Monday, June 8, 2020

કન્નડ એક્ટર ચિરંજીવી સરજાનું 39 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે નિધન

કન્નડ ફિલ્મના લોકપ્રિય એક્ટર ચિરંજીવી સરજાનું રવિવાર (7 જૂન)ના રોજ બપોરે હાર્ટ અટેકને કારણે ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ માત્ર 39 વર્ષના હતાં. તેમનો કોવિડ 19નો ટેસ્ટ પણ કરાવ્યો હતો પરંતુ તેનો રિપોર્ટ આવ્યો નથી.

મળતી માહિતી પ્રમાણે, બપોરે એક વાગે તેઓ ફોન પર પિતા સાથે વાત કરતાં હતાં અને આ દરમિયાન તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા અને પડી ગયા હતાં. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં પરંતુ તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતાં. તેમના અંતિમ સંસ્કાર સોમવાર (આઠ જૂન)એ તુમકુર જિલ્લામાં થશે.

હોસ્પિટલ બહાર ચાહકોની ભીડ
ચિરંજીવીના નિધનના ન્યૂઝ ફેલાતા બેંગલુરુ સ્થિત અપોલો હોસ્પિટલની બહાર ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી.

22 ફિલ્મમાં કામ કર્યું હતું
ફિલ્મી પરિવાર સાથે સંબંધ રાખનાર ચિરંજીવીએ વર્ષ 2009માં કન્નડ ફિલ્મ ‘વાયુપુત્ર’થી ડેબ્યૂ કર્યું હતું. તેમણે પોતાની કરિયરમાં કુલ 22 કન્નડ ફિલ્મમાં કામ કર્યું હતું. તેમની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ‘શિવાર્જુન’ હતી. આ ફિલ્મ લૉકડાઉન પહેલાં જ રિલીઝ થઈ હતી. તેમના દાદા શક્તિ પ્રસાદ તથા અંકલ અર્જુન સરજા પણ ફિલ્મ સ્ટાર હતાં. તેમના ભાઈ ધ્રૂવ સરજા પણ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

બે વર્ષ પહેલાં લગ્ન થયા હતાં
ચિરંજીવીનો જન્મ 17 ઓક્ટોબર, 1980માં થયો હતો. તેમના લગ્નને હજી બે વર્ષ થયા હતાં. તેમણે 2 મે, 2018ના રોજ કન્નડ ફિલ્મ એક્ટ્રેસ મેઘના રાજ સાથે લગ્ન કર્યાં હતાં.

કર્ણાટકના સીએમ, અનિલ કુંબલ તથા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kannada actor Chiranjeevi Sarja dies of heart attack at age 39


from Divya Bhaskar https://ift.tt/3f7cb9n
https://ift.tt/2A2cX8J

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...