Tuesday, May 5, 2020

ઈમ્તિયાઝ અલીના ભાઈના લગ્નમાં રિશી કપૂરનો ‘બારાતી ડાન્સ’, ફિલ્મમેકરે વીડિયો શૅર કર્યો

ફિલ્મમેકર ઈમ્તિયાઝ અલીએ રિશી કપૂરનો જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. ઈમ્તિયાઝ અલીના ભાઈના લગ્નમાં રિશી કપૂરે ડાન્સ કર્યો હતો. આ લગ્ન કાશ્મીરમાં થયા હતાં

વીડિયો શૅર કરીને આ વાત કહી
ઈમ્તિયાઝ અલીએ ઈન્સ્ટા સ્ટોરીમાં વીડિયો શૅર કરીને કહ્યું હતું, કાશ્મીરમાં આરકેનો બારાત ડાન્સ. વીડિયોમાં કેટલાંક મહેમાનો ગીતો ગાતા જોવા મળે છે, જ્યારે રિશી કપૂર ડાન્સ કરે છે.

View this post on Instagram

#riprishikapoor @imtiazaliofficial

A post shared by Khawar Jamsheed (@khawarjamsheed) on May 1, 2020 at 2:48am PDT

ઈમ્તિયાઝે ભાવુક શ્રદ્ધાંજલિ પાઠવી હતી
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઈમ્તિયાઝ અલીએ રિશી કપૂરને ભાવુક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે રિશી કપૂરની તસવીર શૅર કરીને કહ્યું હતું, સમય પસાર થઈ રહ્યો છે. તેઓ મારા સેટ પર હતાં. હું થોડો નર્વસ હતો. તેઓ મોટા કલાકાર હતાં અને મેં તેમની સાથે કામ કર્યું હતું. મેં તેમના ચરણસ્પર્શ કર્યાં અને મને ગાઈડ કરવાનું કહ્યું હતું. તેમણે મને માર્ગદર્શન આપ્યું હતું. અન્ય એક દિવસે મેં તેમને કાશ્મીરમાં મારા ભાઈના લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. કોઈ આટલે દૂર આવે નહી, આ તો માત્ર ફોર્માલિટી હોય છે. તેઓ આવ્યાં અને જ્યારે લગ્નસ્થળ પર જાન આવી તો તેમણે કહ્યું ‘તમે પહેલાં અંદર જાવ, હું પછીથી આવીશ.’ મને ખ્યાલ હતો કે તે વરરાજાને બદલે લોકો તેમને વધારે મહત્ત્વ ના આપે એટલે તેઓ સૌથી છેલ્લે આવ્યાં. આજે તેઓ છોડીને જતા રહ્યાં. આજે કિંમતી બાબત ભૂતકાળ બની ગઈ. જોકે, આ સમય તેમને દૂર લઈ જઈ શકશે નહીં. હું તેમને લાંબા સમયથી મળ્યો નથી. જોકે, હું વિચારું છું કે તેઓ હજી પણ ત્યાં હાસ્ય સાથે છે. હું તેમની સાથે થોડો સમય પસાર કરી શકું છું.

View this post on Instagram

Time is passing. The other day he was on my set. I was nervous, he was the biggest actor I had worked with. I touched his feet and asked him to guide me. He guided me. Another day I invited him to my brother’s wedding in Kashmir. Nobody comes so far, these are formalities. He came. And when the baraat was entering the venue he said -“you guys go in front, I will come in the end”. I understood later that he did not want the attention to shift from the groom to himself. And today he left. Something precious became past today. But this time will not take him away. I haven’t met him for so long anyway, I will think he is still there, smiling. And I can still think of the little time I could spend with him, and smile with him.

A post shared by Imtiaz Ali (@imtiazaliofficial) on Apr 29, 2020 at 10:17pm PDT

ઉલ્લેખનીય છે કે રિશી કપૂરે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ’માં કામ કર્યું હતું. જ્યારે તેમના દીકરા રણબીરે ‘રોકસ્ટાર’ તથા ‘તમાશા’માં ઈમ્તિયાઝ સાથે કામ કર્યું હતું.

30 એપ્રિલના રોજ નિધન થયું હતું
નોંધનીય છે કે બે વર્ષ લ્યૂકેમિયાના કેન્સર સામે લડ્યાં બાદ રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ સવારે 8.45 વાગે મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં નિધન થયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rishi Kapoor's 'Barati Dance' at Imtiaz Ali's brother's wedding, filmmaker shares video


from Divya Bhaskar https://ift.tt/2SCvONB
https://ift.tt/2WwsfJS

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...