Wednesday, June 10, 2020

સિનેમા સંગઠન IMPAA અને FWICEની વચ્ચે વિવાદ, સર્ટિફિકેશનને લઈ CCIમાં ફરિયાદ થઈ

દેશના બે મુખ્ય સિનેમા સંગઠનની વચ્ચે સર્ટિફિકેશનને લઈ વિવાદ વધી ગયો છે. નિર્માતાઓની સંસ્થા IMPAAએ સિને ટેક્નિનિશયન કારીગરોની સંસ્થા FWICE પર ગંભીર આક્ષેપો કર્યાં છે. IMPAAએ પોતાના આક્ષેપમાં કહ્યું હતું કે FWICEએ પોતાને પશ્ચિમ ભારતની એક માત્ર સંસ્થા હોવાનું કહ્યું છે. આક્ષેપ એ પણ છે કે આ સંસ્થાના સભ્યો ના હોય તેવા વર્કર્સ તથા પ્રોડ્યૂસર્સ પાસેથી દંડ લેવામાં આવી રહ્યો છે. આ અંગેની ફરિયાદ હવે CCI (કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા)માં કરવામાં આવી છે.

IMPAAના ચેરમેન ડીપી અગ્રવાલે ફરિયાદમાં કહ્યું હતું, ‘અમને એ જાણીને નવાઈ લાગી કે તમે વારંવાર પ્રતિનિધિત્વ કરી રહ્યાં છો કે તમે જ પશ્ચિમ ભારતના તમામ શ્રમિકો, ટેક્નિશિયન્સ તથા કલાકારોના સંગઠનને નિયંત્રણમાં રાખતી એક માત્ર સંસ્થા છો. તમે તમામ નિર્માતા સંગઠન તથા ઉત્પાદકોને પોતાની સંસ્થા બહારના સભ્યો સાથે કામ કરવાની પરવાનગી આપવાનો ઈનકાર કર્યો છે.’

પાંચ લાખ વર્કર્સ હોવાનો દાવો ખોટો
વધુમાં અગ્રવાલે કહ્યું હતું, ‘FWICEએ દાવો કર્યો છે કે તે પાંચ લાખ શ્રમિકોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે સાચી વાત એ છે કે તમારા કાર્યકર્તાઓની સંખ્યા પચાસ હજારથી પણ ઓછી છે. તમારા કોષાધ્યક્ષ શ્રી ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવના વીડિયો રેકોર્ડિંગથી આ વાતની પુષ્ટિ થઈ હતી, તેમાં કહેવામાં આવ્યું હતું કે મજૂર સંઘના કુલ સક્રિય સભ્યો, તમામ લાઈટમેન, સ્ટાફ, સ્પોટ તથા પ્રોડક્શન બોય, કળા વિભાગના તમામ વર્કર તથા પ્રોડક્શન ક્રૂના વર્કર માત્ર બાર હજાર છે. તમારા તમામ સહયોગીની સંખ્યા પચાસ હજારથી વધુ હોઈ શકે નહીં.’

‘તમને એ પણ ખ્યાલ છે કે તમે મનોરંજન ઉદ્યોગમાં એક માત્ર સંગઠન નથી. શિવસેના ચિત્રપટ શાખા, ફિલ્મ ક્રાફ્ટ ફેડરેશન, મરાઠી ચિત્રપટ મહામંડલ તથા ભાજપ, કોંગ્રેસ, મનસે જેવા અન્ય એસોસિયેશન પણ છે. આથી માત્ર કલ્પનાના આધાર પર તમે તમામ શ્રમિકોના એક માત્ર પ્રતિનિધિ હોવાનો દાવો કરીને તમામને ગેરમાર્ગે દોરી રહ્યાં છો.’

‘આદેશના ઉલ્લંઘન પર દરેક પ્રસંગે IMPAA પોતાના નિર્ણયની યાદ અપાવે છે અને તમને કાયદાનું ઉલ્લંઘન નહીં કરવાની સલાહ આપે છે. CCIના નિર્ણયને સુપ્રીમ કોર્ટ સમાન દરજ્જો મળેલો છે અને માત્ર સુપ્રીમ કોર્ટમાં જ પડકારી શકાય છે. જોકે, તમે CCIના નિર્ણયની અવહેલના કરીને ઉત્પાદકો તથા પોતાના સ્વયંના સાથીઓને સૂચનો આપ્યા છે. આની વિરુદ્ધ એક નિર્માતા કોન્ટિલો પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડે CCIનો સંપર્ક કર્યો હતો. આ અંગે તમે તારીખ 29-3-18 / 26-11-18ના રોજ બહિષ્કારનો પત્ર રિલીઝ કર્યો હતો. તમે મેસર્સને 30-11-18ના રોજ ધમકીભર્યો પત્ર પણ આપ્યો હતો.’

લોકો પર દંડ ફટકારવો એ નિયમનું ઉલ્લંઘન છે
ટીપી અગ્રવાલે કહ્યું હતું, ‘તમારે તથા તમારા સાથીઓએ એ વાત સમજવી પડશે કે સમય બદલાયો છે. કોઈ પણ શરત નક્કી કરી શકે નહીં. દરેકે સંયુક્ત રીતે કામ કરવાનું રહેશે અને પૂર્ણ સહયોગ આપવો પડશે, નહીંતર ઉત્પાદક તથા ઉદ્યોગ રહેશે નહીં. નિર્માતા પોતાની પસંદના કોઈ પણ વ્યક્તિની સાથે કામ કરવા માટે સ્વતંત્ર છે. નિર્માતાપોતાની નક્કી કરેલી કિંમત પર તે એસોસિયેશનના સભ્ય હોય કે ના હોય તે તમામ વ્યક્તિ સાથે કામ કરવા માટે મુક્ત છે. કોઈને પણ માત્ર પોતાના સભ્યોને જ રોજગારી આપવા પર ભાર આપવો તથા શૂટિંગ રોકવાનો અધિકાર નથી. નોન-મેમ્બર્સને કામ પર રાખવા અને તેમને દંડ ફટકારવો એ CCIએ નક્કી કરેલા કોમ્પિટિશન એક્ટના નિયમોનું ઉલ્લંઘન છે. નિર્માતા સ્વંત્રત છે, તેને કામ કરવા માટે પૂરી સ્વંત્રતતા છે. નક્કી કરેલા વિચાર પર કોઈ પણ હસ્તક્ષેપ કરી શકે નહીં અથવા અયોગ્ય માગણી મૂકી શકે નહીં, કારણ કે આ કાયદાનું ઉલ્લંઘન છે.

‘IMPPA તમને સ્પષ્ટ રીતે પોતાના કર્મચારીઓની કુલ સંખ્યા તથા CCI દ્વારા તમારી પર લગાવેલા પ્રતિબંધો અંગે જણાવે છે. આ સુનિશ્ચિત કરવું તમારું કર્તવ્ય છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમારા કોઈ પણ સાથી ફિલ્મ, ટીવી કે અન્ય મનોરંજન પ્લેટફોર્મ કે નિર્માતા વિરુદ્ધ કોઈ પણ પ્રકારની મજબૂત રણનીતિનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો તમે તથા તમારા સાથીઓ આમ કરે છે તો તે પૂરી રીતે પોતાના જોખમે આમ કરશે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Dispute between cinema organization IMPAA and FWICE, complaint lodged with CCI over certification


from Divya Bhaskar https://ift.tt/2zk2GUR
https://ift.tt/3cQhoAP

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...