Tuesday, June 9, 2020

25 વર્ષથી ફ્રેન્ડ રાખીએ કિસ્સા શેર કર્યા, કહ્યું - આ છોકરીએ તેના કામ સાથે લગ્ન કરી લીધા છે, જન્મી ત્યારથી જ સેટલ છે

ટેલિવિઝન ક્વીન તરીકે જાણીતી પ્રોડ્યુસર એકતા કપૂરે 7 જૂનના તેનો 45મો જન્મદિવસ મનાવ્યો. એકતા જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેણે હમ પાંચ સિરિયલથી ટેલિવિઝનની દુનિયામાં એન્ટ્રી લીધી હતી. એકતા કપૂરના જન્મદિવસ પર દિવ્ય ભાસ્કર એપની એક્ટ્રેસ રાખી વિજયન સાથે ખાસ વાત થઇ જે એકતાના ઘણા પ્રોજેક્ટ્સમાં સામેલ હતી.

એકતાના પહેલો શો હમ પાંચ હોય કે હાલમાં પ્રોડ્યુસ કરેલ શો નાગિન 4, રાખીએ તેની સાથે કામ કર્યું છે. એકતા અને રાખી 25 વર્ષથી પણ વધુ સમયથી મિત્રો છે. રાખી કહે છે કે, તેના માટે લગ્ન જરૂરી નથી. આ છોકરી જે દિવસે જન્મી તે જ દિવસથી સેટલ છે. તેના પૈસામાં ઘણી બરકત છે આ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો જાણે છે. જો કોઈને એકતાનો સાથ મળી ગયો તો તે પ્રોપર્ટી પર પ્રોપર્ટી ખરીદી શકે છે.

ભગવાનના આશીર્વાદ છે
16 વર્ષની ઉંમરમાં એકતાએ તેનું પ્રોડક્શન હાઉસ શરૂ કરી દીધું હતું. તેના પહેલો શો હમ પાંચની સ્ટારકાસ્ટમાં હું હતી અને સાથે જ નાગિન 4 જે તેણે હાલમાં જ બનાવ્યો છે તેમાં પણ હું સામેલ છું. આટલા વર્ષોમાં તેનામાં કોઈ ફેરફાર નથી થયો. ફેરફાર એટલે ન આવ્યો કારણકે તે પહેલેથી જ ક્રિએટિવ રહી છે. હા, હવે તે થોડી સુપિરિયર થઇ ગઈ છે. મારા મત મુજબ તે ભગવાનના આશીર્વાદ છે, એમ જ તે ક્વીન નથી ગણાતી.

ખુદને પરફેક્ટ સાબિત કરવામાં કોઈ કસર નથી છોડતી
હમ પાંચ વખતે 16 વર્ષની ઉંમરે પણ તે તેના કામને લઈને ઘણી અગ્રેસિવ હતી. મને યાદ છે કે સેટ પર તે કામ સિવાય કઈ જ સાંભળવા માગતી ન હતી. તે સમયે તેનું પ્રોડક્શન હાઉસ શરૂ જ થયું હતું. તે રોજ તેના કામનું રિઝલ્ટ માગતી હતી. દરરોજ સેટ પર આવીને અમારા કેરેક્ટરનું બ્રિફિંગ કરતી હતી. તે ખુદને પરફેક્ટ સાબિત કરવામાં કોઈ કસર છોડતી ન હતી.

આ છોકરીએ તેના કામ સાથે લગ્ન કરી લીધા છે
એકતાને તેના એક્ટર્સ સાથે ડીલ કરતા સારી રીતે આવડે છે. શૂટિંગ સમયે એવો માહોલ બનાવી દેતી કે આસપાસના એક્ટર્સ જાતે જ કામ કરવા માટે પ્રોત્સાહિત થઇ જતા હતા. આ રીત તે ઘણા સમયથી વાપરી રહી છે અને કદાચ એટલે જ એક્ટર્સ તેની સાથે કામ કરવાની ના નથી પાડતા.

તે તેના ટીવી કેરેકટર્સને ઘણો પ્રેમ કરે છે. જ્યારે પણ તે શો લોન્ચ કરશે ત્યારે તેની એ જ ઈચ્છા હશે કે શોના દરેક કેરેક્ટરના નામ લોકોની જીભે હોય. તે તેના દરેક કેરેક્ટરને સુપરહિટ બનાવવા માટે રાત દિવસ એક કરી નાખતી. આ છોકરીએ તેના કામ સાથે લગ્ન કરી લીધા છે. હું આને તેનો કામ સાથેનો ક્રેઝી લવ અફેર કહીશ. તેના નજીકના દરેક વ્યક્તિને ખબર છે કે તે તેના કામની પાછળ પાગલ છે.

જો કોઈ તેની એક્સપેક્ટેશન પર ખરા સાબિત ન થાય તો તે ગુસ્સે થઇ જાય છે
એકતાને ગુસ્સો ત્યારે આવે છે જ્યારે કોઈ તેનું કામ યોગ્ય રીતે ન કરે. જેમ મેં પહેલાં જ કીધું કે તે એટલા પૈસા આપે છે જેટલા ઇન્ડસ્ટ્રીમાં કોઈ નથી આપતું. હવે જ્યારે પૈસા આપશે તો એક્સપેક્ટેશન તો રાખશે જ ને, જો કોઈ તેની આશા પર ખરા સાબિત ન થાય ત્યારે તે ગુસ્સો કરે છે.

કોઈ તેના કામને હળવાશથી લે તે જરાપણ નથી ગમતું
હું અને એકતા એકબીજાને પહેલેથી ઓળખીએ છીએ, તેનું પ્રોડક્શન હાઉસ શરૂ થયા પહેલેથી. અમે બધા બાંદ્રામાં રહેતા હતા અને પાલી હિલ વિસ્તારમાં મળતા હતા. બાળપણથી જ તે એમ્બિશિયસ હતી. તેણે જ્યારે પહેલો શો ઓફર કર્યો ત્યારે ના કેમ પાડતી. એક વાત છે જે એકતાને જરાપણ નથી ગમતી અને એ છે કે કોઈ તેના કામને હળવાશથી લે. તેનું બસ એટલું માનવું છે કે જો તે તેના 24 કલાક આપી શકે છે તો લોકો તેમનું સમર્પણ કેમ નથી આપી શકતા? તેને એવા જ લોકો પસંદ છે જે મહેનતુ છે. આવા લોકો એકતાને જલ્દી ઈમ્પ્રેસ કરી લે છે.

એસ્ટ્રોલોજીની ગણતરી પણ ઘણો ભરોસો છે
એકતા અને જ્યોતિષ વચ્ચે પણ એક ગાઢ સંબંધ છે. તે તેના કામને લઈને એટલી પેશનેટ છે કે તે તેના દરેક પહેલુંને પરખવા ઈચ્છે છે. લોકો તેના આ એસ્ટ્રોલોજી કનેક્શનની ઘણી ચર્ચા કરે છે. તે એસ્ટ્રોલોજીની ગણતરી પણ ઘણો ભરોસો કરે છે. ઉપરવાળાની દયાથી તેની પાસે બધું જ છે તેમ છતાં તે એક વસ્તુની પ્રાર્થના રોજ કરે છે અને જે તે સુપરહિટ પ્રોજેક્ટ્સ અને ટીઆરપી. તે છોકરી ઊંઘ પણ નથી કરતી. જો એના શોની ટીઆરપી સારી આવી જાય તો જાણે એની બધી દુઆ કબુલ થઇ છે.

તેને ચાઈનીઝ ફૂડ ખૂબ ભાવે છે
તેને ખાવાનો ઘણો શોખ છે. તે ચાઈનીઝ ખાવાની શોખીન છે. સામાન્યરીતે તે ડાયટ પર રહે છે પણ જ્યારે તેનો ચીટ ડે હોય તો તે દિવસે તે ચાઈનીઝ જરૂર ખાય છે. ચાઈના ગાર્ડન કરીને એક રેસ્ટોરાં હતી જ્યાં તે અમને ટ્રીટ આપતી હતી.

આજેપણ તેનો ચાઈનીઝ ફૂડ માટેનો પ્રેમ ઓછો થયો નથી. તેનો પહેલો પ્રેમ કામ, બીજો જમવાનું અને ત્રીજો ફરવાનો. તેને આખી દુનિયા જોવાનો શોખ છે અને તે તેને પૂરો પણ કરી રહી છે. તેના ફેમિલીને લઈને ઘણી ઈમોશનલ છે. પપ્પા અને મમ્મીની સૌથી નજીક છે. પહેલા દિવસથી તેની એક જ ઈચ્છા રહી છે કે તેમને ક્યારેય દુઃખી ન કરે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ekta Kapoor Friend Rakhi narrated stories about her, said 'This girl is married to work, has settled since the day she was born


from Divya Bhaskar https://ift.tt/3dNbku9
https://ift.tt/3f8EsvU

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...