Thursday, May 7, 2020

બચ્ચન પરિવારે નવ્યા નંદાની ગ્રેજ્યુએશન સેરેમની ઘરે જ મનાવી, કોરોના વાઇરસને કારણે કેન્સલ થઇ હતી

અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતાની દીકરી નવ્યાની ગ્રેજ્યુએશન સેરેમનીને બચ્ચન પરિવારે ઘરે જ સેલિબ્રેટ કરી છે. નવ્યા નંદા બુધવારે ન્યૂ યોર્કની કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ. મહામારી કોરોનાને કારણે ગ્રેજ્યુએશન સેરેમની કેન્સલ થઇ માટે બચ્ચન પરિવારે તેમના ઘર જલસામાં જ આ દિવસ સેલિબ્રેટ કર્યો.

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું કે, ગ્રાન્ડ ડોટર નવ્યા.. યંગ સ્ટુડન્ટના જીવનમાં મહત્ત્વનો દિવસ હોય છે ગ્રેજ્યુએશન દિવસ. તે ન્યૂ યોર્કની કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઇ પણ કોરોના અને લોકડાઉનને કારણે સેરેમની કેન્સલ થઇ. તે જઈ ન શકી, અમે પણ આ મહત્ત્વના દિવસે તેની સાથે રહેવાનો પ્લાન બનાવ્યો હતો. તે ગ્રેજ્યુએશન ગાઉન અને કેપ પહેરવા ઇચ્છતી હતી તો બધું ઘરે જ તૈયાર કર્યું. સ્ટાફે એક ગાઉન અને કેપ ઘરે સીવી દીધા. તેણે એ પહેર્યું અને જલસામાં જ સેલિબ્રેટ કર્યું. તારા પર ગર્વ છે નવ્યા.

નવ્યાને અભિનંદન આપવા માટે તેની માતા શ્વેતાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. ઉપરાંત મામા અભિષેક બચ્ચને પણ પોસ્ટ શેર કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bachchans Celebrate Navya Nanda's Graduation Day at Jalsa as Ceremony Stalled Due to COVID-19


from Divya Bhaskar https://ift.tt/2yqGWGD
https://ift.tt/3dphiAS

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...