અભિનેત્રી સુહાસિની મુલેએ ‘જોધા અકબર’માં ઐશ્વર્યા રાય તથા ‘લગાન’માં આમિર ખાનની માતાનો રોલ પ્લે કર્યો હતો. મધર્સ ડે પર 69 વર્ષના સુહાસિનીએ બંને ફિલ્મ તથા સ્ટાર્સ સાથે જોડાયેલા અનુભવો શૅર કર્યાં હતાં.
‘જોધા અકબર’ના સેટ પર ઐશ્વર્યા રાયને પહેલીવાર મળી હતી
સુહાસિનીએ કહ્યું હતું, મેં ‘જોધા અકબર’માં ઐશ્વર્યા રાયની માતાનો રોલ પ્લે કર્યો હતો. હું પહેલી જ વાર ઐશ્વર્યાને મળી હતી અને તેમને જોતી જ રહી ગઈ હતી. ઐશ્વર્યા રાય રાજકુમારીના આઉટફિટમાં ઘણી જ સુંદર લાગતી હતી. તે મારી નિકટ આવી. ત્યાં એક જ ખુરશી હતી. જોકે, ઐશ્વર્યા ત્યાં સુધી ના બેઠી જ્યાં સુધી બીજી ખુરશી ના આવી. ત્યારબાદ અમે વાતચીત શરૂ કરી હતી. મેં વિચાર્યું કે હું એટલી સુંદર છું કે ઐશ્વર્યા રાયની માતાનો રોલ પ્લે કરી રહી છે. પછી થયું કે આશુતોષ ગોવારિકરે મને પસંદ કરી છે તો કંઈક વિચારીને જ પસંદ કરી હશે ને.
જ્યારે કુલભૂષણ ખરબંદાની આંખો ભીની થઈ ગઈ
સુહાસિનીએ કહ્યું હતું, મને બરોબર યાદછે કે આ ફિલ્મનો એક સીન હતો, જેમાં જોધા (ઐશ્વર્યા)ના મહારાજા પિતા (કુલભૂષણ ખરબંદા) તેને કહે છે કે તેના લગ્ન મુસ્લિમ શાસક અકબર (રીતિક રોશન) સાથે કરવામાં આવ્યા છે અને તેણે પોતાનું શહેર છોડીને જવું પડશે. આ સીનમાં મારે તથા ઐશ્વર્યાએ એકબીજાને ગળે મળીને રડવાનુ હતું. આ સમય દરમિયાન કુલભૂષણની આંખોમાં પણ આંસુ આવી ગયા હતાં. શોટ પૂરો થયા બાદ જ્યારે મેં તેમને પૂછ્યું કે તમે કેમ રડી પડ્યા હતાં, તો તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે તેઓ સીન જોઈને ઈમોશનલ થઈ ગયા હતાં.
‘લગાન’ના સેટ પર આમિર શિસ્તનું પાલન કરાવતો
સુહાસિનીએ કહ્યું હતું, મને યાદ છે કે અમે ‘લગાન’ના શૂટિંગ માટે સાત મહિના ભુજ રહ્યાં હતાં. આમિરની સાથે મારો પહેલો સીન લગભગ ચાર મુલાકાત પછી થયો હતો. એટલે મને કોઈ વાંધો આવ્યો નહોતો. આમિરે શૂટિંગ દરમિયાન નિયમ બનાવ્યો હતો કે તમામ લોકોએ સવારે પાંચ વાગે બસમાં જવાનું અને સાડા પાંચ વાગ્યા સુધી લોકેશન પર જતા રહેવાનું. ત્યારબાદ નાસ્તો અને મેકઅપ કરીને તૈયાર થવાનું. કોઈનો સીન હોય કે ના હોય પરંતુ તમામ લોકોએ સેટ પર હાજર રહેવું ફરજિયાત હતું.
દરેક કામમાં આમિરનું પર્ફેક્શન જોવા મળતું
સુહાસિનીએ આગળ કહ્યું હતું, સેટ પર અમને અમારા સીન પ્રમાણે ઘર બનાવીને આપ્યા હતાં. મને પણ એક ઘર આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે મારે કોઈ વસ્તુની જરૂર હોય તો હું કહી દઉં. જોકે, આ ઘરની અંદર વધારે સીન નહોતાં. આમિરને મિસ્ટર પર્ફેક્શનિસ્ટ એમ જ કહેવામાં આવતો નથી. તેને દરેક વસ્તુ પર્ફેક્ટ જોઈએ.
જ્યારે આમિર ખાન બસની અંદર સૂઈ ગયો હતો
વધુમાં સુહાસિનીએ કહ્યું હતું, આમિરે નિયમ બનાવ્યો હતો કે તમામ નાના-મોટા કલાકારોએ બસમાં જ સાથે જ શૂટિંગ માટે જવાનું. પહેલાં દિવસે અમે જ્યારે સવારે પાંચ વાગે બસમાં બેઠા ત્યારે આમિર જોવા મળ્યો નહીં. અમને લાગ્યું કે અમારે બસમાં જવાનું અને તે અલગથી આવશે. બીજા દિવસે હું 10 મિનિટ મોડી આવી અને બીજા લોકો પણ લેટ થઈ ગયા હતાં. જ્યારે ડ્રાઈવરે બસનો દરવાજો ખોલ્યો તો પહેલી સીટ પર આમિર ધાબળો ઓઢીને સૂતો હતો. આમિરને પ્રોડક્શનનું કામ જોવાનું હોવાથી આમિર રાતના બે વાગે આવ્યો હતો. તેને ડર હતો કે તે પાંચ વાગે ઊઠી શકશે નહીં અને તેથી જ તે બસમાં સૂઈ ગયો હતો. તે દિવસે અમારા કારણે સેટ પર બધા મોડા પહોંચ્યા હતાં. જોકે, આમિરે એક શબ્દ પણ કહ્યો નહીં. અમે પણ પછી સમયસર પહોંચી જતા હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3ckXIFB
https://ift.tt/2xOkPJI
No comments:
Post a Comment
If you have any doubts please let me know!