Sunday, May 10, 2020

આયુષ્માન અને અપારશક્તિની માતા પૂનમે કહ્યું, દીકરાઓ સારું કમાવા લાગ્યા તો એકે મર્સિડીઝ અને બીજાએ ઓડી કાર ગિફ્ટ કરી હતી

મધર્સ ડે પર દિવ્ય ભાસ્કરે આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાની માતા પૂનમ ખુરાના સાથે વાતચીત કરી. તેમણે પોતાના દીકરાઓની અમુક ખાસ વાતો શેર કરી. દીકરા આયુષ્માન અને અપારશક્તિની કહાની, તેમની માતાના મોઢે..

આયુષ્માન પહેલેથી એક્ટર બનવા ઈચ્છતો હતો
પૂનમે જણાવ્યું કે, આયુષ્માન જ્યારે 3 વર્ષનો હતો ત્યારે તેની દાદીએ પૂછ્યું હતું કે મોટા થઈને શું બનીશ ત્યારે તેણે કહ્યું હતું કે એક્ટર. ત્યારે તેના પપ્પા આ વાત પર ગુસ્સે થયા હતા. થપ્પડ પણ મારી હતી. પછી 8 વર્ષની ઉંમરે આયુષ્માને અંગ્રેજી નાટકોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. શેક્સપિયરનું નાટક મર્ચન્ટ ઓફ વેનિસ હતું. તે આખું અંગ્રેજીમાં કર્યું હતું. પિતા આયુષ્માનને ડોક્ટર અને અપારશક્તિને લોયર બનાવવા ઇચ્છતા હતા. આયુષ્માન 11મા ધોરણમાં સાયન્સ રાખવા ઈચ્છતો ન હતો પણ પપ્પાને કારણે તેણે ભણવું પડ્યું.

આયુષ્માને મેડિકલનું ન ભણ્યું
12મા ધોરણ પછી તેની લાઇફમાં 3 ઈડિયટ્સ જેવી મોમેન્ટ આવી. મેડિકલમાં એડમિશન મળી ગયું હતું ને ફી ભરવા ટાઈમ પર તેણે હિંમત કરીને પપ્પાને કહ્યું કે તેને ડોક્ટર નથી બનવું. પહેલા ઈંગ્લીશ ઓનર્સ કરશે અને ત્યારબાદ માસ કમ્યુનિકેશનનું ભણશે. પપ્પાએ તેને ટાસ્ક આપ્યો એમાં તે પાસ થયો. પછી તેણે ડીએવી ચંદીગઢથી ગ્રેજ્યુએશન કર્યું. કોલેજના દિવસોમાં એમટીવી રોડીઝમાં ભાગ લીધો. કોલેજમાં થિયેટર ગ્રુપ બનાવ્યું અને દિલ્હી જતો રહ્યો. લગ્ન કરવા માટે ફરીવાર મુંબઈ આવ્યો અને જાતે આગળ વધ્યો.

લો ભણ્યા બાદ અપાર રેડિયો જોકી બન્યો
અપારે ભણવામાં પિતાની વાત માની લીધી હતી. લોનું ભણવાનું પૂરું કર્યું. ત્યારબાદ દિલ્હી જઈને કોર્પોરેટ કંપની જોઈન કરી પરંતુ ત્યાં મન ન લાગ્યું. પછી એક દિવસ એફએમમાં ઇન્ટરવ્યૂ આપ્યું. ત્યારબાદ તે પણ મુંબઈ ગયો અને પછી ફિલ્મોનો સફર શરૂ થયો.

સ્ક્રિપ્ટ ઓકે કરતા પહેલા આશીર્વાદ લે છે
આયુષ્માન પહેલી કમાણીથી મારા માટે ઘડિયાળ લઈને આવ્યો હતો. અપારશક્તિ એક પર્સ લઈને આવ્યો હતો, જે આજે પણ મારી પાસે છે. જ્યારે બંને વધુ કમાવા લાગ્યા ત્યારે એકે મર્સિડીઝ અને બીજાએ ઓડી કાર ગિફ્ટ કરી હતી. આજેપણ જ્યારે કોઈ સ્ક્રિપ્ટ ઓકે કરવાની હોય ત્યારે અમને ફોન કરીને આશીર્વાદ લે છે ત્યારબાદ જ આગળ વધે છે. હું એ બંનેના ફોન આવ્યા પછી પૂજા કરી લઉં છું અને ત્યારબાદ તેઓ આગળ હા પાડે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ayushmann Khurana's mother poonam khurana interview on mother's day


from Divya Bhaskar https://ift.tt/3fGKaqj
https://ift.tt/3bnD7iG

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...