Wednesday, June 10, 2020

લોકડાઉનમાં ઘરે રહીને કંગનાનું નવું ટેલેન્ટ બહાર આવ્યું, કવિતા લખ્યા બાદ 1970ની લવ સ્ટોરી થીમ પર પિઆનો વગાડ્યો

કોરોના મહામારીમાં લોકડાઉન શરૂ થતા જ કંગના રનૌત પરિવાર સાથે મનાલીમાં સમય પસાર કરી છે. ફિલ્મ્સના શૂટિંગ બંધ હોવાથી કંગના મનાલીના તેના ઘરે કોઈને કોઈ પ્રવૃત્તિ કરીને સમય પસાર કરી રહી છે. કંગનાની બહેન રંગોલીનો પરિવાર પણ ત્યાં છે. ઘરે રહીને કંગના તેનું ટેલેન્ટ બહાર લાવી રહી છે. હવે તેણે પિઆનો વગાડ્યો છે. સોશિયલ મીડિયા પર તેની ટીમે વીડિયો પણ અપલોડ કર્યો છે.

ઇન્સ્ટા પોસ્ટ નીચે લખ્યું છે કે, કંગના રનૌત ક્લાસિક બની ગઈ, તેણે મનાલીના તેના ઘરે લવ સ્ટોરીની થીમ પર પિઆનો વગાડ્યો. કંગનાએ 1970માં આવેલ હોલિવૂડ ફિલ્મ લવ સ્ટોરીની ટ્યુન વગાડી હતી. લોકોએ કંગનાના આ ટેલેન્ટના ભરપૂર વખાણ કર્યા હતા.

બહેન માટે ઇન્ટિરિયર ડિઝાઈનર બની
રંગોલી ચંદેલ હાલ જ નવા ઘરમાં શિફ્ટ થઇ છે જેનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ખુદ કંગના રનૌતે કર્યું છે. આ વાતની જાણકારી આપતા રંગોલીએ તેની ઇન્સ્ટા પોસ્ટમાં જણાવ્યું કે ઘરની બધી સજાવટ કંગનાએ લોકલ મટિરિયલની મદદથી કરી છે. કંગનાએ શૂટિંગ દરમ્યાન જ ઓનલાઇન ઓર્ડર કરી સામાન મગાવી લીધો હતો. આ માટે રંગોલીએ કંગનાનો આભાર પણ માન્યો છે.

કંગનાએ કવિતા લખી
મનાલીમાં ઘરે રહીને કંગનાએ આસમાન કવિતા લખી અને તેને ડિરેક્ટ પણ કરી હતી. તેનો વીડિયો કંગનાએ થોડા દિવસ પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ કર્યો હતો જેમાં તેણે આ કવિતા બોલી હતી.

અપરાજિત અયોધ્યા ફિલ્મ ડિરેક્ટ કરશે કંગના
ફિલ્મ મણિકર્ણિકા પછી કંગના હવે અપરાજિત અયોધ્યા ફિલ્મ ડિરેક્ટ કરવાના છે. અપરાજિત અયોધ્યાની સ્ટોરી રામ મંદિર અને બાબરી કેસ પર આધારિત છે. આ સિવાય એક્ટ્રેસ તમિળનાડુના પૂર્વ સીએમ જયલલિતાની બાયોપિક થાલાઇવી ફિલ્મમાં દેખાવાની છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Multi talented Kangana Ranot played piano on the love story theme, fans were fascinated by the classic style


from Divya Bhaskar https://ift.tt/2XQZKZv
https://ift.tt/37jzOsh

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...