Monday, June 8, 2020

રાજ કુંદ્રાએ પત્ની શિલ્પા શેટ્ટીને રોમેન્ટિક વીડિયો શૅર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

આઠ જૂન, 1975માં મેંગ્લોરમાં જન્મેલી શિલ્પા 45 વર્ષની થઈ છે. તેના પતિ રાજ કુંદ્રાએ ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો શૅર કરીને પત્ની શિલ્પાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

વીડિયો શૅર કરીને આ વાત કહી
વીડિયો શૅર કરીને રાજે કહ્યું હતું, ‘તું એ સ્ત્રી છે, જેણે મારી અપૂર્ણતાને પૂર્ણતામાં ફેરવી છે. તારા હાસ્ય માત્રથી જીવનના અંધકારમય દિવસો દૂર થઈ જાય છે. તું માત્ર મારા સંતાનોની માતા નથી પરંતુ મારા જીવન તથા હૃદયનીરાણી છો. શબ્દોથી આગળ હું તને પ્રેમ કરું છું. મારી જાન શિલ્પા શેટ્ટી, જન્મદિવસની શુભેચ્છા. તારો પતિ...’ વીડિયોમાં રાજ તથા શિલ્પાના જીવનની ખાસ ક્ષણો જોવા મળે છે.

હાલમાં રાજ તથા શિલ્પા બંને બાળકો વિઆન તથા સમિશા સાથે મુંબઈમાં છે. રાજ તથા શિલ્પા ટિકટોક પર વીડિયો બનાવતા હોય છે. આ ઉપરાંત શિલ્પા સોશિયલ મીડિયામાં વર્કઆઉટ તથા કુકિંગના વીડિયો પોસ્ટ કરતી હોય છે.

1993માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું
શિલ્પાએ અબ્બાસ મસ્તાનની ફિલ્મ ‘બાઝીગર’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે શાહરુખ ખાન તથા કાજોલ હતાં. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. શિલ્પાએ ત્યારબાદ ‘મૈં ખિલાડી તુ અનાડી’, ‘જાનવર’, ‘ધડકન’, ‘લાઈફ ઈન મેટ્રો’ જેવી વિવિધ ફિલ્મમાં કામ કર્યું હતું. શિલ્પાએ વર્ષ 2007માં રિયાલિટી શો ‘બિગ બ્રધર’માં ભાગ લીધો હતો. અહીંયા તે રંગભેદ નીતિનો ભોગ બની હતી અને તેને કારણે શિલ્પા લંડન સહિત વિશ્વભરમાં લોકપ્રિય થઈ હતી. શિલ્પા આ શોની વિનર રહી હતી.

2009માં લગ્ન કર્યાં હતાં
શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે વર્ષ 2009માં 22 નવેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2012માં શિલ્પાએ દીકરા વિઆનને જન્મ આપ્યો હતો. લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા બીજીવાર માતા બની હતી. શિલ્પા સરોગસીની મદદથી 15 ફેબ્રુઆરીના રોજ દીકરી સમિશાની માતા બની હતી.

13 વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરશે
શિલ્પા શેટ્ટી બોલિવૂડમાં 13 વર્ષ બાદ શબ્બીર ખાનની ફિલ્મ ‘નિકમ્મા’થી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં અભિમન્યુ દસાની તથા શર્લી સેટિયા છે. આ ફિલ્મ આમ તો જૂન મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. આ ઉપરાંત શિલ્પા શેટ્ટી ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ‘હંગામા’માં પરેશ રાવલ સાથે કામ કરી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Raj Kundra wishes wife Shilpa Shetty a happy birthday by sharing a romantic video


from Divya Bhaskar https://ift.tt/3f3JoCe
https://ift.tt/2XKizgV

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...