Thursday, June 4, 2020

‘જલેબી’ના કાસ્ટિંગ ડિરેક્ટર ક્રિશ કપૂરનું 28 વર્ષની ઉંમરમાં નિધન, કાકાએ કહ્યું- કોઈ જ મેડિકલ હિસ્ટ્રી નહોતી

કાસ્ટિંગ ડિરેક્ટર ક્રિશ કપૂરનું બ્રેન હેમરેજ થવાને કારણે 31 મેના રોજ નિધન થયું હતું. તેની ઉંમર માત્ર 28 વર્ષની હતી. ક્રિશે રેહા ચક્રવર્તીની ‘જલેબી’ તથા પુલકિત સમ્રાટની ‘વીરે કી વેડિંગ’માં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

ક્રિશ કપૂરના કાકા સુનીલ ભલ્લાએ અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ક્રિશનું નિધન 31 મેના રોજ બપોરે અઢી વાગે થયું હતું. તેના નિધનથી પરિવારને ઘેરો આઘાત લાગ્યો છે. તે ઘણો જ યુવાન હતો અને તેની કોઈ મેડિકલ હિસ્ટ્રી નહોતી.

વધુમાં સુનીલ ભલ્લાએ કહ્યું હતું કે 31 મેના રોજ તે ઘરમાં અચાનક જ પડી ગયો હતો અને લોહી આવવા લાગ્યું હતું.

ક્રિશના નિધન પર તેના મિત્ર તથા રેસલર-એક્ટર સંગ્રામ સિંહે ટ્વીટ કરી હતી. તેણે કહ્યું હતું, ‘તું અમને છોડીને વહેલો જતો રહ્યો પરંતુ તારી સુંદર યાદો અમારી સાથે છે. આશા છે કે તું જ્યાં પણ હોઈશ ત્યાં ખુશ હોઈશ. ભગવાન તારી આત્માને શાંતિ આપે.’

ક્રિશ કપૂર પોતાની પાછળ માતા, પત્ની તથા બાળકને વિલાપ કરતો મૂકી ગયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Jalebi's casting director Krish Kapur dies at 28, says uncle - had no medical history


from Divya Bhaskar https://ift.tt/375B4iL
https://ift.tt/3gSiAXt

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...