Monday, May 4, 2020

રિશી કપૂરની અસ્થિઓનું વિસર્જન બાણગંગા તળાવમાં કરવામાં આવ્યું, લૉકડાઉનને કારણે હરિદ્વાર જવાની પરવાનગી ના મળી

રિશી કપૂરની અસ્થિઓનું વિસર્જન રવિવારે, 3 મેના રોજ કરવામાં આવ્યું હતું. અસ્થિ વિસર્જન માટે તેમનો દીકરો રણબીર, પત્ની નીતુ, દીકરી રિદ્ધિમા, ફિલ્મમેકર અયાન મુખર્જી તથા એકટ્રેસ આલિયા ભટ્ટ મુંબઈના માલાબાર હિલ સ્થિત પ્રાચીન તળાવ બાણગંગા આવ્યા હતાં. પૂજા-વિધિ બાદ અહીંયા રિશી કપૂરની અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. તમામ લોકોએ લૉકડાઉન પ્રોટોકોલનું પાલન કર્યું હતું. તમામના ચહેરા પર માસ્ક હતો. અસ્થિ વિસર્જનના એક દિવસ બાદ નીતુ સિંહે મુંબઈની હોસ્પિટલ એચ એન રિલાયન્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

હરિદ્વાર જવાની પરવાનગી ના મળી
રિશી કપૂરના મોટાભાઈ રણધીર કપૂરે કહ્યું હતું કે તેમણે બીજી મે, શનિવારના રોજ પ્રેયર મીટનું આયોજન કર્યું હતું અને ત્રીજી મેના રોજ બાણગંગામાં અસ્થિ વિસર્જન કર્યું હતું. તંત્રે તેમને હરિદ્વાર જવાની પરવાનગી આપી નહોતી. તેથી જ તેમણે અહીંયા અસ્થિ વિસર્જન કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રાર્થના સભામાં પાંચ-છ સભ્યો જ હાજર રહ્યાં હતાં
રિશી કપૂરની પ્રાર્થના સભા શનિવાર (2 મે)ના રોજ તેમના પાલી સ્થિત ઘરમાં યોજવામાં આવી હતી. પ્રાર્થના સભામાં પરિવારના માત્ર પાંચથી છ લોકો જ હાજર રહ્યાં હતાં. દીકરી રિદ્ધિમા પ્રાર્થનાસભાના સમયે પહોંચી ગઈ હતી. લૉકડાઉનને કારણે તે પિતાના અંતિમ દર્શન કરી શકી નહોતી. તે પિતાના નિધનના બે દિવસ બાદ દિલ્હીથી મુંબઈ બાય રોડ આવી હતી. તેણે વીડિયો કોલની મદદથી પિતાના અંતિમ સંસ્કાર જોયા હતાં.

રિશી કપૂરની પ્રાર્થનાસભામાં નીતુ સિંહ તથા રણબીર કપૂર

નીતુએ હોસ્પિટલનો આભાર માન્યો
નીતુએ રિશી કપૂરની તસવીર શૅર કરીને એચ એન હોસ્પિટલનો આભાર માન્યો હતો. નીતુએ કહ્યું હતું, એક પરિવાર તરીકે આપણી અંદર ગુમાવવાની ભાવના વધુ હોય છે પરંતુ જ્યારે અમે સાથે બેસીએ છીએ અને છેલ્લાં કેટલાંક મહિનાઓ તરફ નજર કરીએ તો અમને આભારની લાગણી અનુભવાયછે. એચ એન હોસ્પિટલના ડોક્ટર્સનો આભાર. ડોક્ટર તરંગ જ્ઞાનચંદાનીની પૂરી ટીમ, ડોક્ટર્સ, ભાઈ, નર્સે મારા પતિનું એ રીતે ધ્યાન રાખ્યું કે જાણે એ તેમના જ ઘરના સભ્ય હોય. અમને દરેક બાબતો માટે સલાહ આપી. હું દિલથી તેમનો આભાર વ્યક્ત કરું છું.

દીકરી-જમાઈએ ઈન્સ્ટા સ્ટોરીમાં રિશી કપૂરને યાદ કર્યાં
દીકરી રિદ્ધિમાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં પિતાની તસવીર શૅર કરી હતી. જમાઈ ભરત સાહનીએ અસ્થિ વિસર્જનની તસવીર શૅર કરીને સસરા રિશીને યાદ કર્યાં હતાં.

30 એપ્રિલના રોજ નિધન
ઉલ્લેખનીય છે કે બે વર્ષ લ્યૂકેમિયાના કેન્સર સામે લડ્યાં બાદ રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ સવારે 8.45 વાગે મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં નિધન થયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rishi Kapoor's ashes are-immersed in Banganga Lake, no permission to go to Haridwar due to lockdown


from Divya Bhaskar https://ift.tt/35vg8kE
https://ift.tt/2KTp49U

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...