Thursday, May 7, 2020

‘રામાયણ’ ફૅમ સુનીલ લહરીએ કહ્યું, ઝાડ નીચે શૂટિંગ દરમિયાન કલાકાર પર પક્ષી ચરકી ગયું હતું

રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહરીએ હાલમાં જ સોશિયલ મીડિયામાં સિરિયલ સાથેના રસપ્રદ કિસ્સા શૅર કર્યાં હતાં.

શું કહ્યું સુનીલ લહરીએ?
સુનીલ લહરીએ કહ્યું હતું કે સિરિયલના એક એપિસોડમાં રામ તથા લક્ષ્મણ અભ્યાસ માટે ગુરુ વશિષ્ઠના આશ્રમ જાય છે. આ સીનના શૂટિંગ દરમિયાન વશિષ્ઠ બનતા સુધીર દલવીની સામે કેમેરો હોય છે, જ્યારે રામ બનેલા અરૂણ ગોવિલ તથા સુનીલ લહેરી કેમેરાની પાછળ હોય છે. જ્યારે શૂટિંગ ચાલતું હતુ ત્યારે સુનીલ લહરી તથા અન્ય લોકો ફન્ની ચહેરો બનાવતા હતાં, જેને કારણે સુધીર દલવી હસી પડતા હતાં. આ રીતે ત્રણથી ચાર વાર ટેક લેવા પડ્યાં હતાં. આથી જ રામાનંદ સાગર ગુસ્સે થઈ ગયા હતાં અને તેમણે સુધીર દલવીને પૂછ્યું હતું કે તેઓ શોટ દરમિયાન શા માટે હસી પડે છે તો તેમણે સુનીલ લહરી તથા અન્ય લોકોના નામ લીધા નહોતાં. તેમણે એવો જવાબ આપ્યો હતો કે આ દાઢી તથા વિંગને કારણે તમને ગલગલીયાં થાય છે.

પક્ષી ચરકી ગયું હતું
અન્ય એક કિસ્સા અંગે વાત કરતાં સુનીલે કહ્યું હતું કે એક સીનમાં કલાકારોએ ઝાડ નીચે ઊભા રહેવાનું હતું. આ દરમિયાન અચાનક જ એક પક્ષી એક કલાકાર પર ચરકે છે. આથી જ તે કલાકાર કપડાં ચેન્જ કરે છે અને બધુ સાફ કરે છે. આને કારણે શૂટિંગમાં મોડું થયું હતું.

સુનીલ લહરીએ ચાહકોને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ સિરિયલ સાથેના રસપ્રદ કિસ્સા આ જ રીતે શૅર કરતા રહેશે.

ઉલ્લેખનીય છે કે દૂરદર્શન પર પુનઃપ્રસારણ થયા બાદ હાલમાં ‘રામાયણ’ સ્ટાર પ્લસ પર આવેછે. 1987માં આ સિરિયલ સૌ પહેલી વાર દૂરદર્શન પર આવતી હતી. આ સિરિયલમાં રામનો રોલ અરૂણ ગોવિલ, સીતાનો રોલ દીપિકા ચિખલિયા તથા રાવણનો રોલ અરવિંદ ત્રિવેદીએ પ્લે કર્યો હતો. મંથરાના રોલમાં લલિતા પવાર તથા દારા સિંહે હનુમાનનોરોલ ભજવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ramayan fame Sunil Lahiri said that a bird flew over the actor during the shooting under the tree,key sequence left Ramanand Sagar angry


from Divya Bhaskar https://ift.tt/3dpBnag
https://ift.tt/2Lbdff6

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...