Tuesday, June 16, 2020

નવાઝના ભાઈએ ભાભી આલિયા પર એક્સટૉર્શન તથા બ્લેક મેલિંગનો કેસ ફાઈલ કર્યો, શમાસે કહ્યું, મારે નવાઝની પત્ની પાસેથી 2.16 કરોડ રૂ. લેવાના છે

એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી હાલમાં પર્સનલ લાઈફને લઈ વિવાદનો સામનો કરી રહ્યો છે. તેની પત્ની આલિયા સિદ્દીકીએ તેને ડિવોર્સ નોટિસ મોકલી છે. હવે નવાઝના ભાઈએ આલિયા પર પૈસાને લઈ આક્ષેપો કર્યાં છે. શમાસે આલિયા પર એક્સટૉર્સન તથા બ્લેક મેલિંગનો કેસ ફાઈલ કરવામાં આવ્યો છે.

આ કેસ આલિયા સિદ્દીકીએ પ્રોડ્યૂસ કરેલી ફિલ્મ ‘હોલી કાઉ’ને લઈ કરવામાં આવ્યોછે. શમાસસિદ્દીકીએ કહ્યું હતું કે તેમાં તેના પૈસા હતાં. અત્યાર સુધી આલિયાસિદ્દીકીએ પૈસા પરત કર્યાં નથી. આ અંગે દિવ્ય ભાસ્કરે બંને સાથે વાત કરી હતી.

‘આલિયાને મેં 2.16 કરોડ રૂપિયા આપ્યા હતાં’
શમાસે આલિયા પર અનેક આક્ષેપો કર્યાં હતાં. તેમણે કહ્યું હતું, ‘મેં આલિયાને લેખિતમાં 2.16 કરોડ રૂપિયા તેની પ્રોડ્યૂસ કરેલી ફિલ્મ ‘હોલી કાઉ’ માટે આપ્યા હતાં. આ પૈસા આલિયાએ સાઈન કરેલા લેટર (4/4/2019) પ્રમાણે 90 દિવસની અંદર પરત કરવાના હતાં. કંપનીમાં આલિયાનો 25 ટકા હિસ્સો છે. જોકે, ફિલ્મ માટે મેંમારા પર્સનલ અકાઉન્ટમાંથી પૈસાઆપ્યા હતાં. હવે હું આલિયા પર એક્સટૉર્શન તથા બ્લેક મેલિંગનો કેસ ફાઈલ કરી રહ્યો છું.’

પહેલી નોટિસ જુલાઈ 2019માં મોકલી હતી
શમાસના મતે, ‘90 દિવસના હિસાબે પૈસા પરત કરવા માટે મેં પહેલી નોટિસ ઈમેલથી જુલાઈ 2019ના રોજ મોકલી હતી. તો છેલ્લી નોટિસ ફેબ્રુઆરી 2020માં મોકલી હતી. જોકે, યોગ્ય જવાબ ના મળવાને કારણે હવે મેં આ કેસ માટે વકીલ રોક્યો છે. હવે, આલિયા પોતાના તથાનવાઝભાઈના કેસમાં મારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી રહી છે. જ્યારે હું તો એક વર્ષથી પૈસા માગી રહ્યો છું.’

નવાઝ સાથે જોડાયા બાદ હું કરોડો કમાવવા લાગ્યો
શમાસે કહ્યું હતું, ‘નવાઝ ભાઈની સાથે મારા બિઝનેસના સંબંધો છે. હું 2007થી 2012 સુધી ટીવી ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ડિરેક્ટર રહ્યો અને પછી નવાઝ ભાઈની સાથે બિઝનેસ મેનેજર તરીકે કામ કરવા લાગ્યો. આ માટે હું સારો એવો ચાર્જ લેતો હતો. ત્યારથી દરેક ફિલ્મમાંથી મારી કરોડોની કમાણી થતી હતી. આલિયા મારી સારી મિત્ર હતી અને મેં હંમેશાં કરિયરમાં તેનો સપોર્ટ કર્યો હતો.’

મને તેમના ડિવોર્સથી કોઈ મતલબ નથી
શમાસે કહ્યું હતું, ‘મારેઆ બંનેના ડિવોર્સને લઈ કંઈ કહેવું નથી. મને માત્ર મારા પૈસાથી મતલબ છે. મેં આલિયા પાસેથી તેની ફિલ્મ માટે લેખિત રીતે કોઈ પણ નામ કે ફિલ્મ વેચાયા બાદ કોઈ પણ પ્રકારના પ્રોફિટની ડિમાન્ડ કરી નહોતી. એગ્રીમેન્ટ બાદ પણ હું આલિયાને પૈસા આપતો હતો, જેથી ફિલ્મ તૈયાર થાય અને વેચાઈ શકે, ત્યારબાદ મારા પૈસા મને પરત મળે.’

IMPPAમાં આલિયા વિરુદ્ધ અનેક ફરિયાદો
શમાસના મતે, ‘IMPPAમાં પણ આલિયા વિરુદ્ધ અનેક ફરિયાદ છે અને અનેક લોકોએ પોતાના પૈસા માટે સોશિયલ મીડિયામાં વાત કરી હતી. આલિયા સિદ્દીકીની એક મિત્ર તથા ફિલ્મનીકો-પ્રોડ્યૂસરે પણ પોલીસમાં તેની વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ સિવાય મારે આલિયા સાથે કોઈ ઝઘડો થયો નથી.’

નવાઝના ભાઈ શમ્સુદ્દીન સિદ્દીકીની ફરિયાદની નકલ

આલિયાએ શમાસના આક્ષેપોને ખોટા ગણાવ્યા
બીજી તરફ આલિયાએ પણ પોતાનો પક્ષ મૂકતા કહ્યું હતું, ‘હું તો ઓલરેડી 100 કરોડની માલકિન છું. નવાઝ સાથે હજી સુધી મારા ડિવોર્સ થયા નથી. તો હું કેમ શમાસ પાસેથી સવા બે કરોડ રૂપિયા માગું. તે મારા પૈસા છે અને મેં કંપનીમાંથી ઉઠાવ્યા હતાં. આ કંપનીમાં મારો 25 ટકા ભાગ છે.’

શમાસ પાસે મેં જવાબ માગ્યો છે
વધુમાં આલિયાએ કહ્યું હતું, ‘મેં મેલ કરીને જવાબ માગ્યો હતો કે આખરે તે કંપનીમાં આટલા પૈસા આવે છે ક્યાંથી. આવું એટલા માટે કે કંપની વચ્ચે ફ્રોડમાં જતી રહી હતી. તેના પર કેસ કરવામાં આવ્યો હતો તો મેં જવાબ માગ્યો હતો કે પૈસા આખરે આવ્યા ક્યાંથી કે કંપની ફ્રોડમાં જતી રહી.મેં લેખિત જવાબ માગ્યો હતો, જે હજી સુધી મને આપવામાં આવ્યો નથી.’

આક્ષેપ મૂકવો જ હતો તો 50 કરોડનો મૂકવો હતો ને
આલિયાએ આગળ કહ્યું હતું, ‘સવા બે કરોડની વાત તો મને બહુ જ ચીપ લાગી. આક્ષેપ મૂકવો જ હતો તો ઓછામાં ઓછા 50 કરોડ તો કહેવા હતાં. હજી પણ હું 100 કરોડની માલકિન છું. મારા ડિવોર્સ થોડી થયા છે. એ જેટલાંની વાત કરે છે, એટલાં તો હું વર્ષમાં ખર્ચી નાખું છું.’

પૈસાની ખોટી એન્ટ્રી કરતો હતો
આલિયાના મતે, ‘શમાસ પૈસાની એન્ટ્રીખોટી કરતો હતો. હું નવાઝ પાસેથી દર મહિને પૈસા લેતી હતી. તો શમાસ પોતાના અકાઉન્ટમાં તો ક્યારેક કંપનીના અકાઉન્ટમાં પૈસાની એન્ટ્રી કરતો હતો. કારણ કે અકાઉન્ટનું તમામ કામ શમાસ જ જોતો હતો. હવે મને શું ખબર કે શમાસ ક્યા ક્યાં એન્ટ્રીકરતો હતો.’

શમાસની પાસે આટલા પૈસા આવ્યા ક્યાંથી?
આલિયાએ સવાલ કર્યો હતો, ‘મારો સવાલ એ છે કે શમાસ પાસે આટલા પૈસા આવ્યા ક્યાંથી? મેનેજરની પાસે આટલા પૈસા ક્યાંથી હોય કે તે મને પૈસા આપે. મહિને પાંચ લાખનો ખર્ચ કરું છું. આટલો તો મેનેજરનો પગાર પણ હોતો નથી. રહ્યો સવાલ નવાઝ પાસે પૈસા માગવાનો તો તે બાળકો માટે માગ્યા છે. એ પણ ફિક્સ્ડ ડિપોઝિટના રૂપમાં, જેથી પૈસા ક્યાંય જાય નહીં.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Nawaz's brother files extortion and blackmailing case against sister-in-law Alia


from Divya Bhaskar https://ift.tt/2N3xWuw
https://ift.tt/3hueAwG

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...