જન્મ: 25 મે,1972(મુંબઈ)
અભ્યાસ: બીકોમ(HR કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ, મુંબઈ)
સન્માન: પદ્મ શ્રી. ફિલ્મફેર, આઈફા સહિત 24થી વધારે અવોર્ડ
પરિવાર: પિતા સ્વ. યશ જોહર(ધર્મા પ્રોડક્શન)
મા: હીરુ જોહર
ફિલ્મમેકર, ડિરેક્ટર, રાઈટર અને ટીવી હોસ્ટ કરણ જોહર ઓર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ ફેલાવવાના આરોપ લાગી રહ્યા છે. અભિનેતા સુશાંત શિંહ રાજપૂતના મૃત્યુ પછી આ મામલો વધારે ગરમાયો છે. જો કે, આની પહેલાં વર્ષ 2017માં તેની પર આ પ્રકારના ઘણા અન્ય આરોપ લાગી ચૂક્યા છે.
પ્રથમ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’થી લઇને તેણે અત્યાર સુધી કુલ 43 ફિલ્મ ડિરેક્ટ, પ્રોડ્યુસ અને કો-પ્રોડ્યુસ કરી છે, જેમાં 8 ફિલ્મોમાં નવા 12 કલાકારને પ્રથમ તક આપી છે. તેમાંથી 7 સ્ટાર કિડ્સ વરુણ ધવન, આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર, ઇશાન ખટ્ટર, સના કપૂર, અનન્યા પાંડે અને શિખા તલસાનિયા છે.
કરણ જોહર ફિલ્મમેકર અને ડિરેક્ટર યશ જોહરનો દીકરો છે. તે દક્ષિણ મુંબઈમાં માલાબાર હિલ એરિયાવાળા પોશ એરિયામાં મોટો થયો. યશ અને હીરુનું એકમાત્ર સંતાન હતો. તે કહે છે કે, ભાઈ-બહેન ના હોવાથી મારું આખું બાળપણ એકલાપણુંમાં ગયું. હું કોઈ સાથે રમતો નહોતો, કોઈ મિત્ર પણ નહોતા, કોઈ મારી સાથે વાત પણ નહોતું કરતું. લોકો મને સ્થૂળ અને છોકરીઓ જેવું હોવાનું કહીને ચીડવતા હતા.
એટલું જ નહિ પણ સ્કૂલમાં પણ કોઈ તેની સાથે વાત કરતું નહોતું. કરણે કહ્યું કે, બાળપણમાં મારામાં કોઈ સોશિયલ સ્કિલ નહોતા, આથી દૂન જેવી સ્કૂલમાં મને એડમિશન ના મળ્યું. જો કે, સ્કૂલમાં ધીમે-ધીમે બધે ભાગ લેવાથી મારામાં આત્મવિશ્વાસ વધ્યો. 48 વર્ષનો કરણ સિંગલ છે. વર્ષ 2017 માં સરોગસીની મદદથી તે રૂહી અને યશનો પિતા બન્યો.
ડર: લોકો ચીડવતા હતા, નવી ડિશથી ટેન્શન દૂર કરતો હતો
કરણ નાનપણથી વધારે વજન ધરાવતો હતો આથી રમતથી દૂર રહેતો. તે છોકરીઓના ગ્રુપમાં જ રહેવાનું પસંદ કરતો હતો. તેના મિત્રો તેને પૈન્સી (છોકરીઓ જેવો) કહીને બોલાવતા હતા. બારમાં ધોરણ પછી પોતાની પ્રથમ સિરિયલ ઇન્દ્રધનુષના શૂટિંગ વખતે તેના સાથી કલાકારે તેને ‘ઇફિમિનેટ’ કહ્યું હતું.
કરણે કહ્યું કે, તે સમયે લોકો ‘ગે’ શબ્દનો ઉપયોગ નહોતા કરતા પણ તેનો અર્થ તો તેવો જ થતો હતો. ત્યારબાદ કરણે ઘણા સમય સુધી એક્ટિંગ કરી નહોતી. કરણે કહ્યું કે, એકલાપણું અને લોકોના ટહોણાની ચિંતા દૂર કરવા માટે હું અલગ-અલગ ડિશ ટ્રાય કરતો હતો. કરણ પહેલેથી ફૂડી છે.
રિલેશનશિપ: ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં મનની વાત કહી
કરણે વર્ષ 2016માં આવેલી એ દિલ હૈ મુશ્કિલ પછી કોઈ ફિલ્મ ડિરેક્ટ કરી નથી. ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે કરણે જ લખ્યા છે. કરણે કહ્યું કે, આ ફિલ્મ મારી જિંદગીનું સત્ય છે. મારી લાઈફમાં બે વખત એકતરફી પ્રેમ અધુરો રહી ગયો.
એક રિલેશન 20 વર્ષની ઉંમરે અને બીજું 30 વર્ષની ઉંમરે તૂટ્યું. બીજી રિલેશન તૂટ્યું ત્યારે કરણને સાઈકોલોજિસ્ટની મદદ લેવી પડી હતો એટલી હદે તે તૂટી ગયો હતો. મેં મહિલાઓ જેવી આદત બદલવા માટે અવાજ અને બોડી લેન્ગવેજ પર પણ કામ કર્યું હતું.
મિત્રતા: આદિત્યએ ‘ડીડીએલજે’માં લીધો અને ડિરેક્ટર બનાવ્યો
કરણના માતા-પિતા પહેલેથી એવું ઈચ્છતા હતા કે કરણ ફિલ્મી દુનિયાથી દૂર રહે. ગ્રેજ્યુએશન પછી તે ફ્રાંસ જવાનો હતો. આ દરમિયાન રવિના ટંડનનો પતિ અને જૂના મિત્ર આદિત્ય ચોપરા સાથે તેની મિત્રતા થઇ ગઈ અને ત્રણ કલાક સુધી બેસીને તેઓ ફિલ્મો પર ચર્ચા કરતા.
કરણે આદિત્યની પ્રથમ ફિલ્મ ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે’માં રાઈટિંગમાં મદદ કરી હતી. આ દરમિયાન આદિત્યએ તેને ફિલ્મમાં અસિસ્ટન્ટ ડિરેક્ટરનો રોલ આપ્યો. કરણે કહ્યું હતું કે, આદિત્યએ મારી અંદર રહેલા ફિલ્મ મેકરને ઓળખ્યો હતો. તેણે જ મને ફિલ્મ બનાવવા માટે પ્રેરિત કર્યો હતો.
વિવાદ: ફિલ્મ બિઝનેસ પ્રભાવિત કરવાના પણ આરોપ લાગ્યા છે
કરણના શાહરૂખખાન સાથેના રિલેશનશિપની પણ અફવાઓ ઊડી હતી. અજય દેવગણની ફિલ્મ શિવાયની નેગેટિવ પબ્લિસિટી માટે ફિલ્મ ક્રિટિકને 25 લાખ રૂપિયા આપ્યા હોવાનો આરોપ પણ લાગ્યો હતો. ઘરમાં ડ્રગ પાર્ટીનો આરોપ પણ લાગેલો છે
ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’માં અનુષ્કા શર્માને કાસ્ટ ના કરવા માટે આદિત્ય ચોપરા પર દબાવ કર્યો હતો. નેપોટિઝમ પર વર્ષ 2017માં કહ્યું હતું કે, જો મને તક મળશે તો શાહરુખ ખાનના દીકરાને પણ મારી ફિલ્મમાં લોન્ચ કરીશ.
(નોટ: સ્ટોરીના અમુક ભાગ પેંગ્વિન પબ્લિકેશને પ્રકાશિત કરેલી કરણ જોહરની આત્મકથા ‘એન અન સ્યુટેબલ બોય’માંથી લીધા છે)
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37MLYdE
https://ift.tt/2YSmyar
No comments:
Post a Comment
If you have any doubts please let me know!