ એમાંની નહોતી. અમે બધા સાથે બેસતા હતાં. ડિેરેક્ટર અશ્વિની ઐય્યર તિવારી સેટ પર મજાક મસ્તીનો માહોલ રાખતી હતી.
ક્રિતિને અમે અમારા રંગમાં રંગવાની શરૂ કરી હતી. તેણે ‘હિરોપંતી’ કે ‘હાઉસફુલ’માં જેવી એક્ટિંગ કરી હતી, તેવી આ ફિલ્મમાં કરી નહોતી. આ રીતે તેની સાથે પણ ઓનસ્ક્રીન માતા-દીકરીનો સંબંધ નીખરી આવ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fzxC3D
https://ift.tt/2LhpTcM
No comments:
Post a Comment
If you have any doubts please let me know!