Monday, June 8, 2020

શિવસેનાના આક્ષેપો બાદ સોનુ સૂદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી

લૉકડાઉન બાદ શ્રમિકોને તેમના ઘરે પહોંચાડીને દેવદૂત બનેલા એક્ટર સોનુ સૂદે રવિવાર રાત્રે (7 જૂન) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે સાથે તેમના ઘરે મુલાકાત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીનો દીકરો આદિત્ય તથા મંત્રી અસલમ શેખ પણ હાજર રહ્યાં હતાં. આ સમયે કોરોનાના રાહત કાર્યોને લઈ ચર્ચા થઈ હતી. એક્ટરે સોશિયલ મીડિયામાં મુલાકાતની તસવીર પણ શૅર કરી હતી.

સોનુએ આદિત્ય ઠાકરેની ટ્વીટને રી-ટ્વીવને કરીને કહ્યું હતું, ‘મળીને બહુ જ સારું લાગ્યું, મારા શ્રમિક ભાઈઓને તેમના પરિવાર સુધી પહોંચાડવા માટે કરેલી મદદને દરેક રીતે આપવામાં આવેલા સમર્થન માટે તમારો આભાર.’ ઉલ્લેખનીય છે કે શિવસેનાના નેતા સંજય રાઉતે સોનુને લઈ કહ્યું હતું કે તેના રાહતકાર્યો રાજકારણથી પ્રેરિત છે.

આદિત્યે કહ્યું, કોવિડ 19 રાહત કાર્યો પર ચર્ચા થઈ
બંને વચ્ચે થયેલી મુલાકાત પર આદિત્ય ઠાકરેએ કહ્યું હતું, ‘મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સોનુ સૂદ સાથે મળીને આનંદ થયો. બંનેએ બધા તરફથી કરવામાં આવતા કોવિડ રાહત કાર્યોને લઈ ચર્ચા કરી. ગેરસમજણને કોઈ સ્થાન નથી પરંતુ જે છે તે લોકોની મદદ કરવાની પ્રતિબદ્ધતા છે.’

આદિત્યે તસવીર શૅર કરી હતી
અન્ય એક ટ્વીટમાં આદિત્યે કહ્યું હતું, ‘આજે સાંજે સોનુ સૂદે મંત્રી અસલમ શેખ તથા મારી સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેજી સાથે મુલાકાત કરી હતી. અનેક લોકોના માધ્યમથી વિવિધ લોકોની સહાયતા કરવા માટે સારું છે કે તમામ સાથે મળીને કામ કરે. લોકોની સાથે મળીને કામ કરતાં એક સારા વ્યક્તિ સાથે મુલાકાત કરીને સારું લાગ્યું.’

સંજય રાઉતે સોનુ સૂદ પર નિશાન સાધ્યું હતું
આ પહેલાં શિવસેના નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં સોનુ સૂદ પર નિશાન સાધ્યું હતું અને તેને ભાજપનો એજન્ટ કહ્યો હતો. આ સાથે કહ્યું હતું કે એક્ટરને ‘મહાત્મા’ સૂદ બનાવવાની તૈયારી ચાલે છે. સંજયે સોનુની વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યાં હતાં અને રાજકારણની આશંકા પ્રગટ કરી હતી. તેમણે કહ્યું હતું કે તે જલ્દી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને ‘મુંબઈનો સેલિબ્રિટી મેનેજર’ બની જશે. તેમણે ‘મહાત્મા સોનુ’ અચાનક કેમ બની ગયો તેને લઈ સવાલ કર્યો હતો અને કહ્યું હતું કે આ બધા મળેલા છે અને સોનુ સૂદને હીરોની જેમ રજૂ કરવામાં આવી રહ્યો છે, જેથી મહારાષ્ટ્ર સરકાર તેની આગળ નબળી દેખાય.

મુલાકાત પછી ટ્વીટ કરી
સોનુ સૂદ તથા ઉદ્ધવ ઠાકરે વચ્ચેની મુલાકાત બાદ સંજય રાઉતે એક ટ્વીટ કરી હતી. તેમાં કહ્યું હતું, ‘અંતે, સોનુ સૂદને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું એડ્રેસ મળી ગયું. તેઓ માતોશ્રી આવ્યા હતાં. જય મહારાષ્ટ્ર.’ શિવસેના એ વાત પણ નારાજ હતી કે સૂદે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી પરંતુ CM સાથે કોઈ મુલાકાત કરી નહોતી.

સોનુએ ઈશારાઓમાં જવાબ આપ્યો
રાઉતના આક્ષેપો બાદ સોનુએ બે ટ્વીટ કરીને આડકતરી રીતે જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું, ‘હું તમામ રાજ્ય સરકારનો આભાર માનીશ. તેમને મને આ પ્રક્રિયામાં સાથ આપ્યો. મને તથા મારા પ્રયાસોને પ્રોત્સાહિત કરવા માટે હું તેમનો આભારી. જય હિંદ.’અન્ય એક ટ્વીટમાં સોનુએ કહ્યું હતું, ‘મારા તમામ શ્રમિક ભાઈ બહેનોની સાથે મારી આ યાત્રા ખાસ રહી હતી. આ મારા હૃદય સાથે જોડાયેલી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી જ્યારે પણ કોઈએ મારા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, મેં પૂરા પ્રયત્નો સાથે તેમને પરિવાર સુધી પહોંચાડવામાં મદદ કરી અને હું આ કરતો રહીશ.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sonu Sood met the Maharashtra Chief Minister


from Divya Bhaskar https://ift.tt/30jp9wh
https://ift.tt/30jtWhf

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...