ઉત્તર- પૂર્વ દિલ્હીમાં થયેલ હુલ્લડની આરોપી મહિલા અને તેના ધર્મ વિરુદ્ધ વિવાદિત ટ્વીટ કરનાર પાયલ રોહતગીનું ટ્વિટર અકાઉન્ટ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું , ત્યારબાદ પાયલના સપોર્ટમાં હેશટેગ isupportpayalrohatgi ટ્રેન્ડ કરવા લાગ્યો અને હવે તેનું અકાઉન્ટ રીસ્ટોર કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ પાયલે ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થવા બદલ તેનો ગુસ્સો વીડિયો મારફતે બહાર કાઢ્યો હતો. વીડિયોમાં તેણે સવાલ ઉઠાવ્યા કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ વિરુદ્ધ બોલનારાના અકાઉન્ટ કેમ સસ્પેન્ડ ન થયા.
Ram Ram ji 🙏 Thank U everyone who supported me. I have never tried to break law or comeon streets to create riots. Yet I get targeted on this platform. A kutiya was named #Savitri in Webseries but that was OK 4 liberals🤨 But when I addressed them with Same they became mad 😜 pic.twitter.com/bc7LOCqzu4
— PAYAL ROHATGI & Team- Bhagwan Ram Bhakts (@Payal_Rohatgi) June 9, 2020
વીડિયોમાં તે કહે છે કે, આ બધા લોકોના ટ્વિટર અકાઉન્ટ વેલિડ છે, એક્ટિવ છે, વર્કિંગ છે પણ પાયલનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે કારણકે પાયલ એ લોકોને ગાળો આપે છે જે આપણા દેશ વિરુદ્ધ ષડયંત્ર રચે છે. આ વીડિયો પાયલના ફેનએ તેના ટ્વિટર પર શેર કર્યો છે.
પાયલે ફરી વિવાદિત ટ્વીટ કર્યું
પાયલનું અકાઉન્ટ રીસ્ટોર થયા બાદ તેણે કહેવાતા ઉદારવાદીઓ પર નિશાન તાક્યું છે. તેણે એવું લખ્યું હતું કે, જે ઉદારવાદીઓ મને તે મહિલાને અપશબ્દ કહેવા પર ઝેરીલી અને નાગિન કહી રહ્યા છે, તે તોફાનોને કારણે થઇ રહેલ દિલ્હીના નુકસાન પાછળ છે. આવા બેકાર લોકોએ તેમના જીવન વિશે કંઈક વિચારવું જોઈએ.
મુંબઈમાં પાયલ વિરુદ્ધ કેસ ફાઈલ થયો
વકીલ અલી કાશીફ ખાને પાયલ રોહતગી વિરુદ્ધ દિલ્હી તોફાનોમાં આરોપી મહિલા અને તેના ધર્મ વિરુદ્ધ ટ્વીટ કરવા બાબતે મુંબઈમાં ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ કરાવ્યો છે. એક ન્યૂઝ વેબસાઈટ સાથેની વાતચીત દરમ્યાન તેણે કહ્યું કે, મેં પાયલ વિરુદ્ધ FIR દાખલ કરાવી છે. લોકડાઉન પૂરું થયા બાદ સેશન કોર્ટમાં તેને હાજર થવાનું સમન મોકલવામાં આવશે.
શું હતો આખો કેસ
પાયલે દિલ્હી તોફાનની આરોપી મહિલા સફૂરા જરગાર વિરુદ્ધ ટ્વીટ કર્યું હતું. સફૂરાને પોલીસે કસ્ટડીમાં લીધી હતી અને હાલ તે જેલમાં છે. પાયલે જ્યારે તેના ધર્મ વિશે ટ્વીટ કર્યું તો તેનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું. ત્યારબાદ પાયલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cI1GaM
https://ift.tt/2UpcPqQ
No comments:
Post a Comment
If you have any doubts please let me know!