પીએમ મોદીએ હાલમાં જ દેશવાસીઓને રાષ્ટ્રજોગ સંબંધોન આપ્યું હતું, જેમાં તેણે લોકલ સામાન ખરીદવાની અપીલ કરી હતી. ત્યારબાદ એક્ટ્રેસ નીના ગુપ્તાએ આ અપીલને સમર્થન આપીને એક વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. આ વીડિયોમાં નીના ગુપ્તાએ કહ્યું હતું કે મુક્તેશ્વરમાં હાલમાં લૉકડાઉનને કારણે કોઈ પ્રવાસી નથી અને તેને કારણે સ્થાનિક લોકો પાસે કામ નથી. આથી જ તેમણે અહીંયાની મહિલાઓને સ્વેટર બનાવવાનું કહ્યું હતું.
વીડિયો શૅર કરીને આ વાત કહી
વીડિયો શૅર કરીને નીના ગુપ્તાએ કેપ્શન આપ્યું હતું કે ગોઈંગ લોકલ. ઉલ્લેખનીય છે કે નીના ગુપ્તા છેલ્લાં ઘણાં સમયથી ઉત્તરાખંડના મુક્તેશ્વરમાં પતિ સાથે રહે છે. તેઓ અહીંથી અવાર-નવાર વીડિયો શૅર કરે છે.
View this post on InstagramA post shared by Neena Gupta (@neena_gupta) on May 13, 2020 at 10:54pm PDT
એક હજાર રૂપિયામાં તૈયાર થયું સ્વેટર
વીડિયોમાં નીના ગુપ્તાએ કહ્યું હતું, લોકલ, મેં તો છેલ્લાં 15-20 દિવસથી લોકલ થવાનું શરૂ કર્યું હતું મુક્તેશ્વરમાં હાલમાં કોઈ ટૂરિસ્ટ નથી અને તેથી જ અહીંયા કોઈ કામ નથી. આથી જ મેં અહીંયાની મહિલાઓ પાસે સ્વેટર તૈયાર કરાવ્યા હતાં. આ લીલા રંગનું સ્વેટર છે, જે ઘણું જ સુંદર છે. આ નારંગી રંગનું છે. આ સ્વેટર મને એક હજાર રૂપિયામાં પડ્યું છે.
આ વર્ષે કોઈ કમાણી નહીં થાય
વીડિયોમાં આગળ નીના ગુપ્તાએ કહ્યું હતું, આનાથી કોઈને કામ મળે છે, કોઈને રોજગાર મળે છે અને મને સ્વેટર મળે છે. મેં મોજા પણ લીધા છે. મને ખ્યાલ છે કે આ વર્ષે અહીંયા કોઈ ટૂરિસ્ટ આવશે નહીં. આથી અહીંયાના લોકોને કમાણી થશે નહીં. આથી જ મેં હાલમાં જ મારા પતિ માટે એક સ્વેટર બનાવવા આપ્યું છે. હેન્ડમેડની વાત જ નિરાળી છે. તો ચલો લોકલ બનીએ.
પીએમે લોકલ માટે વોકલ બનવાનું કહ્યું હતું
આ પહેલાં પીએમ મોદીએ પોતાના રાષ્ટ્ર સંજોગ સંબોધનમાં કોરોના સંકટમાં લોકલ મેન્યુફેક્ચરિંગ, લોકલ માર્કેટનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે લોકલ જ આપણી માગ પૂરી શકે તેમ છે. સમયે આપણને શીખવ્યું કે લોકલને આપણો જીવનમંત્ર બનાવવો પડશે. આજે જે ગ્લોબલ બ્રાન્ડ છે, તે એક સમયે લોકલ હતી. ત્યાંના લોકોએ તેનો ઉપયોગ કર્યો અને પ્રચાર કર્યો તો તે પ્રોડક્ ગ્લોબલ બની ગઈ. આથી જ હવે આપણે લોકલ બ્રાન્ડનો પ્રચાર કરવો પડશે અને લોકલ માટે આપણે વોકલ બનવું પડશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2T3K1TM
https://ift.tt/2LufXwt
No comments:
Post a Comment
If you have any doubts please let me know!