Wednesday, June 10, 2020

વિદ્યુત જામવાલ પોતાની યુ ટ્યૂબ ચેનલ લોન્ચ કરશે, ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કરીને માહિતી આપી

વિદ્યુત જામવાલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શૅર કરીને ટૂંક સમયમાં પોતાની યુ ટ્યૂબ ચેનલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ વીડિયોમાં તે પોતાના ડોગ સેલ્વાડોર ડાલી સાથે વાત કરે છે. ચાહકોને વિદ્યુતનો આ અંદાજ ઘણો જ પસંદ આવ્યો હતો. વિદ્યુત અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ પર જ ચાહકો તથા ફોલોઅર્સને સ્ટંટ કરવાની ચેલેન્જ આપતો હોય છે.

તારીખ ના કહી પરંતુ લોન્ચિંગ જલ્દી
વીડિયોમાં વિદ્યુત પોતાના ડોગી ડાલીને કહેતો હોય છે, ‘ડાલી, પાણી પર ચાલવું ગમશે તને? આ સાંભળીને ડાલીના બબલ થોટમાં લખાઈને આવે છે કે હવે કોઈ ડરામણો સ્ટંટ નહીં. પછી વિદ્યુત કહે છે, પાણી પર કેવી રીતે ચાલી શકીશ, તે જોવા માટે મારી યુ ટ્યૂબ ચેનલ જરૂરથી જોવી. વીડિયોના અંતે મેસેજ ફ્લેશ થાય છે કે વિદ્યુત જામવાલની યુ ટ્યૂબ ચેનલ ટૂંક સમયમાં આવી રહી છે.’

View this post on Instagram

Salvador Dali and I

A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal) on Jun 9, 2020 at 4:04am PDT

‘ગુડવિલ ફોર ગુડ’ પણ લોન્ચ કર્યું
થોડાં દિવસ પહેલાં વિદ્યુત જામવાલે ભારતની ફાઈનાન્સિયલ ફિટનેસને મજબૂત બનાવવા માટે એક પ્લેટફોર્મ ‘ગુડવિલ ફોર ગુડ’ લોન્ચ કર્યું હતું. આ પ્લેટફોર્મ પર વિદ્યુત નવા આંત્રપ્રિન્યોરને પ્રમોટ કરશે. વિદ્યુતે આ અંગે એક વીડિયો ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો. આ વીડિયોમાં વિદ્યુતે કહ્યું હતું, ‘મારી પાસે અનેક એવા આઈડિયા આવ્યા, જેમાં પરિવર્તન લાવવાની તાકત છે પરંતુ આ આઈડિયા આપનાર લોકો માટે આને બતાવવા માટે કોઈ પ્લેટફોર્મ નહોતું. ‘ગુડવિલ ફોર ગુડ’ હટકે આઈડિયા આપનાર અને તેમના હટકે વિચારોને પ્રમોટ કરશે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vidyut Jammwal to launch his YouTube channel, shares video on Instagram


from Divya Bhaskar https://ift.tt/37ibYNV
https://ift.tt/37j7h6n

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...