Tuesday, June 9, 2020

લાંબા સમય બાદ ઘરની બહાર નીકળી અર્ચના પૂરણ સિંહ બોલી, ઈકોનોમી બચાવવા માટે દેશ ખોલવામાં આવ્યો છે પણ આપણે જાતે સુરક્ષિત રહેવાનું છે

લોકડાઉનમાં છૂટ મળતા જ સેલેબ્સ ઘરની બહાર નીકળી રહ્યા છે. આ વચ્ચે અર્ચના પૂરણ સિંહ પણ લાંબા સમય પછી તેના ઘર બહાર આંટો મારવા નીકળ્યા હતા. અર્ચનાએ બહાર નીકળીને તેમનો અનુભવ શેર કરીને ફેન્સને ખાસ સલાહ આપી છે.

અર્ચનાએ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં કહ્યું છે કે, વિચારો આજે હું ક્યાં ફરી રહી છું. આ ઘરની બહાર કોમ્પ્લેક્સનો રોડ છે. હું લાંબા સમય પછી ઘરની બહાર નીકળી છું. વીડિયોમાં ઘરની આસપાસની જગ્યા દેખાડતા અર્ચનાએ લખ્યું કે, લોકડાઉનમાં થોડી છૂટછાટ મળી છે તો ઘરની બહાર આખરે જવા મળ્યું. પણ એવું કહીશ કે દોસ્તો, લોકડાઉન ઈકોનોમી બચાવવા માટે ખુલ્યું છે પરંતુ આપણે પોતાની જાતને જાતે જ સેવ કરવી પડશે. માટે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરો. સુરક્ષિત રહો.

લોકડાઉનથી ઘરના સભ્યોમાં પોઝિટિવ ફેરફાર
અર્ચના લોકડાઉન બાદથી કોઈવાર તેની હેલ્પર ભાગ્યશ્રી તો કોઈવાર પિરવાર સાથે મસ્તી કરતી દેખાઈ હતી. હાલમાં જ ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન અર્ચનાએ જણાવ્યું કે તેમના પરિવારને લોકડાઉનમાં ઘણું શીખવા મળ્યું છે. અર્ચનાના પતિ પરમીત અને દીકરા ઘરેથી જ કામ કરી રહ્યા છે જેમાં તે પણ મદદ કરે છે. એકબીજાની મદદ કરતા તેમના પરિવારમાં ઘણા પોઝિટિવ ફેરફાર આવ્યા છે. તેણે કહ્યું કે, કોરોનાએ દુનિયાને ઘણું દુઃખ આપ્યું પણ જો આને પોઝિટિવ વેમાં લઈએ તો ઘણું શીખવા મળી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Archana Puran Singh walk outside the house after a long time, said 'The country is open to save the economy but we have to protect ourselves by own'


from Divya Bhaskar https://ift.tt/30mwXO5
https://ift.tt/2XP8H5A

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...