Tuesday, June 9, 2020

ઈરફાનના નિધન બાદ શૂજિત સરકાર હજુપણ તેને યાદ કરી રહ્યા છે, કહ્યું- તેમનો ચહેરો હંમેશાં મારી આંખ સામે ફરતો રહે છે

ફિલ્મમેકર શૂજિત સરકાર મિત્ર ઈરફાન ખાનના મૃત્યુથી હજુ દુઃખી છે. તેમણે હાલમાં મિડ ડે સાથે કરેલ વાતચીતમાં કહ્યું કે, હું રોજ ઈરફાનને યાદ કરું છું. તેમનો ચહેરો હંમેશાં મારી આંખ સામે ફરતો રહે છે. જ્યારે ઈરફાનની સારવાર ચાલી રહી હતી ત્યારે મારું તેમની સાથે ઘણું સારું બોન્ડિંગ થઇ ગયું હતું.

શૂજિતે આગળ જણાવ્યું કે, છેલ્લા 10 દિવસ ઈરફાન જ્યારે હોસ્પિટલમાં એડમિટ હતા ત્યારે તેમની પત્ની સુતપા અને મોટા દીકરા બાબીલ પાસેથી ઈરફાનની તબિયત વિશે જાણી લેતો હતો. બાબીલે મને 29 એપ્રિલે સવારે તેમના મૃત્યુ વિશે જણાવ્યું. મને હજુ પણ લાગે છે કે ઈરફાન મારી સાથે છે. હું તેમના મૃત્યુના દુઃખમાંથી ક્યારેય બહાર નહીં આવી શકું. ઈરફાન ખાને શૂજિત સરકાર સાથે પીકુ ફિલ્મમાં કામ કર્યું હતું.

સરદાર ઉધમ સિંહની પહેલી ચોઈસ ઈરફાન ખાન
શૂજિત સરકારની અપકમિંગ ફિલ્મ સરદાર ઉધમ સિંહનું પોસ્ટ પ્રોડક્શન ફરી શરૂ થયું છે. આ બાયોપિક માટે શૂજિત ઈરફાનને લીડ રોલમાં કાસ્ટ કરવા ઇચ્છતા હતા પરંતુ ઇરફાનની તબિયતને કારણે આ શક્ય ન બન્યું. ઈરફાન ન્યુરોએન્ડોક્રાઇન કેન્સરની સારવાર લઇ રહ્યા હતા. શૂજિતે ઈરફાનની ઘણી રાહ જોઈ પછી વિકી કૌશલને ફિલ્મમાં લીડ રોલમાં કાસ્ટ કરવામાં આવ્યો. ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે ડિસેમ્બરમાં જ પૂરું થઇ ગયું હતું હવે લોકડાઉન પછી તેનું પોસ્ટ પ્રોડક્શન વર્ક શરૂ કરવામાં આવ્યું છે.

શૂજિતે કોરોના મહામારીમાં કામ કરવા બાબતે કહ્યું કે, એડિટિંગ રૂમમાં માત્ર એડિટર અને તેમના બે આસિસ્ટન્ટને જ એન્ટ્રી આપવામાં આવી છે. કામ દરમ્યાન અમે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા છીએ. સાંજે 7 વાગ્યે કામ પૂરું કરી દેવામાં આવે છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું હવે જાન્યુઆરી 2021માં રિલીઝ કરવામાં આવશે.

ઈરફાન ખાનનું મૃત્યુ 29 એપ્રિલે મુંબઈમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં થયું હતું. 53 વર્ષની વયે કોલન ઇન્ફેક્શનના કારણે તેણે દુનિયાને અલવિદા કહ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shoojit Sircar remembers Irrfan Khan: ‘I still feel Irrfan is with me, I can never get over his death’


from Divya Bhaskar https://ift.tt/2AjQQuj
https://ift.tt/3hbn8sc

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...