Wednesday, May 6, 2020

સલમાન ખાનની ‘રાધે ’ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે, સારી ઓફર મળશે તો નિર્ણય લેવાશે

લૉકડાઉનને કારણે થિયેટર્સને ડિજિટિલ પ્લેટફોર્મ તરફથી બરોબરની ટક્કર મળી રહી છે. ટ્રેડ પંડિતો તથા પ્રોડ્યૂસર્સે કહ્યું હતું કે તમામ ડિજિટિલ પ્લેટફોર્મે અત્યાર સુધી બની ગયેલી ફિલ્મ તથા વેબ શો માટે સંપર્ક કર્યો છે. તેઓ 1500થી 2000 કરોડ સુધીનો રોકાણ કરવા તૈયાર છે. પ્રોડ્યૂસર્સને સારી ડીલ મળશે તો તેઓ આ અંગે વિચારી શકે છે. હાલમાં જ ન્યૂઝ હતાં કે સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’ને ડિજિટિલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવા માટે ડિરેક્ટર તૈયાર છે. આ અંગેની સત્તાવાર માહિતી દિવ્યભાસ્કરને સલમાન ખાનના નિકટના સૂત્રો પાસેથી મળી છે.

એક વર્ષ સુધી મેકર્સ રાહ જોવા તૈયાર નથી
સલમાન ખાન પ્રોડક્શનની બિઝનેસ ડીલ જોતા જોર્ડી પટેલે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ઈન્ડિયન પ્રોડ્યૂસર્સ હાલ એવી સ્થિતિમાં નથી કે આગામી એક વર્ષ સુધી ફિલ્મ રિલીઝની રાહ જુએ. અનેક ડિપાર્ટમેન્ટના લોકોનું ઘણું બધું દાવ પર લાગેલું હોય છે. અક્ષય કુમારની ‘લક્ષ્મી બોમ્બ’ પણ હોટ સ્ટાર પર રિલીઝ થઈ શકે છે. જો ‘રાધે’ માટે આવી કોઈ તક મળે તો તેઓ ડિજિટલ પ્લેટફોર્મ પર જવા તૈયાર છે.

લોકોને થિયેટરમાં જતા ડર લાગશે
વધુમાં જોર્ડી પટેલે કહ્યું હતું કે તેમની ફિલ્મ હજી પૂરી થઈ નથી. આથી તેઓ આ અંગે વિચારતા નથી. જૂન-જુલાઈ સુધી મુંબઈ જેવી જગ્યાઓએ લૉકડાઉન રહેશે, તેવા ન્યૂઝ છે. જ્યાં સુધી રસી નથી આવતા ત્યાં સુધી વાઈરસ જીવનમાં રહેવાનો છે. આવામાં પબ્લિક પ્લેસ પર કોણ જશે? બાજુમાં કોણ બેઠું છે કોને ખબર? મનમાં સતત આ ડર રહેશે. મુંબઈ કલેક્શનની રીતે સૌથી મોટી ટેરિટરી છે.

સલમાનની ફિલ્મનો બિઝનેસ સામાન્ય રીતે 300-350 કરોડની આસપાસ હોય છે. આટલી મોટી રકમ ડિજિટલ પ્લેટફોર્મ આપશે? આ સવાલના જવાબમાં જોર્ડી પટેલે કહ્યું હતું કે કેલક્યુલેશન તો એ જ છે. 300 કરોડનો બિઝનેસ થાય તો તમારા હાથમાં 150-160 કરોડ આવે છે. તે હિસાબે ડિજિટલ પ્લેટફોર્મ ઓફર કરશે.

જો ડિજિટલ પ્લેટફોર્મ 250-300 કરોડની ઓફર કરે તો સલમાનની ફિલ્મ રિલીઝ કરવામાં આવશે? તેના જવાબમાં જોર્ડીએ કહ્યું હતું કે જો આટલી રકમની ઓફર આવે છે તો તેને લઈને વિચાર કરવામાં આવશે. ફિલ્મનું બજેટ પણ જોવામાં આવશે. તેઓ ડિજિટલ પ્લેટફોર્મ માટે ઓપન છે. ફિલ્મને થિયેટરમાં જ રિલીઝ કરવામાં આવે એવી કોઈ કસમ લીધી નથી. થિયેટર જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી તેઓ બેસી રહી શકે તેમ નથી. એકાદ ફિલ્મ તેઓ અહીંયા રિલીઝ કરી શકે છે. જોકે, તેઓ ઈચ્છે છે કે બિગ ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ થાય. ચાહકો પણ એમ જ ઈચ્છે છે. જોકે, પરિસ્થિતિ સારી નથી અને ફિલ્મ બનીને તૈયાર છે, તો તેને રિલીઝ કરી દેવી જોઈએ.

ડિજિટલ પ્લેટફોર્મ 1500-2000 કરોડનું રોકાણ કરશે
હાલમાં ઝી5 પર ‘બમફાડ’ ફિલ્મ રિલીઝ કરનાર પ્રોડ્યૂસર પ્રદિપ કુમારે કહ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મની આક્રમક યોજના છે. આગામી દિવસોમાં તે 1500-2000 કરોડ સુધીનું રોકાણ કરવા તૈયાર છે. તેમને ચોક્કસ રકમ ખ્યાલ નથી પરંતુ આ આંકડાંથી સહેજ પણ ઓછી રકમ નથી. બિગ બજેટ ફિલ્મ ગણતરીની જ હોય છે. મોટાભાગની ફિલ્મ મીડિયમ તથા સ્મોલ બજેટની હોય છે. આ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરી શકાય છે. લૉકડાઉનમાં ફિલ્મ જોવાની આદત બદલાઈ ગઈ છે. બની શકે છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર વધુ કન્ટેન્ટ જોવા મળે. જ્યાં સુધી લૉકડાઉન છે અને કોરોનાની રસી નહીં આવે ત્યાં સુધી લોકો ડિજિટલ પ્લેટફોર્મ જ જોશે. આ પ્લેટફોર્મે ઓરિજિનલ કન્ટેન્ટ માટે ત્રણથી આઠ કરોડનું બજેટ ફાળવ્યું છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કહ્યું હતું કે આ વાત સાચી છે કે ડિજિટલ પ્લેટફોર્મે તમામનો સંપર્ક કર્યો છે પરંતુ કોઈએ હજી સુધી જવાબ આપ્યો નથી. પ્રોડ્યૂસર્સને લાગે છે કે ફિલ્મ આ પ્લેટફોર્મ રિલીઝ થઈ જશે તો થિયેટર રેવન્યૂ મળશે નહીં. ભારતના સંદર્ભમાં આજે પણ થિયેટરમાંથી જ કલેક્શન વધુ થાય છે. ‘બજરંગી ભાઈજાન’નું ટોટલ કલેક્શન 300-350 કરોડ હતું, આમાં દેશ તથા વિદેશના થિયેટર સામેલ છે. જો ડિજિટલ પ્લેટફોર્મ આટલાં કરોડ ઓફર કરે તો વાત અલગ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Salman Khan's 'Radhe' may be released on digital platform, decision will be taken if good offer is received


from Divya Bhaskar https://ift.tt/3fpZWFK
https://ift.tt/2A4aJFs

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...